Abtak Media Google News
  • ગીરનાર પર પ્લાસ્ટીક પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટની ટકોર વચ્ચે મેળામાં પ્લાસ્ટીક પ્રતિબંધ મુદ્દે જવાબદારોનું મૌન

Junagadh News

જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આગામી પાંચ માર્ચથી શિવરાત્રીનો મેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો આ મેળામાં આવશે અને વજન ભોજન અને ભક્તિનો લ્હાવો લેશે. પરંતુ જુનાગઢ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકને લઈ તંત્ર દ્વારા કોઇ ચોક્કસ નિરાકરણ હજુ સુધી લાવવામાં આવ્યું નથી. ત્યારે હાઇકોર્ટ દ્વારા વારંવાર ટકોર કર્યા બાદ પણ હાઇકોર્ટના હુકમ અને તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગિરનાર પર્વત પર આવતા પ્રવાસીઓ પાણી ને લઈ પરેશાન છે. અને અહી આવનાર યાત્રાળુઓને ખુલ્લું પાણી વેચાતું લેવું પડે છે,તો બીજી તરફ આગામી શિવરાત્રીના મેળામાં  લાખો ભાવિકો આવશે ત્યારે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે.તેને લઈ કલેકટર મીડિયા સામે આવવા તૈયાર નથી.. ત્યારે આજે સવારે જુનાગઢ વહીવટી તંત્ર પોલીસ તંત્ર દ્વારા ગિરનારની મુલાકાત લેવામાં આવી હતી. અને જ્યારે આ મામલે મીડિયાએ જવાબદારો સાથે મળવાનો પ્રયત્ન કરતા જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજશે ત્યારે તમને બોલાવશે તેવો પ્રત્યુતર અપાયો હતો.

ત્યારે જુનાગઢનો પોલીસ તંત્ર સિવાય જૂનાગઢનું વહીવટીનું તંત્ર હોય કે મહાનગરપાલિકા નું તંત્ર હોય મીડિયાથી હર હંમેશ દૂર ભાગતું રહ્યું છે ? અગાઉના જુનાગઢ કલેક્ટર રચિત રાજે પુરા બ્રહ્માંડમાં ના થયો હોય તેવો શિવરાત્રીનો મેળો કરવાના હતા.અને પોતે જ રજા પર ઉતરી ગયા હતા .ત્યારે આ વર્ષના મેળા ને લઇ લોકો પણ જાણવા ઇચ્છે છ. કે કેવા પ્રકારની સુવિધાઓ ભાવિકો માટે કરવામાં આવી છે.પરંતુ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને લઈ મીડિયાને કોઈપણ માહિતી આપવામાં આવતી નથી.

જુનાગઢ ગીરનાર પર્વત પર પ્લાસ્ટિકને લઇ થોડો સમય પહેલા જ જાગૃત નાગરિક દ્વારા હાઇકોર્ટમાં ઙઈંક દાખલ કરવામાં આવી હતી.જેને લઇ હાઇકોર્ટને ગિરનાર પર્વત પર થતા પ્રદૂષણ મામલે વહીવટી તંત્રને યોગ્ય નિરાકરણ લાવવા હુકમ કર્યો હતો. તેમજ હાઇકોર્ટ દ્વારા

પ્લાસ્ટીક મુદ્દે સમિતિની પણ રચના કરવામાં આવી હતી. ત્યારે દોઢ મહિના પહેલા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરના વેપારીઓને પાણીના કેરબા આપવામાં આવ્યા હતા. અને આ કેરબામાંથી અહીં આવનાર પ્રવાસીઓને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.પરંતુ અહીં આવનાર પ્રવાસીઓને કેરબામાંથી એક ગ્લાસના 10 રૂપિયા ચૂકવવા પડે છે. તે પોસાતું નથી ત્યારે ગિરનાર પર્વત પર આવતા પ્રવાસીઓએ વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે.અને જ્યાં સુધી પાણી મામલે કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તેવું ભાવિકોએ જણાવ્યું હતું.

