Abtak Media Google News

” દીકરાનું ઘર ” વૃધ્ધાશ્રમ ઢોલરા તેમજ મનસુખભાઇ પાણ તેમજ પાણ ગ્રુપ ઓફ કંપનીઝ પરિવાર દ્વારા સર્વત છઠ્ઠા વર્ષ વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 25 દીકરીઓનો ઐતિહાસિક – શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આગામી 17 ડિસેમ્બરના રોજ રાજકોટના આંગણે યોજાનાર છે .

Advertisement

વૈદિક મંત્રોચ્ચાર અને લગ્ન ગીતોની રમઝટ વચ્ચે લગ્નોત્સવ: હસ્તમેળાપના સમયે ભવ્ય આતશબાજી, રાષ્ટ્રવંદના, રાષ્ટ્રધ્વજ ફરકાવશે

આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના તેમજ કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે ” દીકરાનું ઘર ” વૃધ્ધાશ્રમની છેલ્લા 25 વર્ષની સેવા યાત્રા છે . ” દીકરાનું ઘર ” વૃધ્ધાશ્રમનો વિશાળપરિવાર છે . “દીકરાનું ઘર ” તેની સેવા પ્રવૃતિથી દેશ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત બન્યું છે. ” દીકરાનું ઘર “ના 200 થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ નિરાધાર માવતરોની સેવા કરી તેના દીકરા બનવાની સાથોસાથ સમાજની માતા – પિતા વિહોણી અથવા પિતા વિહોણી દીકરીઓના પિતા બનવાનું ભાગ્ય છેલ્લા પાંચ વર્ષથી મેળવી રહ્યું છે .

આજે એક દીકરીઓનો પ્રસંગ કરવો એ માતા – પિતા માટે ચિંતાનો વિષય બની જતો હોય છે ત્યારે 25- 25 દીકરીઓને સમૃધ્ધ આણું આપી આંખમાં હર્ષના આંસુ સાથે દીકરીઓને વિદાય આપી તેના સંસારમાં સુખી થાય તેવો અદભૂત પ્રસંગ વહાલુડીના વિવાહ યોજવા જઈ રહ્યુ છે . આ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને એક ઘરમાં હોય તેવી તમામ કરીયાવરની વસ્તુઓ ભેટ આપવામાં આવે છે . સાથો સાથ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આવી દીકરીઓને ક્ધયાદાન કરી તેમની જવાબદારી ઉપાડવામાં આવે છે અને માતા – પિતાની હુંફ પણ પૂરી પાડવામાં આવે છે.

વહાલુડીના વિવાહના લગ્નોત્સવ પહેલા દરેક દીકરીઓને પોતાના સંસારમાં સુખી થાય તેવા શુભઆશયથી ગત તા . 3 ડિસેમ્બરના રોજ  દીકરી જીવનનું મેઘધનુષ્ય ” સેમીનાર રાખવામાં આવેલ . આ ઉપરાંત ગત તા .6 ડિસેમ્બર ના રોજ દીકરીઓના પિયર પક્ષના લોકો જોઇ શકે તે માટે આણું દર્શન અને દાંડીયા રાસ નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો . આગામી 17 ડિસેમ્બરને રવિવારના રોજ ગીત સંગીત , વૈદિક મંત્રોચાર વચ્ચે ભવ્ય લગ્નોત્સવ યોજાશે . આ શાહી લગ્નોત્સવ 80 હજાર ફૂટમાં પથરાયેલ નવા રીંગ રોડ પર આવેલા વિશ્વા પાર્ટી પ્લોટ ખાતે યોજાશે . વહાલુડીના વિવાહનું આ વખતનું યજમાન પદ શહેરના   જાણીતા ઉધ્યોગપતિ મનસુખભાઇ પાણ પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે .

