Abtak Media Google News

ધ્રાંગધ્રા શહેરમા રખડતાં ઢોર બજાર અડીંગો જમાવીને ઉભેલા જોવા મળે છે. થોડા સમયથી ઢોરનો ત્રાસ વધ્યો, લોકો તહેવારમા ખરીદી કરવા માટે જતા ડરે છે

ધ્રાંગધ્રા નગરમાં છેલ્લા થોડા દિવસથી નગરની મુખ્ય બજારમાં અને શેરીઓમાં ઢોરનો ત્રાસ વધતા શેરી ગલીઓમા ટોળાં જોવા મળે છે. ત્યારે ઢોરના ત્રાસ વધતા લોકો પરેશાન થઈ ગયા છે. અને નગરપાલિકા યોગ્ય પગલા લઈ દૂર કરે તેવી લોક માગણી ઊઠી છે.

ધ્રાંગધ્રા શહેરમા મુખ્ય બજાર સહીત અલગ અલગ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઢોરનો ત્રાસ વધ્યો છે. ત્યારે લોકો તહેવારમા ખરીદી કરવા માટે જતા ડરે છે. બાળકો પણ બહાર નીકળતા ડરે છે અને વાહન ચાલકોને પણ અવારનવાર અકસ્માતના ભોગ બનવું પડે છે. ત્યારે શહેરની બજાર, ગલીઓમાં મોટા પ્રમાણમાં ઢોરના ટોળા જોવા મળે છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોક માગણી ઊઠી છે. આ અંગે નગરજનોની માગ ઉઠી છે કે ઢોર મુખ્ય બજાર સહિત શેરી, ગલીઓમાં રસ્તા વચ્ચે મોટા પ્રમાણમાં અડ્ડો જમાવી બેસે છે.

ખુટીયાઓની અવારનવાર લડાઈને લઈને વાહનોને નુકસાન થાય છે. બાળકો અને મહિલાઓ ભુંડના ત્રાસથી ડરે છે. ત્યારે નગરપાલિકા દ્વારા પકડવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોક માગણી ઊઠી છે. આ અંગે રમેશભાઈએ જણાવ્યું શેરીઓમાં ઢોરનો ત્રાસ છે. ખુટીયાની લડાઇ અવાર નવાર જોવા મળે છે.

આથી ગંભીર અકસ્માત થવાનો ભય છે. નગરપાલિકા દ્વારા ઢોરને પકડવામાં આવે તેવી સીનીયર સીટીઝન અને લોકોની માગ છે. આ અંગે નગરપાલીકાના ચીફ ઓફીસર મંનટીલભાઈ પટેલે જણાવ્યું કે આ અંગે તાત્કાલીક તપાસ કરાવી પકડવા માટેની વ્યવસ્થા કરવામા આવશે અને સેનીટેશન વિભાગને સુચના આપી લોકોની મુશ્કેલી દૂર કરવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.