Abtak Media Google News
  • રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડમાં સર્જાયો વધુ એક સામાજિક ઉત્તરદાયિત્વનો “ઇતિહાસ”
  • સૌરાષ્ટ્રના સંતો મહંતો, સામાજિક રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓએ નવદંપતીઓને આપ્યા લાખેણા “આશિર્વાદ”
  • સમુહલગ્નનો સ્વીકાર તમામ સમાજે સમયનો તકાજો સમજીને કરી લેવો જોઇએ

સંત ,સુરા ,શૂરવીર ની ભૂમિ સૌરાષ્ટ્રમાં પરાક્રમ અને પારકાના “આંસુ લૂછવાની₹ પરંપરા આજે પણ અકબંધ છે.. ત્યારે રાજકોટ જેમ જે ગ્રુપ દ્વારા સાત એપ્રિલ રવિવારે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સર્વ જ્ઞાતિ 101 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, અને મુખ્ય આયોજક મયુર ધ્વજ સિંહ  એદપોતાના હાથે સર્વવર્ગ ની 101 દીકરીઓનું કન્યાદાન કર્યું હતું

&Quot;Kanyadan&Quot; Of 101 Daughters By Mayurdhwajsingh Jadeja In Vahaludi'S Mass Marriage
“Kanyadan” of 101 daughters by Mayurdhwajsingh Jadeja in Vahaludi’s mass marriage

મોંઘવારીના આ યુગમાં સમાજમાં મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે સંતાનોના લગ્ન મુશ્કેલીનું કારણ બની રહે છે. લગ્નના મોંઘા ખર્ચ તમામ ઘરને પોસાય નહીં ,ત્યારે દીકરીઓને સમૂહ લગ્નના માધ્યમથી સાસરે વળાવવાના ભેખધારી રાજકોટના યુવા બિલ્ડર ને સામાજિક આગેવાન મયુર ધ્વજ સિંહ જાડેજા એ 101 દીકરીઓને સાસરે વળાવવાના સંકલ્પને સાત એપ્રિલ એ પૂરો કર્યો હતો.

વધામણા કન્યાદાન તેમજ આશીર્વાદ આપવા માટે સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં  પરમાનંદ સ્વામી ,સંગીતકાર ઉસ્માનભાઈ મીર સાળંગપુરના વિવેક સાગર સ્વામી, યોગીધામ રાજકોટના ત્યાગ વલ્લભદાસ સ્વામી, વિવેક સાગર સ્વામી, ઇસ્કોનના વૈષ્ણવ સેવા દાસજી સ્વામી ઘનશ્યામજી મહારાજ, ભુવનેશ્વર પીઠ ગોંડલ દિવ્ય પુરૂષ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  101 દીકરીઓને લાખેણા કરિયાવર સાથે વિદાય આપવામાં આવી ત્યારે ભારે ભાવુક લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા  દીકરીઓને લાખણા કરિયાવર સાથે ઘરના આંગણેથી જ સાસરે વળાવવામાં આવતી હોય તેવા ભાવથી સાસરે વળાવવામાં આવી હતી.  આ સેવા યજ્ઞમાં સામાજિક રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા .ભાનુબેન બાબરીયા ,કુવરજીભાઈ બાવળીયા, ડોક્ટર ભરતભાઈ બોઘરા, મોહનભાઈ કુંડારીયા ,રામભાઈ મોકરીયા ,કેસરીદેવસિંહ ઝાલા, નયનાબેનપેઢડીયા  રમેશ ભાઈ  ટીલાળા ઉદયભાઇ  કાનગડ ,દર્શિતાબેન  શાહ ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ,જયેશભાઈ રાદડિયા ,બ્રિજેશભાઈ મેરજા ,આર સી ફળદુ ,વીરેન્દ્ર સિંહ જાડેજા ,નરેન્દ્રસિંહ જાડેજા, જેમીન ઠાકર, નીરૂબેન જાદવ ,સંજયભાઈ કોરડીયા ,ભગવાનજીભાઈ, ચેતનભાઇ ગાંધી, મુકેશભાઈ દોશી વિરેન્દ્રસિંહ ઝાલા માધુભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,

&Quot;Kanyadan&Quot; Of 101 Daughters By Mayurdhwajsingh Jadeja In Vahaludi'S Mass Marriage
“Kanyadan” of 101 daughters by Mayurdhwajsingh Jadeja in Vahaludi’s mass marriage

આ સાથે કલેકટર પ્રભુભાઈ જોશી ,પોલીસ કમિશનર રાજુભાઈ ભાર્ગવ, કમિશનર અમિતભાઈ પટેલ ,અશોકભાઈ યાદવ , પોલીસ કમિશનર વીડી ચૌધરી ,એસપી જયપાલસિંહ રાઠોડ ,મનોહરસિંહ જાડેજા, ગીર સોમનાથ કલેક્ટર  જાડેજા ,રાજકોટ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ ,સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા  રાજકોટ ઠાકોર માધાતા સિંહ જાડેજા, ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ, મનીષભાઈ મદેેકા, પરેશભાઈ ગજેરા ,પીટી જાડેજા ના તમામ આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા જેએમ જે ગ્રુપના માંડવે એક, સાથે 101 દીકરીના કન્યાદાન નો અવસર ઐતિહાસિક બન્યો હતો આયોજન ની સફળતા અને વ્યવસ્થા ની  ચોમેર ભારે સરાહના થઈ હતી

&Quot;Kanyadan&Quot; Of 101 Daughters By Mayurdhwajsingh Jadeja In Vahaludi'S Mass Marriage
“Kanyadan” of 101 daughters by Mayurdhwajsingh Jadeja in Vahaludi’s mass marriage

