Abtak Media Google News

એ ‘દીલ’ તુમ બીન કહી  લગતા નહી હમ કયા કર

સંશોધકોના મત મુજબ દર 20 મિનિટે બે મિનિટ અને દર 30 મિનિટે પાંચ મિનિટ રેસ્ટ લેવો જરૂરી:  જમ્યા બાદ બે મિનિટ ચાલવાના ઘણા ફાયદા છે: ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ જમ્યા બાદ 15 મિનિટ ચાલવું જોઈએ

હાલ ભારતમાં  7.7 કરોડ લોકો ડાયાબિટીસથી પિડાય છે, અંદાજ મુજબ  આ આંકડો 2045માં ડબલ થઈ જશે: જમ્યા બાદ ચાલવાથી પાચન સારી રીતે થાય અને મગજ પણ શાંત રહે છે: સારી ઉંઘ મેળવવા પણ રોજ ચાલવું જરૂરી છે

એપ્રીલ માસનો પ્રથમ  બુધવાર વૈશ્ર્વિક સ્તરે ચાલવાનો સમર્પિત થયો છે  તેનો મતલબ વોકીગ ડે છે, આ દિવસ ઉજવો કે ન ઉજવો પણ દરરોજ  નિયમિત  ચાલવાની ટેવ રાખશો, નહિતર તમે જીવનમાં  ચાલી નહી શકો. ખાસ 40 વર્ષ પછી તો ચાલવાની નિયમિત ટેવ કેળવજો કારણ આ વયથી ઘણા રોગોના દુખાવો કે શરીર સમસ્યાના પ્રશ્ર્નો શરૂ થતાં હોવાથી ફકત ચાલવાની ટેવ માત્ર તમોને સાજા રાખી શકશે. ચાલવાના ફાયદા હો ફાયદાહે પણ, આજે નિયમિત કેટલા ચાલે છે. ભાગદોડની સાથે ટ્રેસ વાળા જીવનમાં વાહનોમાા જ સફર કરવાથી ચાલવાનું આપણે ભૂલી ગયા છીએ. ઓછુ ચાલવાની ટેવ વાળાના રોગોને સમસ્યા વધુ જોવા મળે છે.

સ્વસ્થ શરીર માટે રોજીંદા જીવનમાં નાની-મોટી કસરતનુ ઘણું મહત્વ હોય છે. આપણા મહત્વના અંગ ‘હૃદય’ માટે ચાલવું એ સૌથી શ્રેષ્ઠ કસરત છે, તેનાથી હાર્ટરેટ વધે અને હાર્ટની પણ  કસરત થાય છે. આજે દેશમાં દિવસેનેદિવસે  ડાયાબિટીસના દર્દીઓ વધતા જાય છે. ત્યારે ટાઈપ-2ના દર્દી માટે જમ્યા બાદ 15 મિનિટ ચાલવું ખુબજ જરૂરી છે. હાલ દેશમાં  7.7 કરોડ ડાયાબીટીસના દર્દીઓ છે જે આંકડો આગામી બે દશકામાં ડબલ થઈ જશે. એક સાવ સામાન્ય વાત મુજબ પરસેવો વળે તેટલું રોજ ચાલવું કે કસરત કરવી શરીર આરોગ્ય માટે  મહત્વની છે. માત્ર બે મિનિટ જમ્યા પછી ચાલવાના હજારો ફાયદાઓ જોવા મળે છે.

ચાલવાથી શરીરને  પુરતો  ઓકિસજન મળે છે. અને ચાલવાથી  શ્રમ પડતા પરસેવો વળે છે. પરસેવાને કારણે વિજાતીય દ્રવ્યો બહાર  નીકળી જાય છે. વહેલી સવારે ચાલવાથી સ્વાસ્થ્ય સારૂ રહે કારણ કે સવારે સ્વચ્છ અને શુધ્ધ હવા મળે સાથે સાથે શરીરના બધા અવયવો ક્રિયાશિલ થઈ જાય છે. ચાલવાથી મન અને શરીર હલકુ  થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં પણ ચાલનાર માણસને કૃતયુગી કહ્યો છે. યુનાની હકિમો પણ સ્વસ્થ જીવન માટે  લાંબી પદયાત્રાને દવા તરીકે જોતા હતા. સિજોફ્રેનીયા રોગ મગજને ઓકિસજન ઓછો મળવાથી થતો હોય તેના દર્દીઓને  સવારમાં ચાલવાનું રાખતા ઝડપથી રીકવરી થતા એક સંશોધનમાં જોવા મળેલ હતા. પૃથ્વી પર વસતા દરેક માનવી માટે જરૂરી ચીજ કસરત ગણાય છે, જોકે ચાલવા જેવી  શ્રેષ્ઠ કસરત બીજી કોઈ નથી. દરેકના જીવનમાં ખોરાક, ઉંઘ, અને ચાલવું એ ત્રણ અગત્યના પાસા છે.

