Abtak Media Google News

કેશોદમાં  રાત્રીના સમયે આશરે પાંચ વર્ષની મગર પાણખાણ ગામ વિસ્તારમાં ચડી આવતાં વન વિભાગને જાણ કરવામાં આવતાં વન વિભાગ તથા લાયન નેચર રેસ્ક્યું ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપી એનીમલકેર સેન્ટર ખાતે મોકલવાની કામગીરી કરવામાં આવશે.

હાલ ઊનાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે સમગ્ર નદી-નાળાઓ સુકાઈ રહ્યા છે ત્યારે વન્ય પ્રાણીઓ મગર બહાર આવતા આવવાના બનાવો જોવા મળી રહ્યા છે ત્યારે કેશોદના પાણખાણ ગામે મોડી રાત્રે ગામમાં ગૌશાળા નજીક આવેલો આવેલ અવેડામાં આશરે પાંચ વરસની મગર ચડી આવી હતી આ મગર ગ્રામજનોના નજરે આવતા ગ્રામજનો દ્વારા કેશોદ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક લોકેશન પર પહોંચી અને મગરની ગણતરીની મીનીટોમાં રેસ્ક્યું કરી મગરને પકડવામાં આવી હતી રેસ્કયુમાં વન વિભાગ ટીમ તથા કેશોદની લાયન નેચર રેસ્ક્યું ટીમનાં નિરવ લશ્કરી, પ્રતાપ સિંહ જુંજીયા , રાવરણી પાર્થ વન રક્ષક દિલીપભાઈ તોલાણી સહીતે રેસ્ક્યુ કરી મગરને પકડી વન વિભાગે મગરનો કબ્જો લઈ મગરને એનીમલકેર સેન્ટર ખાતે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.