Abtak Media Google News

કોરોનાની મહામારીના પગલે લોકડાઉનના તબકકા પૂરા થયા બાદ અનલોકના પ્રથમ ચરણમા સરકારી કામગીરી શરૂ ‚થતા બહુમાળીમાં જાતી આવકના દાખલા માટે લોકોની ચીકકાર લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટીંગ અને સાવચેતીનાં પગલાના લીરેલીરા ઉડાડયા હતા કોરોના વાયરસને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક હોય છે. ત્યારે બહુમાળીની કામગીરી શ‚રૂ થતાની સાથેજ અરજદારોનાં ટોળા ઊમટી પડયા હતા ‘ન કરે નારાયણ’  કે કોઈ કોરોનાગ્રસ્ત અરજદાર આ ટોળામાં સામીલ થઈ જાય તો જાતી-આવકના દાખલાની કામગીરી ઠપ્પ થઈ જવા સુધીની ભીતી રહી છે. જે માટે બહુમાળી કર્મચારીના અરજદારોએ ટોકન સિસ્ટમ અથવા કોઈ પધ્ધતિ સુનિશ્ર્ચિત કરી ઓછા પ્રમાણમાં અરજદારોને એકઠા કરવા અને આવતા અરજદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમાટે સિકયુરીટીએ પણ ધ્યાન રાખવાની માંગ ઉઠી રહી છે. (તસવીર: માનસી સોઢા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.