Abtak Media Google News

કરજ હોવાથી કરજદારોને નાણા મોડા ચુકવવા પડે તે માટે નાટક કરતા ભાંડો ફુટયો. કેશોદ તાલુકાનાં ખમીદાણા ગામનાં હરેશ મોહનલાલ માખેચાએ શનિવારે રાત્રે કેશોદથી ખમીદાણા બાઈક લઈ જઈ મગફળીનું પેમેન્ટ ખેડુતોને ચુકવવા જઈ રહ્યો હતો ત્યારે મોટી ઘંસારીથી નાની ઘંસારી વચ્ચે અજાણ્યા બાઈક ચાલકોએ ચટણીની ભુકી છાંટી ૨૦.૫૦ લાખની લુંટ કરી લુંટારાઓ ફરાર થઈ ગયા હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં કેશોદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. મોટી રકમની લુંટના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસ વડા એસઓજી, એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.

Advertisement

આ બનાવ અંગે વેપારીના હાલભાવ અને બનાવ બાબતે પોલીસને વેપારીનું નિવેદન શંકાસ્પદ જણાતા વેપારીને કેશોદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલ જયાં પોલીસ દ્વારા કડક તપાસ કરતા વેપારીનાં નાટકનો ભાંડો ફુટી ગયો હતો અને વેપારીએ લુંટનું નાટક કર્યું હોવાની કબુલાત કરી હતી અને જણાવ્યું હતું કે, મારી ઉપર ૪૦ લાખનું કરજ હોય કરજદારોને સમયસર રૂપિયા ચુકવવા ન પડે તે માટે નાટક કર્યું હતું. દિન-પ્રતિદિન અનેક ગુનેગારો અવનવા નાટકો કરી પોલીસને ગુમરાહ કરતા હોય છે ત્યારે આ ૨૦.૫૦ લાખની લુંટનો ગુનો પોલીસે ગણતરીનાં કલાકોમાં ઉકેલી વેપારીનાં નાટકને ખુલ્લુ પાડયું હતું. પોલીસ દ્વારા કડક પુછપરછ કરતા ઘરનો જ ઘાતકી હોય તેવું સામે આવ્યું હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતા પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.