Abtak Media Google News

દસ દિવસ ટીમ સાથે રોકાય ચાર મકાન બનાવી પરિવારને આશરો આપશે

ગુજરાતમાં ખજૂર ભાઈ તરીકે પ્રખ્યાત થયેલ નીતિનભાઈ જાની અનેક લોકોની મદદે આવતા હોવાના સોશિયલ મીડિયામાં છાશવારે વિડીયો અપલોડ થતા હોય છે જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ લઈ વડોદરા પંથકના બે બાળકોને મળવા માટે ગયા હતા અને ત્યારે ખજૂર ભાઈને પણ યાદ કર્યા હતા હાલમાં જ ગોંડલના સાંઢીયા ફુલ પાસે અસામાન્ય પરિવાર રહેતો હોય જેની મદદથી ખજૂર ભાઈ એ આવી ગોંડલ નગરજનોને પણ શ્રમદાન કરવા આહવાન કર્યું હતું.

નીતિનભાઈ જાની એટલે કે ખજૂર ભાઈએ જણાવ્યું હતું કે, ગોંડલના આજ અસામાન્ય પરિવારમાં દીકરાઓ  30-35 વર્ષની ઉંમર નાં છે, ત્રણ જવાન દીકરી પણ છે, જેની તમામ સમાજને નોંધ લેવા જેવી વાત એ છે કે પાછળ રેલવે ટ્રેક છે આગળ હાઈવે  છે અને વચ્ચે નવ નોર્મલ દીકરા અને મા-બાપ રહે છે, વૃદ્ધા માં બાપ જેમનું સતત ધ્યાન રાખે છે અને આ આખી રાત અસામાન્ય  દીકરા દીકરીઓને રોજ બાંધીને રાખવામાં આવે છે, બાંધવાનું કારણ એ જ હોય છે કે લોકો ભાગી ન જાય ત્રણ દીકરી છે ને તો રોજ રાતે બાંધવી પડે છે કેમકે એમનું એવું માનવું છે કે જવાન દીકરી રાતે નીકળી જાય તો કઈ પણ થઈ શકે,  અમારે એટલી વાત એ છે કે એમનું ઘર બનાવવું છે,

અમે આ 227 મું ઘર બનાવી રહ્યા છીએ, ગોંડલમાં પહેલી વખત જ આવ્યો છું, જરૂરિયાત મંદ લોકો ને સપોર્ટ કરશો એ ભગવાન મહાદેવ તમને દસ ગણું કરીને આપશે તે મારું પોતાનું માનવું છે, અહિયાં ઘરની ફેમીલી ની પરિસ્થિતિ જોઈ તમામ લોકોને વિનંતી કરું છું કે  આવા લોકોને સપોર્ટ કરવા જોઈએ આવા લોકો માટે આગળ આવવું જોઈએ અમે ત્રણ ઘર બનાવવા નાં છીએ,   અમારી ગણતરી છે કે ત્રણ રૂમ બનાવી છે

એટેચ ટોયલેટ બાથરૂમ ની વ્યવસ્થા કરીએ છીએ અને બહારથી આપણે જાળી ની વ્યવસ્થા કરીએ જેથી કરીને એનાથી ઘરડા મા-બાપ છે અને કોઈ જાતની તકલીફ ન પડે,   ગણતરી એવી છે કે દસ દિવસમાં વ્યવસ્થા ઊભી કરવાના છીએ રાત-દિવસ કામ કરવાના છીએ અને ગોંડલના તમામ લોકોને કહું છું કે ગોંડલ ની આજુબાજુમાં વસતા જેટલા પણ ગામો છે તમામ લોકોને કહું છું કે તમે શ્રમદાન કરવા માટે આવી શકો છો. સપોર્ટ કરી શકો છો તેવું અંતમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.