સમૂહ લગ્ન આજના સમયની જરૂરિયાત અને આશિર્વાદ છે, મેં પણ સમૂહ લગ્નમાં લગ્ન કર્યા છે: મયુર ધ્વજ સિંહ જાડેજા

વહાલી ના વધામણા કન્યાદાન સમૂહ લગ્નના મુખ્ય આયોજક મયુર ધ્વજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમુહ લગ્ન આજના સમયની જરૂરિયાત અને આશીર્વાદ છે.  દીકરીના મા-બાપ ને કરજમાં ઉતરી ને દીકરીના લગ્ન કરવા મજબૂર ન થવું પડે તે માટે સમાજના દરેક વર્ગે સમુહ લગ્ન સ્વીકારવા જોઈએ. સમૂહ લગ્ન મા લગ્ન કરવા એ કોઈ નાનપ નું કામ નથી. આજના સમયની જરૂરિયાતની સાથે સાથે સમાજમાં આશીર્વાદ છે. મેં પોતે સમુહ લગ્નમાં લગ્ન કર્યા છે.. સાધન સંપન્ન પરિવાર કે  જરૂરિયાતમંદ પરિવાર તમામ વર્ગના લોકોએ વર્તમાન સમયની પરિસ્થિતિને પારખીને સમાજમાં વધુને વધુ સમૂહ લગ્ન થાય તે માટે સહભાગી થવાની જરૂર હોવાનું જણાવી દીકરીઓને આશીર્વાદ આપી મયુર ધ્વજ સિંહે અપીલ કરી હતી કે દીકરીઓ સાસરે જઈ મા-બાપની જેમ જ સાસુ સસરા અને પરિવારની સેવા કરી સંસ્કાર અને કુળનું નામ રોશન કરે

સૌથી વધુ નિરાધાર દીકરીઓના કન્યાદાન બદલ મયુરધ્વજ સિંહને અભિનંદન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

જે એમ જે ગ્રુપના વહાલી ના વધામણા “કન્યાદાન” સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું, કે આજના યુગમાં દીકરીઓના લગ્ન કરવા ખૂબ જ અઘરા છે ,,દીકરીઓને સાસરામાં કરિયાવર ઓછું લાવવાના ઘણાં મેળા મેણા અપાતા હોય તેવા  સમયમાં મયુર ધ્વજ સિંહે દીકરીઓને લાખેણા કરિયાવર સાથે માનભેર સાથ વળાવવાનું જે અભિયાન ચલાવ્યું છે તે ખરેખર અભિનંદનના પાત્ર છે તેમ જણાવી વિજયભાઈ રૂપાણીએ આજના યુગમાં સમૂહ લગ્નનું ચલણ વધુમાં વધુ સમાજ સ્વીકારે તેવી અપીલ કરી હતી

&Quot;Kanyadan&Quot; Of 101 Daughters By Mayurdhwajsingh Jadeja In Vahaludi'S Mass Marriage
“Kanyadan” of 101 daughters by Mayurdhwajsingh Jadeja in Vahaludi’s mass marriage

જાડેજા પરિવાર અનાથ દીકરીઓના લગ્નનું પુણ્યશાળી કામ કરે છે :શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી

જે એમ જે ગ્રુપ પરિવાર દ્વારા અનાથ દીકરીઓના લગ્નનું પુણ્યશાળી યજ્ઞ ચલાવવામાં આવે છે, શહેર  ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી એ જણાવ્યું હતું કે ખૂબ પુણ્યશાળી ગણાતા અશ્વમેઘ યજ્ઞ જેટલું જ પુણ્ય એક અનાથ દીકરીના કન્યાદાનથી મળે છે, જાડેજા પરિવાર વર્ષોથી સેવા યજ્ઞ ચલાવે છે  સમાજની નિરાધાર અનાથ દીકરીઓને સાસરે વળાવવાનું આ ભગીરથ કાર્ય કરનાર જાડેજા પરિવારને આશીર્વાદ સાથે દિલના અભિનંદન પાઠવું છું . ક્ષત્રિય ધર્મ દયા, દાન ને દાતારી, વટ, વીરતા, વચન, માન- મર્યાદા અને મોભો ક્ષત્રિય સમાજનું આભૂષણ છે .જાડેજા પરિવાર દ્વારા  ક્ષત્રિય ધર્મ સુપેરે નિભાવવાનો યજ્ઞ ઉપાડ્યો છે તેમને સલામ

સમૂહ લગ્ન સમાજ માટે આશિર્વાદરૂપ છે  તમામ દીકરીઓએ સમુહ લગ્નમાં લગ્ન કરવા જોઈએ: નવપરિણીત દીકરી બનીભાવુક

વહાલી ના વધામણા”કન્યાદાન” સમૂહ લગ્નમાં સૌ થી વધુ દીકરીઓ ને લાખેણા કરિયાવર સાથે કન્યાદાન કરી સાસરે વળાવવાનું ભગીરથ કાર્ય કરનાર જે એમ જે ગ્રુપના મયુર ધ્વજ સિંહ જાડેજા ની સેવા કાર્યોની સરાહના થઈ રહી છે.

સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર દીકરીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમાજ અને ખાસ કરીને દીકરીના વાલીઓ માટે આશીર્વાદરૂપ બને છે.. અહીં અમને ભાવ ભેર, માન સન્માન અને આદર સાથે ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ સાથે વિદાય આપવામાં આવી રહી છે.  ભગવાન આયોજકોનું ભલું કરે સમાજમાં નાના અને મોટા તમામે દીકરીને સમુહ લગ્નમાં પરણાવી જોઈએ જેનાથી આ આશીર્વાદ ઘેર ઘેર પહોંચે અને કોઈને પણ સમુહ લગ્નમાં લગ્નની નાનપ ન રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.