Abtak Media Google News

રાજયભરમાં શિતલહેરનો હાહાકાર: જૂનાગઢ ૬.૫ ડિગ્રી, અમરેલી ૧૦.૨ ડિગ્રી સાથે ઠીંગરાયા: રાજકોટમાં પારો ઉંચકાયો પણ ઠંડાગાર પવનના સુસવાટાના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ: ચાર દિવસ હજી ઠંડીનું જોર રહેશે

હાડ થીજાવતી ઠંડી સામે ગરમ વસ્ત્રો પણ બે અસર ઉત્તરભારતમાં તીવ્ર ઠંડી

ઉતર ભારત તરફથી ફુંકાતા ઠંડાગાર પવનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં તિવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જુનાગઢમાં ગીરનાર પર્વત પર આજે તાપમાનનો પારો દોઢ ડિગ્રી સુધી પહોંચી જતા જાણે પાણી બરફ બની ગયા હોય તેવી કાતિલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. કચ્છનું નલીયા પણ આજે ૬ ડિગ્રી સેલ્શીયસ સાથે ઠંડીમાં ધ્રુજી ઉઠયું હતું. રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો થોડો ઉંચકાયો હતો પરંતુ ૧૪ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફુંકાતા ઠંડાગાર પવનના કારણે લોકોમાં તિવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજયભરમાં આગામી ચાર દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજુ યથાવત રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

છેલ્લા ૨૦ દિવસથી રાજયભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગાત્રો થ્રીજાવતી ઠંડીમાં જનજીવન રીતસર ઠુંઠવાઈ ગયું છે. કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન આજે ૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૪૦ ટકા અને પવનની ઝડપ શાંત રહેવા પામી હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જુનાગઢનો ગીરનાર પર્વત જાણે હિમાલય બની ગયો હોય તેવી કાતિલ ઠંડી જોવા મળી હતી. ગીરનાર પર આજે લઘુતમ તાપમાનનો પારો ૧.૫ ડિગ્રી સુધી પહોંચી જતા યાત્રિકો કાતિલ ઠંડીમાં રીતસર ઠુંઠવાઈ ગયા હતા. જુનાગઢ શહેરનું લઘુતમ તાપમાન આજે ૬.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩ કિમી પ્રતિ કલાક રહેવા પામી છે.

ગઈકાલે જુનાગઢનું મહતમ તાપમાન ૧૦.૮ ડિગ્રી રહેવા પામ્યું હતું. લઘુતમ અને મહતમ તાપમાન વચ્ચે માત્ર ૪ ડિગ્રીનો તફાવત રહેતા સોરઠમાં દિવસભર કાતિલ ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.

અમરેલીમાં પણ આજે શિતલહેરનો કહેર જોવા મળ્યો હતો. લઘુતમ તાપમાન ૧૦.૫ ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૩ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬.૮ કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. ગઈકાલનું મહતમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. રાજકોટમાં આજે લઘુતમ તાપમાનનો પારો ચોકકસ ૨ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો પરંતુ ૧૪ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડાગાર પવનો ફુંકાવાના કારણે શહેરીજનો ઠંડીમાં રીતસર ઠુંઠવાઈ ગયા હતા. રાજયભરમાં કોલ્ડવેવની તીવ્ર મોજુ ફરી વળતા હવે ઠંડી સામે જાક ઝીલવામાં ગરમ વસ્ત્રો પણ બેઅસર સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉતર ભારતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે.

આ જોતા રાજયમાં હજી ચારેક દિવસ કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.