Abtak Media Google News

વિઘાર્થીઓ અને સમાજના હિતમાં નિર્ણય લેવા માગ: ટ્રસ્ટી મંડળે આરોપો નકાર્યા

રાજકોટ શહેરમાં શ્રી વલ્લભ ક્ધયા કેળવણી મંડળ સંચાલીત શ્રી કડવીબાઇ વીરાણી ક્ધયા વિઘાલયના ટ્રસ્ટીઓ દ્વારા ખોટા નિર્ણયો કરી વિઘાર્થીહીત અને સમગ્ર સમાજને અન્યાય કરેલ છે. જેના વિરોધકમાં શાળાના આચાર્ય સોનલબેન શાહને રજા ઉપર ઉતરી અને નારાજગી સાથે રાજીનામુ આપે એવા સંજોગો ઉત્પન્ન કરેલ છે.

સામાન્ય રીતે શાળામાં શિક્ષકો વચ્ચે સમન્વય હોવો જોઇએ જે શાળાના આચાર્ય સોનલબેન શાહ ખુબ કુશળતા પૂર્વક કરેલ છે. એટલું જ નહીં પરંતુ દીકરીઓનો સર્વાગી વિકાસ કરે છે. તે વાલી, વિઘાર્થીમાં ખુબ જ લોકપ્રિય છે ત્યારે ટ્રસ્ટીઓના ખોટા નિર્ણયને લીધે રાજીનામું આપી રહ્યા છે ત્યારે આ પત્ર થકી આપના સુધી વાત પહોંચાડવી જરુરી બની છે.

સારા શિક્ષણકાર, કેળવણીકાર અને ઉમદા વ્યકિતત્વના લોકો જયારે નવી પેઢીમાં સરસ ચરિત્ર ઘડતરમાં ખુબ કાર કરવાનો ઉત્સાહ રાખે ત્યારે તેનો વિરોધ થાય એ વાતથી આશ્ર્ચર્ય અને દુ:ખ અનુભવાય છે.

Dsc 1745શ્રી કડવીબાઇ શાળાના વારસાને જાળવતા જાળવતા દીકરીઓને ૨૧મી સદીમાં બધા ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને પહોચાડી રહ્યા છે. આપણે બધા સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે સોનલબેનના પ્રયત્નોથી જ સંસ્થા વિવિધ ક્ષેત્રમાં ઉડાન ભરી છે. આવી ને આવી પ્રગતિશીલ ઉડાન શાળા ભરતી રહે અને એ માટે સોનલબેન, હેમલત્તાબેન, હીરાબેન જેવા કર્મનિષ્ઠ લોકો કાર્યરત રહે, ટ્રસ્ટીઓ પોતાના અંગત રાગ દ્રેષ ભૂલી સમાજ માટે દીકરીઓ માટે પ્રોત્સાહન મળીરહે એવા નિર્ણયો લે તે જરુરી છે. આ માટે માગ કરવામાં આવી છે કે  હાલ ધો. ૯ અને ૧૧ માં પ્રવેશ માટે ધસારો હોવાથી નવા વર્ગ વધારવાની મંજુરી, જેવા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચલાવવા મંજુરી આપવી. યોગ, વિઘા, પ્રાણીક હિલીંગ જેવી સારી પ્રવૃત્તિથી દીકરીઓમાં ચારિત્ર-ઘડતર કરવું, શાળામાં ડીએલએએસએસ દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવું અને વધારે વિઘાર્થીને પ્રવેશ આપવો, શાળા કેમ્પસને ૨૧મી સદીને અનુરુપ આધુનીક બનાવવું જે માટે સ્વતંત્ર રીતે કામ કરવાની છુટ આપવી, ૨૧મી સદીની જરુરીયાત મુજબ ક્ધઝયુમેલા, બ્લડ ડોનેશન કેમ્પ, કારકીર્દી માર્ગદર્શન, સેમીનાર, જેવા કાર્યક્રમો દ્વારા બાળકોને જરુરી સામાજીક શિક્ષણ પુરુ પાડવા આવા કાર્યક્રમો મંજુરી આપવી.

