Abtak Media Google News

કચ્છના જખૌ બંદર પરથી પાકિસ્તાની બોટમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપીને પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં જે ડ્રગ્સ ઝડપાયું છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 1 હજાર કરોડ થવા જઇ રહી છે. પાકિસ્તાની બોટમાંથી 194 પેકેટ ડ્રગ્સ ઝડપાયું છે.

Advertisement

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ 109 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી ભારત આવી રહ્યું હતું. ત્યારે ઈન્ડિયન નેવીએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી કરતા ડ્રગ્સ ઉપરાંત બોટ સાથે 13 પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરી છે. અરબી સમુદ્રમાં ભારતના કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન કરતા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે.

ઈન્ડિયન નેવીએ જે પાકિસ્તાની બોટ ઝડપી છે, તે પાકિસ્તાનમાં નોંધણી થયેલી છે. આ ઘટનામાં ધરપકડ કરવામાં આવેલા 13 લોકોની નાગરિકતા અંગેની હાલ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં તમામ પાકિસ્તાની નાગરિકો હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવીને ગુજરાતમાં કોને આપવાનું હતું તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.