એપ્રીલ માસ આખો તાજી હવામાં ચાલવાની જનજાગૃતિ માટે વૈશ્ર્વિક   સ્તરે ઉજવાય છે.  2007થી આ પ્રથા શરૂ થતા આજે યુવા વર્ગમાં પણ જાગૃતી આવતા તે પોતાના શરીર જાળવણી બાબતે જાગૃત થયો છે. શરીર સુખાકારી માટે ચાલવું એ એક મહત્વપૂર્ણ કદમ છે, એક બીજી વાત માત્ર હૃદય માટે જ નહીં પણ માનસીક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે પણ ચાલવું જરૂરી ગણાય છે. અમેરિકન હાર્ટએસોસીએશને લોકોને પલંગ પરથી ઉતરીને બહાર નીકળવા કેટલીક સરળ અને સુલભ પ્રવૃત્તિમાં જોડવા માટે આ દિવસની સ્થાપના કરી હતી. ચાલવાની પ્રથામા 1960માં જાપાનમાં શરૂ થઈ ને 1964માં ટોકિયોમાં ઓલિમ્પિક રમાયો ત્યારે સમગ્ર દેશમાં લોકો ફીટનેશ માટે જાગૃત થયા હતા.

લાંબા ઠંડા  શિયાળા બાદ આવતો એપ્રિલ  મહિનો, વસંતઋતુના હવામાને અને લાંબા થતા દિવસોમાં  ‘વાર્કીંગ’નું મહત્વ દરેકે સમજવુ જરૂરી છે. ચાલો આજથી આપણષ રોજ ચાલવાની નવી આદત બનાવીએ આજના ટેકનોલોજી યુગમાં મોબાઈલમાં પેડોમીટર એપ્લિીકેશન કામ કરી રહી છે જે એક શુભ સમાચાર છે. ગાડી પાર્ક કરીને ચાલવું, દાદરા ચડવા જેવું ઘણુ બધુ કરવાથી સારૂ આયુષ્ય તંદુરસ્તી મળતી હોય તો એ કરવું કેમ કે એ આપણા લાભની વાત છે. એપ્રિલમાં વિશ્ર્વના ઘણા દેશોમાં ચાલતા ચાલતા વિચારવાનો પણ દિવસ ઉજવણી થાય છે.શાંત ચિતે ચાલવા સમયે મગજ કાર્યરત હોવાથી વિચારોની હારમાળા સાથે આસપાસનું પર્યાવરણ જો પ્રદુષણ મુકત હોય તો શ્રેષ્ઠ પળ જીવનની ગણી શકાય છે.

એક નવી વાત એ પણ છે કે સીધા નહી પણ ઉંધા ચાલવાથી ડિપ્રેશન અને એન્ઝાયરી જેવી સમસ્યા આવતી નથી. રિવર્સ વોર્કિંગના ફાયદામાં ઘૂંટણના દુ:ખાવામાં, પીઠના દુ:ખાવામાં, મેન્ટલ હેલ્થ માટે, પગની મજબૂતી માટે, સારા બેલેન્સ માટે અને વજન ઘટાડવામાં તે ખૂબજ ઉપયોગી છે.લાંબુ અને સારૂ જીવન જીવવા માટે  નિયમિત ચાલવું ખુબજ જરૂરી છે. વોકિંગ અને નાની મોટી કસરતો  કેન્સરને નાથવામાં અગત્યનો  ફાળો આપે છે. કેન્સરના દર્દીઓ માટે ચાલવાથી કેમોથેરાપીની આડ અસરોનું પ્રમાણ પણ ઘટે છે. ચાલવાથી લોહીના પરિભ્રમણ પર સીધી અસર પડતી હોવાથી રકતસંચાર નિયમિત થવાથી હૃદય ધબકવાની ગતિ રિધમમાં આવે છે. બ્રેઈનપાવર વધારવા માટે રોજ 16 મીનીટમાં એક માઈલ ચાલવું જરૂરી છે. એવરેજ 45 મીનીટ ચાલવું અને 60 વર્ષથી મોટાએ મગજની સ્વસ્થતા માટે, પોઝિટીવ ફેરફાર લાવવા ચાલવું ફરજીયાત ગણી શકાય.

મુડ સુધારે, સ્ટ્રેસ ઘટાડે

આજકાલ મોટાભાગના  રોગોનું મૂળ સ્ટ્રેસ છે, ત્યારે માત્ર સવાર-સાંજ ચાલવાથી શરીરમાં નેચરલી જ એન્ડોફિન કેમિકલ પેદા થાય છે, જેને કારણે મૂડ સુધરે છે. રોજ નિયમિત ચાલવાથી હતાશા-નિરાશા-ડિપ્રેશન જેવી સમસ્યામાં ફાયદો થાય છે. માનસિક તાણ ઘટવાથી જીવીનમાં રસ-રૂચીમાં વધારો પણ જોવા મળે છે. આજે ખોરાક પાચનની ફરિયાદ યુવા વર્ગ પણ કરતો હોય છે. ત્યારે માત્ર ચાલવાથી પાચનની સમસ્યા દૂર થઈ જાય છે. ભૂખ લાગે એટલા માટે પણ રોજ 40 મીનીટ ચાલવું જરૂરી છે. અને જમ્યા પછી 100 ડગલા ચાલવું જરૂરી છે. જમ્યા બાદ ચાલવાથી અપચો, વાયુ, એસિડીટી અને કબજીયાત જેવી તકલીફો દૂર થઈ જાય છે. તમારા શરીરને  સ્વસ્થ રાખવા રોજ 10 હજાર પગલા તો ચાલવા જ પડે છે. મોર્નિંગવોક ને મોર્ડન યુગમાં જોગિંગના નામથી ઓળખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.