લગ્ન સ્થળે સેલ્ફી પોઈન્ટ , એલઈડી , કાઠીયાવાડી કસુંબો , દરેક દીકરીના અલગ અલગ મંડપ , સંગીતની સુરાવલી , શાસ્ત્રોક અને વૈદિક મંત્રોચાર સાથે લગ્નની વિધિ ભવ્ય ઓ આકર્ષક સ્ટેજ કરીયાવરનો ડિસ્પ્લે તેમજ ઠાકોરજીના ચરણોમાં ધરવામાં આવેલ 56 ભોગ લગ્નોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર રહેતો વહાલુડીના વિવાહની વિશેષતા જોઈએ તો પ્રત્યેક લગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર – ગુજરાતના જાણીતા કલાકાર રમેશભાઈ હીરપરા અને સરસ્વતીબેન હીરપરા લગ્નગીતોની રમઝટ બોલાવશે . લગ્નના એક દિવસ અગાઉ દીકરીઓ માટે હોટલની વ્યસ્થા કરવામાં આવેલ છે . તા 16 ડિસમ્બરના રોજ બપોરે અને સાંજે દીકરીઓનું ફુલેકું રહેશે . જેના યજમાન મનસુખભાઈ પણ પરિવાર રહેશે . રાણ લગ્નોત્વમાં કાઠીયાવાડી કસુંબો ટી – પોસ્ટની સેવા રાજકોટમાં દર્શનભાઈ પૂરી પાડશે.

વહાલુડીના વિવાહમાં પ્રત્યેક દીકરીઓને સમૃધ્ધ કરીયાવર ઉપરાંત એક તોલો સોનું પણ અપાશે . જેના યજમાન પટે શહેરના જાણીતા ઉધ્યોગપતિ ધરમશીભાઈ સિતાપરા પરિવારબન્યા છે . સંસ્થા દ્વારા સમગ્ર આયોજનમાં કોઇ અનીચ્છનીય ઘટના મ બને તેની તકેદારીના ભાગ રૂપે ઈમરજન્સી મેડિકલ સારવાર સુવિધા , બે એમ્બ્યુલન્સ , ફાયર સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે . આ ઉપરાંત સમગ્ર વહાલુડીના વિવાહ પ્રસંગે 1 કરોડના વીમાથી સુરક્ષિત કરવામાં આવેલ છે .

આ વહાલુડીના વિવાહનું 5000 થી વધુ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે સમાજના તમામ શ્રેણીના લોકો દીકરી આશીર્વાદ પાઠવશે . અતિ ભવ્ય , દિવ્ય અને જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત થયા છે.

વહાલુડીના વિવાહમાં દીકરીઓએ કોઈપણ પ્રકારનો ખર્ચ ન થાય તેની ચિંતા કરવામાં આવે છે જેમાં મહેંદી , બ્યુટી પાલર ટ્રાન્સપોર્ટેશન , ઉતારા સહીતની વ્યવસ્થા  દીકરાનું ઘર  દ્વારા કરવામાં આવે છે .

સમગ્ર આયોજનમાં 200 થી વધુ કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે . તેની સાથોસાથ શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સમગ્ર આયોજનમાં સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે . જેમાં દીકરાનું ઘરના ટ્રષ્ટી   મૌલેશભાઇ   શિવલાલભાઇ આવેજા , ધીરૂભાઈ રોકડ , નંદલાલભાઈ માંડવીયા , વલ્લભભાઈ સતાણી , પ્રતાપભાઈ પટેલ , ડો . નિદતભાઈ બાસટ વસંતભાઈ ગાદેશા , અનુપમભાઈ દોશી , હસુભાઇ રાચ્છ , વિમલભાઇ ખુંટ , નંદલાલભાઈ માંડવીયા , વીરાભાઈ હુંબલ ઉપરાંત ગૌરાંગભાઈ ઠક્કર , રાકેશભાઈ ભાલાળા , પ્રવિણભાઈ હાપલીયા , અશ્વિનભાઈ પટેલ , કિરીટભાઈ પટેલ , સુનીલ મહેતા , દીપકભાઈ  ાણુ , પ્રગ્નેશભાઇ પટેલ , ઉપેનભાઇ મોદી , હરેશભાઇ પરસાણા , ધર્મેશભાઈ જીવાણી ડો . હરદેવસિંહ જાડેજા , હરેનભાઈ મહેતા , ઘનશ્યામભાઈ રાચ્છ , શૈલેષભાઈ જાની , ડો . મયંકભાઈ ઠક્કર સહિતનાનો સમાવેશ થાય છે .

