Abtak Media Google News

નિષ્ણાંતોએ હોસ્પિટલોની મુલાકાત લેવી જોઇએ: મૃતદેહ સાચવવા માટેની ખામીઓ દૂર કરો

કોરોના તપાસ મુદ્દે સરકારને સુપ્રીમની ફરી ટકોર

સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે દેશમાં કોરોના ટેસ્ટની કિંમત એક સરખી રાખવી જોઇએ નિષ્ણાતોની ટીમે હોસ્પિટલોની મુલાકાત લેવી જોઇએ અને સરકારે તંત્રે મૃતદેહોને સાચવવાની ખામીઓ દૂર કરવી જોઇએ.

દેશમાં કોરોનાના ઇલાજમાં બેદરકારી અંગેના કેટલાય કિસ્સા સામે આવ્યા છે કયાંક બેડની વ્યવસ્થા નથી તો કયાંક દર્દીઓને જરૂ‚રી સુવિધાઓ મળતી ન હોવાના કિસ્સા બહાર આવ્યાં છે. આ બદહાલત અંગે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ સરકારને તાકીદ કરી હતી !

આજે પણ સુપ્રિમકોર્ટે જણાવ્યું હતું કે નિષ્ણાંતોએ હોસ્પિટલની મુલાકાત લેવી જોઇએ અને જ‚રૂરી ઉપાયો કરવા જોઇએ આવશ્યક પગલા લેવા જોઇએ.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દર્દીઓની સારસંભાળ અને મૃતદેહો સાચવવાની ખામીઓને સરકારે દૂર કરવી જોઇએ તમામ વોર્ડના સીસી ટીવી કેમેરા લગાવવા જોઇએ.

જસ્ટીસ ભૂષર્ણ જણાવ્યું હતું કે કોવિદના ટેસ્ટ માટેના વ્યાજબી દર નકકી કરવા જોઇએ અને તે દેશમાં એક સમાન જ હોવા જોઇએ.

કોર્ટે કહ્યું કે દેશભરમાં કોવિદ ટેસ્ટની કિંમત એક જ હોવી જોઇએ કયાંક ‚. ૨૨૦૦તોકયાંક‚૪૫૦૦લેવાયછે.

તમને એ જણાવીએ કે તાજેતરમાં જ દિલ્હી સરકારે કોરોના વાયરસના ટેસ્ટના દર ધટાકયા છે. દિલ્હીમાં પહેલા કોરોના ટેસ્ટ માટે રૂ. ૪૫૦૦ લેવાયા હતા. જે હવે માત્ર ‚રૂ. ૨૨૦૦માં જ આ ટેસ્ટ કરવામાં આવે છે.

આથી જ હવે દિલ્હીમાં કોરોના ટેસ્ટ કરનારાની સંખ્યા વધી રહી છે. દિલ્હી સરકારે કહે છે કે છેલ્લા દિવસે રાજધાનીમાં ર૦ હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.