Abtak Media Google News

તમે કાચિંડાને તો જોયો હશે જે રંગ બદલવામાં કુશળ હોય છે. પોતાના રક્ષણ માટે તે આજુબાજુની જગ્યા અનુસાર રંગ ધારણ કરે છે. આ છે એક સામાન્ય વાત પરંતુ જો એમ કહેવામાં આવે કે તમારા વાળ વાતાવરણ અને મુડ પ્રમાણે રંગ બદલે છે. તો તે માનવું થોડુ અઘરુ બને છે.

પરંતુ આ હકિકત છે કે એવો નવો હેર કલર શોધાયો છે. જેને વાળમાં લગાવવાથી વાળનો કલર વાતાવરણનાં તાપમાન પ્રમાણે કલર બદલવાની સાથે સાથે તમારા મુડ પ્રમાણે પણ રંગ બદલાય છે. એ ખાસ વાત છે કે આ દુનિયાની પહેલી એવી કલર ચેન્જીંગ હેર ડાય છે જે તાપમાનને અનુભવી તેના પ્રમાણે તમારા વાળનો રંગ બદલે છે. સુત્રો મુજબ, ધ અનસીન કંપનીના માલિક લોરેન બ્રોકરને આ અનોખી છે હેર ડાયનું નિર્માણ કર્યુ છે. જેની ખાસિયત પ્રમાણે તેનું નામકરણ ‘ફાયર’ કરવામાં આવ્યું છે.આ ડાયના કલર રેંજ લાલથી લઇ અનેક સુંદર રંગોમાં ઉપલબ્ધ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.