આ મુદ્દાઓ માટે નિષ્પક્ષકતા પૂર્વકનો ન્યાય સમગ્ર વિઘાર્થી અને સમાજના હિતમાં લેવાય અને અંગત રાગ દ્રેશને વચ્ચે લાવ્યા વીના ચિંતન  અન મનન કરી નિર્ણય લેવાય જેમાં સોનલબેન, હેમલત્તાબેન, હીરાબેન, જેવા નિસ્વાર્થ લોકોને કામ કરવાનું પ્રોત્સાહન મળી રહેએવું વાતાવરણ બને અને સમગ્ર સમાજમાં શાળા ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ એક ઉદાહરણ રુપ બને, નવીપેઢીને માર્ગદર્શન આપે એવા ઉત્તમ વિચારો ધરાવતા ઉદાર મનવાળા વ્યવહારુ અને કુશળ તજજ્ઞ ટ્રસ્ટીઓને ત્વરીત આ અંગેનો ઉકેલ કરવા રજુઆત કરવામાં આવી છે.

બીજી તરફ વલ્લભ ક્ધયા કેળવણી મંડળ દ્વારા કહેવાયું છે કે આ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની મીટીંગ તા. ૧૯-૩ ના રોજ હતી જેમાં કોઇપણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિને અડચણરુપ થાય તેવો એકપણ નિર્ણય લેવામાં આવેલ નથી. ધો. ૯-૧૧ ના વર્ગો વધારવાની માંગણી ઇન્ફાસ્ટ્રકચરના અભાવના કારણે હાલ પુરતી મુલત્વી રાખેલ છે. પ્રાણીક હિલીંગની પ્રવૃત્તિ શિક્ષણ સાથે સુસંગત ન હોવાથી બંધ કરવાનો નિર્ણય કરેલ છે. ગ્રાન્ટેડ સ્કુલ બંધ કરવા અંગે ટ્રસ્ટી મંડળે કાયરેય વિચાર પણ કર્યો નથી. નાણાકીય શિસ્ત અને નિયમન તેમજ પારદર્શકતા માટે બંધારણ મુજબ મંત્રીશ્રીની જવાબદારી હોઇને તેઓના હસ્તક તમામ નાણાકીય વ્યવહારો થાય તેવા હેતુસરના નિર્ણય લેવામાં આવેલ છે. વહીવટી ક્ષમતા તેમજ વહીવટી પારદર્શકતા વધે તે માટે એડમીનીસ્ટ્રેટરની નિમણુંક કરવાનું વિચારેલ છે.

ટ્રસ્ટી મંડળે આચાર્યાશ્રી સોનલબેનની હાલકપટી કરવા કે રજા ઉપર ઉતારવા કે તેમની સેવાઓમાં વિક્ષેપ પડેતેવો વિચાર પણ કરેલ નથી. તેઓએ સ્વેચ્છાઅ ેત્રણ માસની રજા પર જવાની જાણ નિયામકશ્રીને ઇ-મેઇલ થી કરેલ હોવાનું જાણવા મળેલ છે. છતાં પણ આ બાબતે જુદા જ સ્વરુપ દૈનિકપત્રોમાં રજુઆત કરવામાં આવેલ છે.

 વિઘાર્થીનીઓને હોસ્ટેલમાં પુરી દેવામાં આવી હોવાનો વાલીઓનો

શાળાના કર્મચારીઓએ આવો કોઇ બનાવ ન બન્યો હોવાનું કહ્યું આ વિશે વાલીશ્રીઓએ આક્ષેપ કર્યો હતો કે કે જે વિવાદ છે એનો ઉકેલ લાવવા માટે તેઓએ ઘણા પ્રયત્નો કરેલા છે પરંતુ ઉકેલ ન આવતા તેઓએ આ ધરણાંનું આયોજન કરેલ છે. વિવાદ વિશે પુછતાં તેઓએ જણાવ્યું હતું કે ટ્રસ્ટીઓએ શાળાને ખાનગીકરણ કરવાની વાત મુકી હતી જે પ્રિન્સીપલને ગળે ન ઉતરતા તેઓ વચ્ચે વિવાદ થયો હતો. વાલીઓનું એ પણ કહેવું છે કે જયારે ટ્રસ્ટીઓને ધરણા વિશે જાણ થતાં તેઓએ વિઘાર્થીનીઓને પાછળના દરવાજે ઘરે રવાના કરી દીધેલ છે અને હોસ્ટેલમાં રહેતી વિઘાર્થીનીઓને હોસ્ટેલમાં રાખી તાળા મારી દેવામાં આવ્યો છે. જેથી તેઓ બહાર આવી વાલીઓ દ્વારા કરવામાં આવેલ ધરણાનું સમર્થન ન કરી શકે.આ બાબતે શાળાના કર્મચારીને પુછતાં તેઓએ બધી વાતોને અવા ગણાવી છે અને બધીવાતોને નકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.