Abtak Media Google News

કલમ ૩૭૦ ને રદ કરીને જમ્મુ-કાશ્મીરને ત્રણ ભાગમાં વિભાજીત કરવાનાં પગલા સંબંધીત વિવાદ નવી તકરારો સર્જાવાની ભીતિ: અરૂણાચલ- પીઓકેને આતંકી અડ્ડા બનાવવાની તરકટી હરકતોનો સંભવ!

લદ્દાખમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે અથડામણ જાગી હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. આવી અથડામણ અપેક્ષિત હતી અને ‘અબતક’ ના એ ઘટના વખતના તંત્રી લેખમાં આને લગતી અગમચેતી એટલે કે આગાહી દર્શાવાઇ હતી.

Advertisement

જમ્મુ-કાશ્મીરના એક ભાગ સમું લદ્દાખ અરધું પરધું હિમાલત પર્વતના ટેકરાળ પ્રદેશમાં આવેલું છે અને ચીન એની પડખોપ પડખે છે.

લદ્દાખની મોટાભાગની વસતિ બૌઘ્ધ ધર્મી છે. ચીનમાં પ્રવર્તતા બૌઘ્ધ ધર્મના રંગઢંગ, રીતભાત રિવાજો અને પરંપરાતગત પ્રણાલીઓ લદાખની જીવન પ્રણાલીકામાં વણાયેલા છે. ચીનના માનવ સમાજની અને ધર્મકર્મને સાંકળતી રહેણી કરણીનું લદાખમાં પ્રતિબિંબ પડે છે. આ બધું એમને ચીન તરફી બનાવ્યા વિના રહ્યું નથી.

ભારત સરકારે કાશ્મીર અંગેની બંધારણની કલમ ૩૭૦ ને રદ કરીને જમ્મુ-કાશ્મીરને ત્રણ ભાગમાં વિભાજીત કરી નાખ્યું એ વખતે કાશ્મીરની પ્રજાને વિશ્ર્વાસમાંથી લીધી નહોતી અને તેનો રોષ આક્રોશ વહોરી લીધો હતો.

કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ ને રદ કરવાથી એ પ્રદેશને અને ત્યાંની પ્રજાને હકકો અને લાભો ગુમાવવા પડયા છે., એની સામે જંગી ખર્ચ ધરાવતા સંમોહક પ્રોજેકટોની ઘોષણા કરીને એમને શાંત પાડવાના અને તેઓ રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઇ જાય એવા રાજકીય સ્વરુપના પ્રયત્નો સરકાર દ્વારા થયા છે… પરંતુ એ સારી પેઠે કારગત બન્યા હોવાનું જણાતું નથી !

નવી દિલ્હીમાં હમણા હમણા તો જ અહેવાલ દર્શાવે છે એ મુજબ અંકુશ રેખા અને સરહદ પર ચીન દ્વારા તેના ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખવામાં આવ્યા છે. હવે ભારત અને ચીનના જવાનો ફરી એકવાર અમને સામને આવ્યા બાદ તેમની વચ્ચે જોરદાર ઝપાઝપી થઇ હતી. પૂર્વીય લદાખમાં બન્ને દેશોના જવાનો આમને સામને આવી ગયા હાર્દ તેમની વચ્ચે કલાકો સુધી ઝપાઝપી થઇ હતી. જેના કારણે સ્થિતિ વિસ્ફોટક બની હતી. જો કે ત્યારબાદ તરત જ સ્થિતિને હળવી કરવાના પ્રયાસો યુઘ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરુપે બેઠકો યોજાઇ હતી.

જમ્મુ-કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ ૩૭૦ ને દુર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા વૈશ્ર્વિક મોરચા પર અને અનય રીતે ભારતને હેરાન કરવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે ચીન સાથે પૂર્વય લડાખમાં આ ઝપાઝપી થઇ છે. પાકિસ્તાન ભારતમાં રકતપાત સર્જવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યું છે. પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનની અંદર સુધીને બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદથી પાકિસ્તાન દ્વારા અવિરતપણ ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે. સરદહ મારફતે પાકિસ્તાન ત્રાસવાદીઓને ઘુસાડી દેવા જુદા જુદા નાપાક પ્રયાસો કરી રહ્યું છે. તેના દ્વારા સરહદ પર યુઘ્ધ વિરામનો ભંગ કરીને અવિતરપણે ગોળીબાર પણ કરવામાં આવી રહ્યો છે. જો કે પાકિસ્તાનના તમામ પ્રયાસો આંતરરાષ્ટ્રીય  સ્તર પર ને સ્થાનીક સ્તર પર કરવામાં આવ્યા છે.

