Abtak Media Google News

દાદાની જગ્યાએ  આવી પૂજાપાઠ કરી પ્રસાદ લઈ અનુભવે છે ધન્યતા

રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના દહિસરડા ગામથી બે કિલોમીટર દુર આજી નદીના કાંઠે સ્વયંભુ  પાટવારા હનુમાનજી દાદા બિરાજમાન છે આ પૌરાણિક મંદિર એક યાત્રાધામ તરીકે પણ પ્રખ્યાત છે . પરિસરમાં મંદિર, યજ્ઞ / હવન માટેની જગ્યા ઉપરાંત રસોઈ ઘર અને ભાવિકો માટે ભોજન પ્રસાદની અલાયદી જગ્યા તેમજ વિશ્રામ માટે રૂમની વ્યવસ્થા છે . મંદિરમાં બાલાજી જમીનની અંદર છ ફુટ નીચે બીરાજેલા છે . મંદિરની વિશાળ જગ્યા ઘટાટોપ ઝાડથી પથરાયેલી છે , અને તદન નયનરમ્ય કુદરતી સૌદર્યથી ભરપુર છે.

આશરે 400 વર્ષ પૂર્વે આજી નદીના કાંઠે તલબાવળના ઝાડની વેરાન જગ્યામાં લીમડાના ઝાડ નીચે સ્વયંભુ  હનુમાનજી દાદા પ્રગટ થયા હતા. નદીના કાંઠે મોટો ધરો હતો અને પથ્થરોની મોટી પાટ હતી , ગામના લોકોને ઝાડ નીચેની એક પાટમાં હનુમાનદાદાની હાજરી હોય તેવો કંઈકે ચમત્કાર દેખાયો અને તેથી તે સમયે તે લોકોએ જગ્યાનું નામ  પાટવાળા હનુમાનજી દાદા રાખે હતું . જયારે દાદા પ્રગટ થયા તે સમયે મોરબી સ્ટેટનું છેલ્લું સરહદનું (હાલનું દહિંસરડા) ગામ કનકી નગરી તરીકે ઓળખાતુ હતુ .

હાલમાં આ જગ્યા દહિંસરડા , ઉકરડા અને ખાખરાબેલા ગામ ના મદયસ્થ સીમાડે આવેલ છે. હનુમાનજી દાદા જયારે પ્રગટ થયા ત્યારે મર્તિ એકદમ તેજસ્વી અને ચમત્કારિક હતી જે , આજે પણ યથાવત છે . અહિંના લોકો તેઓની મનેકામના સિધ્ધી માટે માનતા આસ્થા , પૂજા / પાઠ , રુદ્રીની ટેક રાખતા અને દાદા દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરતાં . હાલમાં પણ લગભગ દર શનિ અને મંગળવારે આ પવિત્ર જગ્યાએ શ્રધ્ધા અને આસ્થા ધરાવતા અસંખ્ય ભાવિકો જેમણે માનતા રાખી હોય , તેઓ મનોકામના પૂર્ણ થયે દાદાની જગ્યાએ આવી પૂજા પાઠ કરી પ્રસાદ ધરી બ્રહમભોજન , અતિથી ભોજન કરાવી પછી તેઓ પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે.

હનુમાનજી દાદાના પ્રાગટય સમય પછી એક ચમત્કાર થયેલો . આ જગ્યા એક વેરાન સ્થળે હતી , તલબાવળના ઝાડથી ઉભરાયેલી હતી , તેથી ઓ ટાળા ગામના દેસાઈ કુટુંબના અમુક લોકોએ વિચાર્યુ કે દાદાને તેમના ગામની નજીક લાવી સ્થાપના કરી એક ભવ્ય મંદિર બનાવીએ . તે લોકો દાદા ને લેવા માટે બળદગાડામાં ગયા . મુર્તિ ઉપાડવાનું ખોદકામ આદર્યુ . મહામુસીબતે આ લોકોએ મૂર્તિ ઉપાડી બળદ ગાડામાં મુકી અને ચાલતા થયા , પણ થોડે દૂર જતા ગાડાનો ધરો ભાંગી ગયો , સાથે મૂર્તિ પણ અદશ્ય થઈ ગઈ .

તેઓપાછા દાદાની મૂળ પ્રાગટય જગ્યાએ આવ્યા અને જોયું તો મુર્તિ પહેલાની જેમ જ ત્યાં બિરાજમાન હતી . લોકોએ મૂર્તિને ઉપાડવા ફરીથી ખોદકામ શરૂ કર્યુ પણ આ મૂર્તિ જમીનમાં અંદર ઉતરતી ગઈ , અને અમુક લોકો એકાએક આંધળા થઈ ગયા , જે એક ચમત્કાર હતો , સમજુ લોકોએ વિચાર્યું કે દાદાને અહિંથી બીજે કયાંય જવું મંજુર નથી . માટે તે લોકોએ માફી માગી પ્રાર્થના કરી કે અમે મુર્તિ લીધા વિના પાછા ફરીએ છીએ અમારા લોકોને ફરી દેખતા કરી આપો . દાદાએ કૃપા કરી અને બધા લોકો સકુશળ તેમનાગામ પાછા ફર્યા. સમયાન્તરે દહિસરડા ગામના બ્રાહમણ મહારાજથી ગૌરીશંકર અંબારામ રાવલને સ્વપ્નામાં દાદા આવ્યા અને આદેશ કર્યા કે મંદિરની સ્થાપના કરી નિયમિત સેવા પૂજા કરવી . મહારાજશ્રીએ મોરબી સ્ટેટની મંજૂરી મેળવી મંદિરની રચના કરી .

ફરતે મોટા સુંદર ઝાડ રોપ્યા , તેમજ પ્રસાદ બના વવા રસોઈ ઘર અને વિશ્રામ રૂમ બનાવ્યા પાણી માટે એક વાવ ખોદાવી . આજે પણ આ વાવ છે અને જેમાં દુષ્કાળ જેવા સમયે કપારેય પણ પાણી ખુટતું નથી . રાવલ મહારાજે જંગલમાં મંગલ બનાવી  પાટવાળા હનુમાનજી દાદાની જગ્યાને જાત્રાનું ધામ બનાવ્યું . ગૌરી અંદર કલાની કૃપાથી મંદિરે આવતા કોઈપણ દુખિયા લોકોના દુ:ખ / દર્દ દુર કરતા અને લોકોને હસતા હસતા ઘરે મોકલતા . ગૌરી અદા જયોતિષનું પણ જ્ઞાન ધરાવતા , સચોટ આગાહી તેમજ કોઈપણ પત્નનો સચોટ નિરાકરણ લોકોને મળી રહેતુ , જે આ જગ્યાનો પ્રભાવ હતો . ગૌરી અદાને હનુમાનજ દાદાએ પરચો આપી સાક્ષાત વાતચીતકરી આદેશ પણ આપેલ હતા . મોવૈયા ગામના પટેલ લાલજી માવજી પાટવારા દાદાના ભુવા – નિમાયા હતા . ઓટાળાના દેસાઈ કુટુંબના વેલાબાપા અને હર્ષદપુરના પટોરિયા કુટુંબના રૂડા બાપા પણ દાદાની કૃપાથી અનેક લોકોના દુ:ખદર્દ દૂર કરતા . પાટ વારા દાદાએ ઘણા પરચા પૂર્યા છે ,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.