Abtak Media Google News

રીક્ષામાં મળી આવેલ રોકડ રકમ, કિંમતી સામાન મૂળ માલિક સુધી પહોંચાડ્યો

જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણે કાર્યવાહીથી એક શાકભાજીનો ધંધો કરતા વ્યક્તિને તેનો કિંમતી સામાન પરત મળ્યો હતો.

Advertisement

ગત શુક્રવારે શહેરમાં શાકભાજીનો ધંધો કરતા સાગરભાઇ જયેશભાઇ સોલંકી તેમના પરિવાર સાથે રાજકોટ જવા માટે રીક્ષામાં ગયેલ હોય, જે રીક્ષામાં થેલો ભૂલાઈ ગયેલ હતો. જેમા તેઓની સોનાની, ચાંદીની વસ્તુઓ, કપડા, મોબાઇલ, રોકડ રકમ સહિત અંદાજીત રૂ. ૨૦,૦૦૦ નો કીમતી સામાન હતો.

આ બાબતની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે થતાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પી.આઇ. આર.જી. ચોધરી  ડી સ્ટાફ, જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા  સાગરભાઇ જયેશભાઇ સોલંકી અને પરિવાર જે રીક્ષામાં આવેલ હતા, તે રીક્ષાનો નંબર મળી આવેલ હતો. અને રીક્ષાના નંબર આધારે રીક્ષા માલિક દિપકભાઇ અમૃતભાઇ તન્નાનુ નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ રીક્ષા માલિકને પોતાની રીક્ષામાં કોઇકનો થેલો હોવાનુ માલુમ પડ્યુ હતુ. જે પણ ફરીથી થેલો લઈને પરત આપવા માટે આવ્યો, પણ કોઈ મળી આવેલ ના હતું. રીક્ષા માલિકને પોલીસ દ્વારા શોધી, પોલીસ દ્વારા સાગરભાઇ જયેશભાઇ સોલંકીનો કીમતી સામાનનો થેલો સહી સલામત પરત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.