Abtak Media Google News

કલસ્ટર સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર, પરસોત્તમભાઈ રૂપાલા, ભીખુભાઈ દલસાણીયા, મનસુખભાઈ માંડવીયા માર્ગદર્શન આપશે

કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ લોકસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં લોકસભાના કલસ્ટર પ્રમાણે ગુજરાતના તમામ જીલ્લાઓમાં સંમેલનોના આયોજનોના ભાગરૂપે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભાનું સરસ્વતિ વિદ્યાલય,ભુતવડ પાટિયા પાસે, જેતપુર રોડ, ધોરાજી ખાતે તા.૧૫ ફેબ્રુઆરી,શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડિ.કે.સખીયા તેમજ મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં જણાવે છે.

આ કલસ્ટર સંમેલન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષસ્થાને તેમજ આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અથ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ પ્રદેશ મહામંત્રી મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત પ્રદેશ ભાજપા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો જીતવા અંગેની રણનીતિ ઘડવા અંગેનું માર્ગદર્શન આપશે.ઉપરોક્ત કલસ્ટર સંમેલનમાં લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ- સહ-ઇન્ચાર્જ, સંપૂર્ણ લોકસભાસીટની જવાબદારી નિભાવતા લોકસભાસીટના વિસ્તારક, બૃહદ સંકલન સમિતિના સભ્યઓ, મંડલની ઉપરના તમામ પદાધિકારીઓ અને પ્રદેશ કારોબારી સભ્યઓ, મંડલના પદાધિકારીઓ, મંડલમાં ચૂંટણી લડેલા ઉમેદવારઓ (જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા), પ્રદેશ અને જીલ્લાના મોરચાના પદાધિકારીઓ, મંડલના મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારી, મંડલમાં રહેતા લોકસભા તેમજ વિધાનસભા ચુંટણીના આઈ.ટી.સોશિયલ મિડિયા, લીગલ અને લાભાર્થી યોજનાના સંકલનકર્તા/ઇન્ચાર્જ, બોર્ડ-નિગમના પૂર્વ ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેક્ટરો, પૂર્વ સંસદસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જી.પં., તા.પં. અને ન.પા.ના પૂર્વ પ્રમુખો, તાલુકા-જીલ્લા સહકારી ક્ષેત્રના ચેરમેન-વાઈસ ચેરમેન, કલસ્ટર સંમેલન જે સ્થળે યોજાવાનું છે તે સ્થાનિક જીલ્લાના તમામ બુથ પ્રમુખ અને મંત્રી સહીતના  અપેક્ષિત આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહેશે.

ઉપરાંત કલસ્ટર સંમેલન પૂર્ણ થયા બાદ સંમેલનમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા તે જ સ્થળે નીચે દર્શાવેલ અપેક્ષિત કાર્યકર્તાઓ જામનગર, પોરબંદર અને જુનાગઢ લોકસભાના સાંસદસભ્યઓ, ધારાસભ્યઓ, પ્રભારી, પ્રમુખ/મહામંત્રીઓ, વ્યવસ્થા સંચાલન સમિતિ , કેન્દ્ર અને પ્રદેશના પદાધિકારી સહીત અપેક્ષિત લોકોની બીજી બેઠક રાખવામાં આવેલ છે. ઉપરોક્ત કલસ્ટર સંમેલનમાં અપેક્ષિત કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા મહામંત્રી ભાનુભાઈ મેતાએ અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.