Abtak Media Google News

લઘુમતી સમાજના પ્રશ્નો -રજૂઆતો અંગે ચર્ચા કરી

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

રાષ્ટ્રીય લઘુમતી શિક્ષણ સંસ્થાન આયોગના ચેરમેન ન્યાયાધીશ નરેન્દ્રકુમાર જૈને ગઈકાલે લઘુમતી શિક્ષણ સંસ્થાઓના હોદ્દેદારો, આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે લઘુમતી સમાજના પ્રશ્નો – રજૂઆતો તેમજ નવી શિક્ષણનીતિની ચર્ચા કરી હતી.

આ તકે ચેરમેન  નરેન્દ્રકુમાર જૈને જણાવ્યું હતું કે નવી શિક્ષણનીતિ 2022 સ્વામી વિવેકાનંદ ના વિચારોથી પ્રેરિત છે. નવી શિક્ષણનીતિ રાષ્ટ્રીયતાની ભાવના વિકસાવવામાં ઉપયોગી બનશે. તેમને શિક્ષણ સંસ્થામાં રાષ્ટ્રીયતાનું શિક્ષણ આપવા પણ અનુરોધ કર્યો હતો. નવી શિક્ષણનીતિમાં સૌથી મહત્વની બાબત એ છે કે સ્થાનિક ભાષા પર પણ પ્રાધાન્ય અપાયું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિથી ગ્રેડિંગ આધારિત હશે. સંસ્થાઓમાં ઈનફ્રાસ્ટ્રક્ચર, રિઝલ્ટના આધારે ફી નક્કી થશે.

નરેન્દ્રકુમાર જૈને જણાવ્યું હતું કે લઘુમતી શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથે બાળકોને મુખ્ય ધારામાં લાવવામાં પણ ધ્યાન આપે એ જરૂરી છે.  તેમજ તેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસમાં લઘુમતીઓનું યોગદાન ખૂબ મોટું છે.

આ તકે જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર  એલ.બી.બાંભણીયા, જૂનાગઢ એસડીએમ. ભૂમિ કેશવાલા, જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પા ક્યાડા, જિલ્લાની વિવિધ શિક્ષણ સંસ્થાઓના પ્રિન્સિપાલ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી સમાજના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.