Abtak Media Google News
  • માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં  ખાખડીની આવક શરૂ
  • 300 થી 400 રૂપિયા સુધીનો ભાવ બોલાયો 

જુનાગઢ સમાચાર :  હાલમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં પણ ખાખડીની આવક શરૂ થઈ ગઈ છે સ્વાદ રસીકો ભાવની ચિંતા કર્યા વગર હાલમાં ખાખડીની ખરીદી કરી રહ્યા છે હાલમાં નાની સાઈઝની ખાખડી ની કિંમત એક કિલો ના ₹200 સુધી બોલાઈ રહ્યા છે જ્યારે મોટી અને ગુણવત્તા યુક્ત કેરી ની કિંમત 400 સુધી બોલાઈ રહી છે માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ખાખડીની આવક શરૂ થઈ છે જેમાં પણ એક ક્વિન્ટલ ખાખડીની આવક સામે એક મણનો ઊંચો ભાવ ₹ 6000 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 4000 રૂપિયા નોંધાયો હતો એટલે હાલમાં હજુ કેરીની આવક જેમ વધશે તેમ ભાવ નીચો થશે તેવું પણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.Img 20240223 Wa0088

આ વખતે કેરીની સીઝન મોડીScreenshot 10

કૃષિ યુનિવર્સિટીના વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર હાલમાં વાતાવરણની સાનુકૂળ પરિસ્થિતિ ન હોવાને લીધે કેસર કેરીની સીઝન મોડી છે તાપમાનમાં આવેલા અનિશ્ચિત ફેરફારોને લીધે આંબામાં ફાલ આવવાની પ્રક્રિયા સમયસર શરૂ થઈ નહોતી જેના લીધે હાલમાં અમુક આંબામાં ફાલ પણ આવ્યો નથી અને ગત વર્ષ કરતાં આ વર્ષે ઉગાવો ઓછો છે અને આંબામાં ક્યાંક રોગનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે.

આ વખતે ભાવ ઊંચો રહેવાની શક્યતા

વેપારીઓના જણાવ્યા અનુસાર હાલમાં કેસર કેરીની આવકતો નોંધાઈ રહી છે અને જેમ જેમ કેસર કેરીની આવક વધશે તેમ તેનો ભાવ નીચો જશે પરંતુ હાલ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે ભાવ ઊંચો રહેવાની સંભાવના છે એટલે કેસર કેરીનો સ્વાદ આ વખતે ખાટો રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

ચિરાગ રાજ્યગુરુ

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.