Abtak Media Google News

વિશ્ર્વકપમાં બીજી વખત મિચેલ સ્ટાર્કે ૫ વિકેટ ઝડપી

વિશ્ર્વકપની ૧૦મી મેચ ટેન્ટબ્રીચ ખાતે ઓસ્ટ્રેલિયાને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી જેમાં કાંગારૂએ વેસ્ટ ઈન્ડિઝને ૧૫ રને હરાવી ટુર્નામેન્ટમાં સતત બીજી મેચ જીતી હતી. ૨૮૯ રનનાં લક્ષ્યનો પીછો કરતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૯ વિકેટ ગુમાવી ૨૭૩ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે ૧૦ ઓવરમાં એક મેડન સહિત ૪૬ રન આપી ૫ વિકેટ ઝડપી હતી. સ્ટાર્કની વૈદ્યક બોલિંગનાં કારણે વેસ્ટ ઈન્ડિઝનું લોઅર મિડલ ઓર્ડર ખડી પડયું હતું. સ્ટાર્કે જેસન હોલ્ડર, આંધ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટને આઉટ કરી વેસ્ટ ઈન્ડિઝને મેચની બહાર કર્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝથી તરફથી રમી રહેલા સાઈ હોપ ૬૮ રન, જેસન હોલ્ડર ૫૧ રન અને નિકોલસ પુરને ૪૦ રન કર્યા હતા જોકે તેમનું આ રનોનું યોગદાન ટીમને મેચ જીતાડવા માટે પુરતું ન હતું ત્યારે બીજી તરફ કાંગારૂઓની વન-ડેમાં આ સતત ૧૦મી જીત પણ નોંધાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતા વેસ્ટ ઈન્ડિઝને ૨૮૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ૭૯ રનમાં ૫ વિકેટ ગુમાવ્યા પછી એવું પણ લાગતું હતું કે, કાંગારૂની ટીમ ૨૦૦ રન પણ નહીં કરી શકે પરંતુ સ્ટીવ સ્મીથ, એલેકસ કેરી અને નાતન કુલટન નાઈલની રમતે ટીમને ૨૮૮ રન સુધી પહોંચાડી હતી. બંને જોડીઓ વચ્ચે ૬૮ અને ૧૦૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે ૮માં ક્રમે બેટીંગ કરવા આવેલા કુલટન નાઈલ ૮ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૯૨ રન કર્યા હતા. તેને વિશ્ર્વકપમાં ૮માં ક્રમે સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પોતાનાં નામે કર્યો હતો ત્યારે વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમી રહેલા કાર્લોસ બ્રેથવેટે ૩ વિકેટ ઝડપી હતી જયારે આંધ્રે રસેલ, કોતરેલ અને ઓસેન થોમસે બે-બે વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા જયારે બેટીંગ કરવા મેદાન પર ઉતર્યું હતું ત્યારે વેસ્ટ ઈન્ડિઝનાં ફાસ્ટ બોલરો દ્વારા શોટ બોલનો ઉપયોગ કરી ઓસ્ટ્રેલિયન બેટસમેનોને હેરાન કર્યા હતા. પાકિસ્તાન પછી વેસ્ટ ઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાનાં ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો જેમાં ડેવીડ વોર્નર ૩ રન, ઓરેન ફીચ ૩ રન અને ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટસમેન ગ્લેન મેકસવેલ ૦ રન પર આઉટ થયો હતો પરંતુ ઉસ્માન ખ્વાજા સારી રમત રમતાં જયારે નીજી ૧૩ રનનાં સ્કોર પર પહોંચ્યો હતો ત્યારે તે રસેલનો શિકાર બન્યો હતો પરંતુ અંતમાં ઓસ્ટ્રેલિયાનાં કુલટર નાઈલ અને મિચેલ સ્ટાર્કની રમતનાં કારણે વેસ્ટ ઈન્ડિઝનો પરાજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.