Abtak Media Google News

ત્રણ માસમાં કેસની સુનાવણી પૂર્ણ કરી ધા બેસાડતો પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોટી ઘસારી ગામે 16 વર્ષની સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવવાના ગુનાનો કેસ ચાલી જતાં નરાધમને અદાલતે 20 વર્ષની સજા અને દંડ ફટ કરતો હુકમ કર્યો છે જ્યારે બનનાર સગીરા અને  તેના પરિવારને ₹15 લાખનું વળતર ચૂકવવા સ્પેશિયલ કોર્ટ દ્વારા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ કેશોદ  મોટી ઘસારી ગામે  16 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપતા ભોગ બનનારના વાલીએ મૂળ સરસાલી ગામનો વતની અને હાલ ધસારી ગામે ઘર જમાઈ રહેતો કરસન ઉર્ફે બાબુ દેવરાજ માલમ સામે  કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે કરસન ઉર્ફે બાબુ માલમની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં કરસન ઉર્ફે બાબુ માલમને પોતાની પત્ની સાથે ખાધા ખોરાકી અંગે વાંધો ચાલતો હોય જેનું જેનું સમાધાન ભૂખ બનનારના પિતાએ કરાવ્યા બાદ બંને ના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હોવાથી અવારનવાર ભોગ બનનાર કરસન ઉર્ફે બાબુ માલમની ઘરે જતી હતી ત્યારે ધાક ધમકી આપી કરસન  દેવરાજ માલમ અવારનવાર  દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવતા બાળકનો જન્મ આપ્યો હતો. તપાસ પૂર્ણ થતા કરસન ઉર્ફે બાબુ માલમને જેલ વાલે કરવામાં આવ્યો હતો.

કેશોદ પોલીસ મથકના પીઆઇ બી.બી. કોળી, ઇન્ચાર્જ પીઆઇ જે.જે.પટેલ , કોન્સ્ટેબલ સંજયસિંહ ઝાલા અને  રોહિતભાઈ  સહિતના સ્ટાફે ટૂંકા ગાળામાં ચાર્જસીટ અદાલતમાં રજૂ કર્યું હતું.

બાદ કેશોદની સ્પેશિયલ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે પીપી એન કે પુરોહિત હાજર રહી સાહેબો પંજો તપાસની તબીબો સહિત 16 5 તપાસ્યા હતા જ્યારે 61 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તેમ જ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પાકેલા ચુકાદાને ધ્યાને લઇ અધિકશેષણ જજ એમજી દવે નરાધમને 20 વર્ષની સજા અને દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જ્યારે બનનાર અને તેના પરિવારને વળતર  પંદર લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.