Abtak Media Google News

માનવ સેવા કરતી અનેક સદ્ધર સંસ્થા ઓ ની સેવા ની નોંધ લેવાતી હોઈ છે જ્યારે ગામડા માંથી આજીવિકા રળવા શહેર તરફ મીટ માંડી અહીં પેટિયું રળવા આવતી બહેનો પોતાના પરિવાર નું નિર્વાહ કરે છે સાથે સાથે આવડા મોટા રાજકોટ શહેર માં દૂર દૂર થી બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ થતા દર્દી ઓ નું કોણ??? એવું સમજી આ દર્દી નારાયણ ની માનવ સેવા છેલ્લા 4 વર્ષ થી ઓમ સખી મંડળ ની બહેનો વિના મૂલ્યે સેવા કરે છે

મહિલાઓએ પેટ માટે રાજકોટને વતન બનાવ્યું પણ ગામડાની સખાવત સેવાના સંસ્કારો પણ દીપાવ્યા

રાજકોટ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે આવેલ ઓમ સખી મંડળ સંચાલિત સખી કેન્ટીન ની બહેનો ગોંડલ તાલુકા માંથી આવી ને યોજના હેઠળ કલેકટર ઓફિસ કમપાઉન્ડ માં ચા પાણી નાસ્તા ભોજન વગેરે વસ્તુ ઓ નું વેચાણ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે આ કેન્ટીન ચલાવતા ત્રણ બહેનો માં *એક બહેન મુક બધીર છે છતાં એ બહેન થેપલા અને ભાખરી ખૂબ સારી બનાવી વિદ્યાર્થીઓ ને હોંશે હોંશે જમાડે છે.

આ બહેનો દ્વારા જે કોઈ જાત ની પ્રસિદ્ધિ કે પ્રચાર વગર હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ફ્રી સેવા આપે છે જેમાં દર્દીઓને ગરમ ઉકાળેલું પાણી ગરમ દૂધ કરી આપે છે  ફ્રૂટ માંથી જ્યુસ બનાવી આપે છે ઓપરેશન વાળા દર્દી ઓ માટે મગ નું ઓસામણ બાફેલા મગ કેન્શલ કે ઓપરેશન વાળા દર્દી ઓ ને નળી વાટે આપવામાં આવતા પ્રવાહી ઓ વગેરે સેવા આ બહેનો ફ્રી માં કોઈ પર રકમ લીધા વગર  સેવા આપે છે.

સંચાલક કાજલ બેન ગાગડીયા એ જણાવેલ કે વર્ષો પહેલા અમો પણ મારા સસરા ને સિવિલ હોસ્પિટલમાં લઈ ને આવેલ તેવો ગરમ ઉકાળેલું પાણી ને ગરમ દૂધ કરવા માટે અમો દૂર દૂર સુધી ગયા કોઈ એ ગરમ દૂધ કે ગરમ પાણી ન કરી દીધું ત્યાર થી દર્દી ઓ ની હેરાનગતિ અમો જાણતા તા કે લોકો પાસે કદાચ રૂપિયા હશે દૂધ હોઈ કે ફ્રૂટ હોઈ પણ સૌરાષ્ટ્ર ના દૂર દૂર થી આવેલ વ્યક્તિ ને ગરમ દૂધ કે મગ નું ઓસામણ કે બાફેલા મગ રૂપિયા દેતા પણ આવડા મોટા શહેર માં કોઈ કરી નથી આપતું કોઈ ને સમય પણ નથી તો અમો કેન્ટીન ચલાવી છીએ તો આ દર્દીઓ ની સેવા નો મોકો અમે પણ લઈ એ જથી અમો બહેનો એ નક્કી કર્યું ને આ સેવા અવિરત ચાર વર્ષ થી અમો ચલાવીએ છીએ

બીજા સંચાલક વર્ષા બેન એ જણાવેલ કે અમો ને આ દર્દી ઓ ની સેવા થી ખુશી મળે છે રોજ દશ થી પંદર દર્દી ઓ ના પરિવાર અમારે ત્યાં આવે છે અમને આ સેવા મળવા નો મોકો મળ્યો કહેવાય કે મરણ પથારીએ હોઈ ને નળી માં પ્રવાહી લેતો દર્દી અમારું પ્રવાહી લ્યે એ સેવા કરવા નો એક મોકો જ છે બાકી તો મને આ વાત જાણવા મળી કે ડાયા બિટીશ ને કેન્શલ ના દર્દી ઓ ને તેમની પસંદગી નો ખોરાક કે પ્રવાહી લેવા ની ઈચ્છા થતી હોય તો એ અમે તેની ઈચ્છા સંતોસી એનો આનંદ છે અમે તો ઇચ્છીએ છીએ કે વધુ ને વધુ લોકો આ સેવા નો લાભ લ્યે અમારી બહેનો નું આ મંડળ આ સંસ્થા બોવ કોઈ સદ્ધર સંસ્થા નથી પણ અમો ત્રણ બહેનો આ કેન્ટીન નું સંચાલન કરીયે છીએ તો એમાં સાથે સાથે નફામાં આ સેવા થાય છે

રજા ના દિવસોમાં પણ માનવતાની રૂએ દર્દીઓને સેવા કરે છે

જન્માષ્ટમી ની રજા માં જ્યારે કેન્ટીન બન્ધ રહેતી ત્યારે પણ દર્દો ઓ ને હેરાનગતિ ન રહે ત્યારે પણ મંડળ ના એક બહેન જે રાજકોટ માંજ વસવાટ કરતા બહેન ના પતિ રોજ એક કલાક કેન્ટીન આવી ને આવા દર્દી ઓ મગ ઓસામણ ગરમ દૂધ ગરમ પાણી કરી જતા ને દર્દીઓના પરિવાર નો હાશકારો મળતો *આ સેવા ઉપરાંત મોબાઈલ ચારજિંગ કરી દેવો ગ્લાસ ડિશ વાટકો ચમચી જેવા જીવન જરીરી વસ્તુ ઓ દર્દી ના પરિવાર જે ઘરે થી લાવતા ભૂલી ગયા હોય તેને આ સેવા પણ આપવા માં આવે છે

ત્રણ બહેનો માં એક મુક બધીર એટલે કે તે બહેન બોલી કે સાંભળી નથી શકતા છતાં ઈસારા થી બધું સમજી જાય છે આ બેહેન ની રસોઈ ખૂબ સારી બને છે આ બહેન ના હાથ ના થેપલા ખાવા લોકો દૂર દૂર થી આવે છે

આ રીત ની સેવા જે ખૂબ પ્રસસનીય છે માનવ સેવા ઘણા સંસ્થા કરે છે પણ દર્દી ની ખૂબ જરૂરિયાત મુજબ ની આ સેવા છે કદાચ દૂધ હોઈ કે કઠોળ હોઈ પણ એ કઠોળ ને બાફી કોણ આપે કે દૂધ ગરમ કે પાણી ગરમ કોણ કરે આવડા મોટા શહેર માં અમારા જેવા બહાર ગામ થી આવતા લોકો મારે આશીર્વાદ રૂપ સેવા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.