વહાલુડીના વિવાહના પ્રસંગે  દીકરાનું ઘર  દ્વારા સમાજજીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો તેમજ સાધુ- સંતો , રાજકીય આગેવાનો , વિવિધ એસોસીએશન તેમજ સંસ્થાના હોદેદારો , સહકારી ક્ષેત્રોના આગેવાનો શિક્ષણ તેમજ મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહે તેવો પ્રયત્ન હાથ ધરાયો છે .

સમગ્ર વહાલુડીના વિવાહના આયોજનમાં યશવંતભાઇ જોષી , ડો . ફાલ્ગુનીબેન કલ્યાણી , ગીતાબેન વોરા , દોલતભાઈ ગાદેશા , હરીશભાઈ હરીયાણી , પરિમલભાઈ જોષી , જયેન્દ્રભાઈ મહેતા , જીતુભાઈ ગાંધી મહેશભાઇ જીવરાજાની , જીગ્નેશભાઈ પુરોહિત , પંકજ રૂપારેલીયા , વિમલ પાણખાણીયા , રાજુભાઇ વસંત, ધીરજભાઈ ટીલાળા, રૂપા વોરા, મૌસમી કલ્યાણી , દીનાબેન મોદી , આશાબેન હરીયાણી, ગીતાબેન એ . પટેલ , હસુભાઈ શાહ , જીગ્નેશભાઈ આદ્રોજા, પ્રનંદ કલ્યાણી , પ્રશાંત ગાંગડીયા, રાજદિપ શાહ, અતુલ વોરા, ઉપિન ભીમાણી , શૈલેષ દવે સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે .

200થી વધુ કાર્યકર્તામાં પોતાની દીકરીને વળાવતા હોય તેવો ઉત્સાહ: કિરિટભાઈ આદ્રોજા

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ કિરીટભાઈ આદ્રોજાએ  જણાવ્યું હતુ કે  દીકરાનું ઘર  વૃધ્ધાશ્રમની છેલ્લા 25 વર્ષની સેવાયાત્રા છે. એટલા માટે આવર્ષે વ્હાલુડીના વિવાહમાં 25 દિકરીઓ પ્રભુતામાં પગલા માડશે  માતા-પિતા  વિહોણી  અથવા પિતા વિહોણી  દીકરીઓની પસંદગી કરીની અને એ દીકરીઓને સમૃધ્ધ  આણુ આપી  આંખમાં હર્ષના આંસુ સાથે દીકરીઓને કિરીટભાઈ એ જણાવ્યું કેલ, અમારી ટીમે  પોતાની દિકરીને સાસરે વળાવતા જે  જવાબદારી નિભાવતા હોયતેવી  રીતે કાર્ય કરી રહ્યા છે.

દીકરીઓને કન્યાદાન કરી તેમની જવાબદારી  ઉપાડવાની સાથે સાથે માતા-પિતાની હુંફ આપવામાં આવે છે: અનુપમભાઈ દોશી

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા અનુપમભાઈ દોશીએ જણાવ્યું હતુ કે માતા-પિતા વિહોણી અથવા પિતા વિહોણી દિકરીઓના ક્ધયાદાન કરીને તેમને સાસરેતો  વળાવીએ છે સાથે સાથે લગ્ન પછીની પણ દિકરીને લઈ જે માતા પિતાની જવાબદારી અને ફરજ હોય છે તે પણ નિભાવીએ છે.તેમજ આ વખતે વ્હાલુડીના વિવાહમાં સાંજે  6 તમામ  મહેમાન તેમજ મહાનુભાવો સાથે રાષ્ટ્રગાન ગવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.