Abtak Media Google News

ભુજ સમાચાર

Screenshot 8 3

ભુજમાં ઍરપોર્ટ રોડ પર ખારી નદીના પુલિયા પાસે કચરામાં ખાખી વર્દીના જીપી  લખેલા વન અને ટુ સ્ટારવાળા 20થી 25 શૉલ્ડર બિનવારસી મળી આવ્યા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતાં પોલીસ બેઝ લઇ ગઈ હતી. આ નકલી નહિ પણ અસલી બેઝ હોવાનું અને કદાચ કોઈ કર્મી નિવૃત્ત થયા બાદ ફેંકી દેવાયા હોય અથવા દરજીએ ફેંક્યા હોય તેવી શંકા છે.

અમુક બેઝની પાછળ પેનથી નામ લખેલાં છે. તાજેતરમાં ભુજનો ગઠિયો દિલ્હીમાં નકલી પોલીસ બનીને ઝડપાયો હતો ત્યારે બિન વારસી બેઝ અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

 

નવીનગીરી  ગોસ્વામી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.