તો બીજી તરફ આગામી 5 માર્ચ થી ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો યોજાવાનો છે. ત્યારે દર વર્ષે આ મેળામાં લાખો ભાવિકો આવે છે. જેમાંથી ઘણા ભાવિકો ગિરનાર પર્વત પર દર્શને પણ જાય છે. ત્યારે જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક નાબૂદીને લઈ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અને અહીં આવનાર પ્રવાસીઓ માટે પાણીની કોઈ નિ:શુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. ત્યારે આટલા મહિના વિતવા છતાં પણ જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. અને આ મામલે વહીવટી તંત્ર પણ કંઈ કહેવા રાજી નથી.

ઝારખંડ રાચી થી ગિરનાર ફરવા આવેલ જયેશકુમાર ગાંધીએ જણાવ્યું હતું કે અહીં ગિરનાર પર્વત પર પાણીની ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એક તરફ જ્યારે નીચે થી અહીં પર્વત પર રોપ વે મારફત આવીએ છીએ ત્યારે પાણી લાવવાની સખત મનાઈ કરવામાં આવી છે.ગિરનાર પર્વત પર એક પાણીના ગ્લાસના 10 રૂપિયા આપવા પડે છે. આ પાણી અહીં આવનાર પ્રવાસી માટે મોંઘું પડે છે. ત્યારે સરકાર દ્વારા ગિરનાર પર્વત પરના વેપારીઓને મિનરલ વોટર વહેંચવાની છૂટ આપવી જોઈએ.જ્યા સુધી સરકાર દ્વારા કાયમી પાણીના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અહીં આવનાર લોકોને  પાણી લાવવા માટેની છૂટ આપવી જોઈએ.

ગિરનાર પર્વત પર ઉત્તપ્રદેશ થી ફરવા આવેલા પ્રવાસી ધીરજકુમાર શ્રીવાસ્તવ્ય જણાવ્યું હતું કે અમે ગિરનાર પર્વત પર મા અંબાના દર્શને આવ્યા હતા.અહીં આવ્યા બાદ જોયું કે અહીં પાણી ગ્લાસમાં આપવામાં આવે છે. મિનરલ વોટર પાણી અહીં મળતું નથી.એક પાણીના ગ્લાસના 10 રૂપિયા ચૂકવવા પડે છે. પરંતુ તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો તેના બદલામાં બીજી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.

ગિરનાર પર્વત પર રેસ્ટોરન્ટના માલિક કિશોરભાઈ ગોહેલે જણાવ્યું હતું કે સરકારના હુકમ બાદ બે ત્રણ મહિનાથી પ્લાસ્ટિક ની ચીજ વસ્તુઓ અહીં બંધ કરાવવામાં આવી છે.તેનો ગિરનાર પરના વેપારીઓને કોઈ વિરોધ નથી. કારણકે ગિરનાર નો જંગલ વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત બને તેમાં અમારો કોઈ વિરોધ નથી. પરંતુ હાલ ગિરનાર પર્વત પર આવનાર પ્રવાસી પાણી વગર પરેશાન થઈ રહી છે. તંત્ર દ્વારા અહીં વેપારીઓને પાણીના કેરબા આપવામાં આવ્યા છે. પરંતુ આ વેચાતું પાણી લેવું પ્રવાસીઓને પોસાતું નથી. અને અહીં આવનાર પ્રવાસી કહે છે કે પેકિંગ વાળું પાણી હોય તો આપો જે પૈસા થાય તે ચૂકવવા તૈયાર છીએ.પરંતુ પેકિંગમાં પાણી વહેંચવાની અહીં મનાઈ કરવામાં આવી છે. ત્યારે થોડો સમય પહેલા જ મુખ્યમંત્રી દ્વારા ગિરનાર પર પાણી પહોંચાડવા માટે 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ તે યોજના જ્યાં સુધી શરૂ ના કરાય ત્યાં સુધી તેના બદલામાં તંત્રએ બીજી કોઈ વ્યવસ્થા કરી આપવી જોઇએ..

ત્યારે હાલ તો ગિરનાર પર્વત પર આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ જુનાગઢ જિલ્લાનું વહીવટી તંત્ર મેળાની તૈયારીઓમાં પડ્યું છે પરંતુ પ્લાસ્ટિક મામલે જુનાગઢ વહીવટી તંત્ર માત્ર કાગળ પર હાઇકોર્ટનો હુકમ માનતી હોય તેવું લોકો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.