Abtak Media Google News

હોસ્પિટલ તંત્રએ ૨૫ દિવસ અને પોલીસે ૪ દિવસ સુધી દુષ્કર્મની ઘટના છુપાવવા કર્યો હીન પ્રયાસ: બળાત્કારના ગુનામાં સસ્પેન્ડ કરાયેલા તબીબ બે દિવસના રિમાન્ડ પર

શહેરની સિવિલ હોસ્પિટલમાં માસ્ટર ઓફ સર્જરીના ડોકટરે જૂનીયર ઉપર હોસ્પિટલના વોર્ડમાં જ ૨૫ દિવસ પૂર્વે ગુજારાયેલા બળાત્કારનું પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર અને પોલીસે કામાંત તબીબની કામ લીલાને છાવરવા કરાયેલા હીન પ્રયાસના અંતે હવસખોર તબીબ સામે બળાત્કારનો ગુનો નોંધી બે દિવસના રિમાન્ડ પર લીધો છે.

મેડિકલ કોલેજમાં માસ્ટર ઓફ સર્જરીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ ૨૨ સપ્ટેમ્બરે મુળ યુપીના વતની અને સિવિલ હોસ્પિટલમાં માસ્ટર ઓફ સર્જરીના રેસીડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતા સચિનસિંઘ સંતોષકુમારસિંઘ સામે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે.

તબીબનો અભ્યાસ કરતી યુવતી ગત તા.૩૦ ઓગષ્ટે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ફરજ પર હતી ત્યારે તેના સીનીયર ડો.સચિનસિંઘ ત્યાં ધસી આવ્યા બાદ યુવતી પર બળાત્કાર ગુર્જાયાની ઘટના બની હતી તે સમયે જન્માષ્ટમીની રજાઓ હોવાથી આ અંગે યુવતીએ તા.૨ સપ્ટેમ્બરે સર્જરી વિભાગના વડાને દુષ્કર્મની ઘટના અંગે લેખીતમાં ફરિયાદ આપી હતી.

સિવિલ હોસ્પિટલના વોર્ડમાં જ તબીબનો અભ્યાસ કરતી યુવતી પર સીનીયર ડોકટર સચિનસિંઘે ગુજારેલા બળાત્કારની ઘટના અંગે તા.૩ સપ્ટેમ્બરે મેડિકલ કોલેજના એન્ટી હેરેસમેન્ટ કમીટીની બેઠક મળી હતી. ત્યારે ડો.સચિનસિંઘે યુવતી પર બળાત્કાર ગુર્જાયા અંગેની મૌખીક કબુલાત આપતા તેને તાકીદની અસરથી એક ટર્મ માટે સસ્પેન્ડ કરાયો હતો.

એન્ટી હેરેસમેન્ટ કમીટી મહિલા તબીબ અને તેના પિતાને પોલીસ ફરિયાદ કરવા સલાહ પણ આપવામાં આવી હોવાથી પિડિતાએ તા.૨૨ સપ્ટેમ્બરે સીનીયર ડોકટર સચિનસિંઘ સામે પ્રનગર પોલીસમાં બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવતા પીઆઈ બી.એમ.કાતરીયા સહિતના સ્ટાફે ડો.સચિનસિંઘની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

તા.૩૦ ઓગષ્ટે સિવિલ હોસ્પિટલના વોર્ડમાં જ જુનીયર મહિલા ડોકટર પર ગુજારાયેલા બળાત્કારની ઘટના અંગે ૨૫ દિવસ સુધી હોસ્પિટલ તંત્રએ મૌન સેવ્યુ સમગ્ર ઘટના છુપાવવા હીન પ્રયાસ કર્યા બાદ પોલીસ પણ ૨૨ સપ્ટેમ્બરે બળાત્કારના નોંધાયેલા ગુનાની વિગતો છુપાવવાના પ્રયાસ કરી કામાંત ડોકટરની કામલીલા છુપાવવાનો કરાયેલા પ્રયાસથી ચકચાર મચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.