Abtak Media Google News

આઈ.જી.રાજકુમાર પાંડિયનની ઉપસ્થિતિમાં લોકાર્પણ: બાળકો અને મહિલાઓના રક્ષણમાં અતિ ઉપયોગી

જુનાગઢ જિલ્લાના આઈજીપી તથા જુનાગઢ જિલ્લાના એસ.પી.ના માર્ગદર્શન અને કેશોદ નગરજનોના પ્રયાસોથી સમસ્ત કેશોદ શહેર હવે ૩૦ હાઈલી નાઈટ વિઝન ધરાવતા કેમેરાથી ૨૪૭ કલાક સુધીની ગુનાહિત પ્રવૃતિઓ સામે સુરક્ષા મેળવવા સજજ થશે. આ ઈલેકટ્રોનિક ઉપકરણો સામાજીક પ્રવૃતિઓ, ગુનાહિત પ્રવૃતિઓ, ચોરી-લુંટફાટ તેમજ ટ્રાફિકને નિયંત્રિત કરવામાં ખુબ જ મદદ‚પ બનશે. માત્ર એટલું જ નહીં પરંતુ આ આધુનિક ઉપકરણો હવે સમાજમાં શાંતિ, સુરક્ષા જાળવવામાં તેમજ બાળકો અને મહિલાઓના રક્ષણમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.

Advertisement

આ પ્રોજેકટનો કુલ ખર્ચ અંદાજે ૪,૪૨,૧૧૦ ‚પિયા થશે. જેમાં જુનાગઢ એસ.પી.ઓફિસ ૩૦% ભોગવશે તેમજ કેશોદ પોલીસ વિભાગ પણ યથાશકિત મદદ કરશે. આવા વિશિષ્ટ પ્રોજેકટ માટે અપૂર્વ યોગદાન આપનાર જુનાગઢ જિલ્લાના એસ.પી.તેમજ જવેલર્સ એસોસિએશન, સ્ટોન ક્રશર એસોસિએશન, ડોકટર એસોસિએશન, ઈન્ડિયન મેડિકલ એસોસીએશન, હોટલ-ફરસાણ શોપ એસોસીએશન, મયુર માર્કેટ, રીક્ષા એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસીએશન, મોબાઈલ શોપ એસોસીએશન, હાર્ડવેર એસોસીએશન, પેટ્રોલપંપ એસોસિએશન, એકસલોપોઝીવ સેલર્સ એસોસીએશન, માનવધર્મ સેવા એસોસિએશન જેવી વિવિધ સંસ્થાઓના તથા સંસ્થાઓ તેમજ સર્વમિત્રોએ લોકસેવા અર્થે પોતાનું મુલ્યવાન યોગદાન આપ્યું છે.

મિત્રો આવા ગુણિયલ લોકો અને સંસ્થાઓના લોકઉપયોગી કાર્યોને બિરદાવવા એ આપણો સંસ્કાર છે. આ વસ્તુને લક્ષમાં રાખીને સીસીટીવી કેમેરાના લોકાર્પણ અને આભાર વ્યકત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આવતીકાલે આઈ.જી.રાજકુમાર પાંડિયનની ઉપસ્થિતિમાં સાંજના ૫:૩૦ કલાકે પાનદેવ સમાજ વાડી, જુનાગઢ રોડ, કેશોદ ખાતે વિધિવત રીતે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.