Abtak Media Google News

ફેશન શો, ડાન્સ, ફુડઝોન, ગેમઝોન, ટેટુઝોન, અને કાર્નિવલ બન્યાં આકર્ષણનું કેન્દ્ર

મોદી સ્કુલ ખાતે જંગલ સફારી કાર્યકમનું આયોજન હતો. જેમાં સમગ્ર શાળા પરિષદ ને જંગલ થીમથી ડેકોરેટ કરવામાં આવી હતી. ખાસ તો આ કાર્યક્રમનું આયોજન ર૭ અને ૨૮ આમ બે દિવસીય હતું. જેમાં નર્સરીથી ૮ માં ધોરણના સુધીના ૧ર૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

Vlcsnap 2019 01 29 10H29M54S39વધુમાં ૫૦૦૦ જેટલા વાલીઓએ પણ મુલાકાત લીધી હતી. સવિષેશ કાર્યક્રમને સફળ બનાવવા બહોળા પ્રમાણમાં વિઘાર્થીઓ અને શિક્ષકો સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.

Vlcsnap 2019 01 29 10H25M59S247 2ઇન્દ્રપ્રસ્ત નગરમાં આવેલ મોદી સ્કુલના પ્રિન્સીપાલ નીલેશ સેજલીયા એ જણાવ્યું કે બે દિવસ માટે જંગલ સફારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વૈવિઘ્યસભર રીતે બાળકો, વાલીઓ, શિક્ષકો મેનેજમેન્ટનો સમન્વયથી અલગ થીમ પર જંગલ સફારી કાર્યક્રમ યોજાયો હતો. બાળકો હાલ જંગલથી  પ્રાણીથી અજાણ થતા જાય છે. તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. બાળકોએ અલગ અલગ પ્રાણીના વેશ ધારણ કરી પરફોમન્સ આપ્યા હતો. બે દિવસમાં પ૦૦૦ થી વધારે વાલીઓ એ મુલાકાત લીધી હતી. ખાસ તો ૧ર૦૦ થી ૧પ૦૦ બાળકોએ સ્ટેજ પરર્ફોમન્સ આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ફેશન શો, ડાન્સ, ફુડ ઝોન, ગેમઝોન, ટેટુ ઝોન , વાલીઓ માટેની ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહીત પણ કરવામાં આવ્યા હતા. આ ઉ૫રાંત અડધા કિલોમીટરનો એક કાર્નિવલ પણ યોજાયો હતો. વધુમાં ઉમેર્યુ કે એક અઠવાડીયાથી પ્રોગ્રામ અંગેની તૈયારીઓ બાળકો દ્વારા કરવામાં આવી હતી.

Vlcsnap 2019 01 29 10H26M30S67વાલીઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે જંગલ સફારી પ્રોગ્રામમાં આવીને તેમને ખુબ જ આનંદ થયો. ખાસ તો બાળકો દ્વારા ટેટુ ઝોન, ડાન્સ, વાલીઓ માટેનો ગેમઝોન ઉભો કરીયો તે ખુબ જ સારુ છે વધુમાં ઉમેર્યુ છે કે અહીં વાલીઓ માટે ઘણી બધી પ્રવૃતિઓ કરાવાય છે. આ પ્રકારના પ્રોગ્રામથી બાળકોમાં વિકાસ થાય છે. તેઓને નવું નવું જાણવા મળે છે તેમની વ્યકિતગત નો વિકાસ થાય છે.

Vlcsnap 2019 01 29 10H28M34S255જંગલ સફારીમાં ભાગ લેનાર ભાખર યોગીએ જણાવ્યું કે તેવો ૭માં ધોરણમાં છે. તેવોએ ડાન્સમાં ભાગ લીધેલ હતો તેવો સિંહ બન્યા હતા તેવોએ અઠવાડીયા પહેલા તૈયારી કરી હતી તેવોએ ખુબ જ મજા આવી શાળાનું પરિષર જંગલ તરીકે શણગારવામાં આવ્યું હતું. જેના લીધે ખુબ જ મજા આવી હતી.Vlcsnap 2019 01 29 10H30M07S187સમગ્ર કાર્યક્રમાં કાર્યો ગ્રાહક ઋતીક સલાટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેવો છેલ્લા ત્રણ વર્ષથી બાળકોને ડાન્સ શિખડાવે છે. ખાસ તો અઠવાડીયામાં બાળકોએ ચાહ પૂર્વક ડાન્સ શીખ્યો હતો. બાળકોનો ઉત્સાહ ખુબ જ સારો હોવાથી પરફોમન્સ પણ ખુબ જ સારા થયા. તેવો દ્વારા ચાર ડાન્સ તૈયાર કરાવાયા હતા. બાળકોનો રીસયોન્સ ખુબ જ સારો રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.