Abtak Media Google News

દુબઇના આયુવેદિક ક્નસલ્ટન્ટ ડો. વ્યાપ્તિ જોશી માર્ગદર્શન આપશે

જૈન વિઝન રાજકોટ દ્વારા આયોજીત આયુર્વેદ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દુબઇના આયુર્વેદિક ક્ધસલ્ટન્ટ ડો. વ્યાપ્તિ જોશીના સહયોગથી કાલે સાંજે ૫ વાગે જૈન વિઝન ના ફેસબુક પેજ પર લાઈવ  વેબિનારનું આયોજન કરાયું છે.

આજના આ કોરોના મહામારીના સાંપ્રત સમયમાં શારીરિક, માનસિક અને આર્થિક સંકડામણ અને રોગપ્રતિકારક શક્તિ નો વધારો આયુર્વેદિક પદ્ધતિ દ્વારા કેવીરીતે વધારી શકાય તેના માટે જૈન વિઝન ના ફેસબુક પેજ અને યુ ટયુબ ચેનલ પર વેબિનારના માધ્યમથી લોકોને માહિતી મળશે.

જેમાં મૂળ ગુજરાતી અને હાલ દુબઇના આયુર્વેદિક ક્ધસલ્ટન્ટ – ડો વ્યાપ્તિ જોશી ના માર્ગદર્શન હેઠળ આયોજન થયું છે જેમાં  આયુર્વેદ દ્વારા કેવીરીતે દરેક વ્યક્તિ સ્વસ્થ રહી શકે, પોતાની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરી શકે અને દરેક ઋતુ માં પોતાની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવી શકે એના પર ડો વ્યાપ્તિ જોશી વેબિનાર માં માર્ગદર્શન આપશે સાથે તમને ઉદ્ભવતા તમામ પ્રશ્નો ના ઉત્તર પણ તેઓ વેબિનાર ને અંતે આપશે.જૈન વિઝન ના ઓફિશ્યિલ ફેસબુક પેજ પરથી લાઈવ નિહાળી શકશો અને નીચે આપેલી લિંક તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર ને શેર પણ કરી શકો છો. આ અંગે ડો પ્રાપ્તિ જોશી જણાવે છે કે મૂળ ગુજરાતી અને હાલ દુબઇમાં આયુર્વેદિક ડોક્ટર, એનએલપી ટ્રેનર અને યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત છુ, આયુર્વેદને મારા જીવનમાં સમાવ્યું છે અને મેં પોતે એટલા વર્ષોમાં ક્યારેય શરદી, ખાંસી કે નાની નાની બીમારી માટે મેડિસિન નથી લીધી કેમ કે આયુર્વેદ લાઈફ સ્ટાઇલના લીધે મારી અને મારા પરિવારની ઈમ્યૂનિટી ખુબજ સારી છે.

આમ તો મારી સ્પેશિયાલિટી હેર રિલેટેડ પ્રોબ્લેમ અને ઓબેસિટીમાં છે પરંતુ કોવિદ માં ઘણા લોકોને આયુર્વેદિક લાઈફ સ્ટાઇલ અપનાવવાથી ઈમ્યૂનિટી અમે વધારી છે અને ઘણા બધા દર્દી ને આયુર્વેદ દ્વારા ઇમ્યુન સિસ્ટમ વધારો કરવા મદદ પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.