બીજી બાજુ જમ્મુના અહેવાલમાં દર્શાવાયું છે કે જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓનો સંપર્ક કરવા માટે એફએમ. ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની સેના દ્વારા આ એફએમ ટ્રાન્સમીશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા તાજેતરમાં જ કેટલાક એવા કોડનો ખુલાસો કર્યો છે જેનો ઉપયોગ પાકિસ્તાનની સેવા દ્વારા અને ત્યાંના જુદા જુદા ત્રાસવાદી જુથો દ્વારા જમ્મુ કાશ્મીરમાં સક્રિય રહેલા ત્રાસવાદીઓ સાથે સર્ંપક કરવા માટે કરવામાં આવી રહ્યો છે. રાજયમાં હિંસા ફેલાવવા માટે ત્રાસવાદીઓ દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોમ્યુનિકેશન માટે કોર્ડવર્ડનો ઉપયોગ પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આનો અર્થ એવો જ થાય છે કે કાશ્મીર અંગેના કલમ ૩૭૦ ને નાબુદ કરીને તેનું ત્રણ ભાગમાં વિભાજન કરવા સામેનો વિરોધ હજુ સમ્યો નથી. પીઓકેને ભારતનો ભાગ ગણી લેવાનો એક પક્ષી ગણાવાતો નિર્ણય પાકિસ્તાનને સ્વકાર્યો નથી અને પાકિસ્તાનમાં તથા યુનોામાં તેનું લડાયક અને આક્રમક વલણ જેમનું તેમ રહ્યું છે. અને સંઘર્ષની ગતિવિધિઓ હજુ શમી નથી.

શ્રીનગરના એક ચોંકાવનારા સમાચાર મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાતે ફરીથી જમ્મુ-કાશ્મીરના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કયો હતો. તેઓ પાકિસ્તાન કબ્જાના કાશ્મીરના લોકોને કજ્ઞઇ પર જવા માટે ઉશ્કેરતા જોવા મળ્યા તેણે લોકોને બંધુક ઉઠાવવાની અપીલ કરી. ઇમરાન મુજફફરાબાદમાં કાશ્મીર એકતા રેલીને સંબોધીત કરી હતી. અહીં તેમણે કહ્યું કે કાશ્મીર ઇન્સાનિયરનો મુદ્દો છે મોદીને સંદેશ આપવા માંગુ છું કે એક બુઝદીલ જ આવુ કામ કરી શકે છે. ૪૦ દિવસથી બંધ છે. કાશ્મીર જે વ્યકિતમાં માણસાઇ હોય તે આવું કયારે પણ કરી શકે નહી. પાકિસ્તાન વડાપ્રધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ લઇને પણ હુકમ કર્યો હતો.

ઇમારાને કહ્યું કે વડાપ્રધાન મોદી અને આરએસએસ જે કાશ્મીરમાં કરી રહ્યા છે તે ખોટું છે. મોદી હું તમને સંદેશ આપવા માંગુ છું કે તમે ઇચ્છો તેટલો ત્રાસ ગુજારો પરંતુ તમે સફળ નહી થાઓ. તમે તેમને પરાજીત કરી શકો નહીં. નરેન્દ્ર મોદી બાળપણથી આરએસએસ ના સભ્ય  છે. આરએસએસ એ જમાત છે જેમાં મુસ્લીમો માટે માત્ર અને માત્ર નફરત જ ભરેલી છે. અત્રે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહીનામાં ઇમરાન ખાનની પીઓકે ત્રીજી મુકાત છે.

સૌથી મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને વિશ્ર્વ સમક્ષ કાશ્મીર મુદ્દે ભારે શરમજનક સ્થિતિમાં મુકાવુંપડયું છે. તેને દરેક જગ્યાએથી ધુત્કાર મળ્યો છે. ત્યારે બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજજાને ગયા મહિને નાબૂદ કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાન દ્વારા ભારત વિરુઘ્ધ ચલાવવામાં આવી રહેલા દુષ્પ્રચાર અને ઉશ્કેરીજનક નિવેદનો વચ્ચે સેના પ્રમુખ જનરી બીપીન રાવતે પ્રહાર કર્યા હતા.

જો કે, આવા પગલા અંગે નિર્ણય સરકારે જ લેવાનો છે. લશ્કરી વડાને પરિસ્થિતિ મુજબ જાતે નિર્ણય લેવાનો છુટ્ટો દોર અપાયો નથી એ સૂચક છે. લદાખમાં ચીન-ભારતના સૈનિકો બાખડયા એવો અહેવાલ ઘણું ઘણું કહી જાય છે. એમાંયે લદાખના મામલો કેવું સ્વરુપ લેશે તે મહત્વનું બનશે. હવે પછી નાની સરખી ઉશ્કેરણી લદાખ અને કાશ્મીર એમ બન્ને માટે જોખમી બની રહેશે…. જો ચીનને જોઇતી ઉશ્કેરણી મળી જશે તો  અક્ષય ચીનથી અરુણાચલ સુધી તે ફુંફાળા મારશે અને ભારત ઉપર દબાણ લાવવા માટે તે પાકિસ્તાને પણ ભારત વિરુઘ્ધ ભડકાવશે એવી સંભાવનાને નકારી શકાય તેમ નથી?

કલમ ૩૭૦ ની નાબુદીની ઘટના કમસેકમ લડાખ સંબંધમાં જોખમી બની શકશે અને તે લશ્કરી અથડામણ સુધી પહોંચી શકે તેમ છે એમ કાશ્મીર સંબંધી અભ્યાસીઓનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.