Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર પાલખીયાત્રા, ધર્મસભા, ધર્મયાત્રા સહિતના ભરચક ધાર્મિક કાર્યક્રમો

વિર પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત વિવિધ જૈન સંઘો દ્વારા છેલ્લા એક મહિનાથી સેવાકીય પ્રવૃતિઓ ધમધમી રહી છે ત્યારે આવતીકાલે મહાવીર જન્મ કલ્યાણક દિનની સૌરાષ્ટ્રભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ઠેર-ઠેર પાલખીયાત્રા, ધર્મસભા, ધર્મયાત્રા સહિતના ભરચક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાવીર જયંતીને લઈને જૈન સમુદાયમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આવતીકાલે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિન નિમિતે સૌરાષ્ટ્રભરમાં વિવિધ સંઘો દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ શહેરોમાં ભાવભેર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે. પૂજય મહારાજ સાહેબો તેમજ સાધ્વીજીઓની પાવન નિશ્રામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.

સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા કાલે વહેલી સવારે પૂજય સુશાંતમુનિ મ.સા.ના સાનિધ્યમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પણ ઉપસ્થિતિ રહેશે. ‘આવો રે મહાવીર નામ લઇએ ભકિત સંઘ્યાનું સાંજે અબતક પર જીવંત પ્રસારણ

અબતક ચેનલ તેમજ ડિજિટલ પ્લેટફોર્મ યુટયુબ, ફેસબુક ઉપર ભકિત સંઘ્યા ઘેર બેઠા નિહાળી શકાશે

વિર પ્રમુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ ઉપલક્ષે જૈન વિઝન દ્વારા આજે સાંજે ૮ કલાકે વિશાળ મહાવીર પટાંગણ કવિ રમેશ પારેખ રેકકોર્ષ ગ્રાઉન્ડ ખાતે, ફન વર્લ્ડની બાજુમાં આવો રે આવો મહાવીર નામ લઇએ ભકિત સંઘ્યા યોજાશે. આ કાર્યક્રમનું ‘અતબક’ચેનલ તેમજ ‘અબતક’ના ડિજીટલ પ્લેટફોર્મ યુટયુબ, ફેસબુક પર લાઇવ પ્રસારણ કરાશે જેથી દર્શકો ઘેર બેઠા કાર્યક્રમને માણી શકશે.

ભગવાન મહાવીર જન્મ કલ્યાણક અવસરે આજે સાંજે જૈન વિઝન દ્વારા આવો મહાવીર નામ લઇએ ભકિત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકાર મનહર ઉઘાસ, મીરાંદે શાહ, અંકિત ત્રિવેદી ભાવિકોને ભકિતરસથી તરબોળ કરશે. આ ભકિત સંઘ્યામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણ ઉ૫સ્થિતિ રહેશે.

સમગ્ર કાર્યક્રમનું સાંજે ૮ કલાકે ‘અબતક’ ચેનલ ‘અબતક’ના ડીજીટલ પ્લેટફોર્મે યુટયુબ અને ફેસબુક પેજ ઉપર લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવશે. સ્થળ તેમજ સમયની સમસ્યાને કારણે ભકિત સંઘ્યાનો કાર્યક્રમ ન માણી શકનાર ભાવિકો આ ભકિત સંઘ્યાને ‘અબતક’ના માઘ્યમથી ઘેર બેઠા નિહાળી શકશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.