Abtak Media Google News

રાજકોટ મોરબી રોડ ઉપર ખોડીયાર ધામ આશ્રમ ખાતે પૂર્ણ પુરૂષોતમ માસ દરમ્યાન યોજાયેલ શ્રી રામ વિષ્ણુયજ્ઞની પૂર્ણાહુતિ નિમિતે આવતીકાલે ભવ્ય સંતવાણી તથા ખોડીયાધામ આશ્રમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ હરેશભાઈ લાખાણી તા.૨૦ના રોજ આ ફા ની દુનિયા છોડીને ભગવાન ના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની ભાવાંજલી રૂપે પુષ્પાંજલી કાર્યક્રમ તથાભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે.જેમાં સંતવાણીમાં ગુજરાતમાં નામના પ્રાપ્ત કલાકારો સર્વ હરેશદાન ગઢવી, અલ્પા પટેલ, દિવ્યેશ જેઠવા અને જયદીપ સોની પોતાની કલા પાથરશે. આ રામ વિષ્ણુ યજ્ઞ દરમ્યાન રાજકોટ મોરબી હાઈવે ઉપર બોડીથી મિતાણા સુધી એક પણ અકસ્માત થયા નથી તેમજ પૂર્ણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર અકસ્માતમાં મૃત્યુ પામેલા જીવાત્માઓનું સામુહિક તર્પણ કાર્ય તાજેતરમાં કરવામાં આવ્યું હતુ.

યજ્ઞની પૂર્ણાહુતિ નિમિતે યોજાયેલા ભોજન પ્રસાદમાં આજુબાજુનાં કાગદડી, છતર, મિતાણા, વાછકપર, વિરવાર, બેડી, હડાળા, કોઠારીયા, આણંદપર, જાળીયા, કોટડા, આ બાર ગામ ધુંમાડાબંધ પ્રસાદ લેશે આશરે ૧૫ થી ૨૦ હજાર લોકો પ્રસાદ લેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કાયમી દાતા, ટ્રસ્ટી ગણ, તથા સેવકોની એક મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વ પ્રમુખ પૂ. શ્રીશ્રી ૧૦૮ જયરામદાસબાપુ, રામજીભાઈ લીંબાસીયા, સુરેશભાઈ લાખાણી, રક્ષીતભાઈ કલોલા, શૈલેશભાઈ લુણાગરીયા, પરેશભાઈ હરસોડા, જીતેન્દ્રસિંહ જાડેજા, અલ્પેશસિંહ સોલંકી તથા કાયમી દાતાઓ રણજીતસિંહ જાડેજા ઘનશ્યામભાઈ ભુત, જીતુભાઈ લીંબાસીયા, ધમભઈ પઢેરીયા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગની સફળતા માટે આશ્રમની બાજુમાં આવેલ ૧૦ એકર જગ્યામાં લોકડાયરા તથા પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આયોજન સમિતિના પ્રમુખ જગદીશભાઈ વેકરીયા દ્વારા છેલ્લા દશ દિવસની તન તોડ મહેનત કરી મંડપ અને લાઈટીંગ વ્યવસ્થા ઉભી કરી વ્યવસ્થા કરવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.