Abtak Media Google News

            Website Template Original File 11

 

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે. માટી માંથી બનેલા ડાબી સૂંઢવાળા આ ગણપતિમાં લોકોને ભારે શ્રધ્ધાળા છે.ઐઠોરમાં બિરાજતા ગણપતિના આ મંદિરના ઈતિહાસને લઈને પણ વિવિધ દંતકથાઓ જોડાયેલ છે.

Screenshot 12 2

                            ગુજરાતભરમાં પ્રખ્યાત એવા ગણપતિનું મંદિર મહેસાણા જીલ્લાના ઊંઝાથી માત્ર ૪ કિલો મીટરના અંતરે પુષ્પાવતી નદીના કિનારે આવેલું ઐઠોરમાં ગણપતિનું ભવ્ય મંદિર શિલ્પકલાનો ઉત્તમ નમુનો છે. આ મંદિરમાં બિરાજમાન ગણપતિની મૂર્તિની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુથી નહીં પરંતુ રેણું (માટી)માંથી બનાવવામાં આવી છે. આ પ્રાચીન મૂર્તિને સિંદુર અને ઘી નો લેપ લગાવામાં આવે છે. ભારતભરમાં ભાગ્યે ડાબી સુંઢવાળા ગણપતિની મૂર્તિ જોવા મળે છે.

 

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે. માટી માંથી બનેલા ડાબી સૂંઢવાળા આ ગણપતિમાં લોકોને ભારે શ્રધ્ધાળા છે.ઐઠોરમાં બિરાજતા ગણપતિના આ મંદિરના ઈતિહાસને લઈને પણ વિવિધ દંતકથાઓ જોડાયેલ છે. કહેવાય છે કે, આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવાર-નવાર ઐઠોર આવીને પૂજન-અર્ચન કર્તા અને મોટા કાર્યના કે પ્રસંગે પહેલા અહીં પૂજન કર્યા બાદ જ તેઓ આગળ વધતા હતા.

Screenshot 11 1

દરેક માસની ચોથના દિવસે અહી દર્શનાર્થે શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટે છે. આ ઉપરાંત અહીં ચૈત્ર સુદ ત્રીજ,ચોથ અને પાંચમના દિવસે શુકન જોવામાં આવે છે. જેમાં વડીલો દ્વારા શુકન જોઇને સમગ્ર વર્ષના હવામાન, વરસાદ કે ખેતી કેવી થશે તેની આગાહી કરવામાં આવે છે. જે પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. જેને આજે પણ ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે.

ફૂલ, અને અનાજ પરથી શુકન જોઇને સમગ્ર વર્ષનો વરતાળો જોવામાં આવે છે. ત્રણ દિવસ યોજાતા શુકન મેળા દરમ્યાન ઐઠોર ગામમાં ખેતી, વેપાર-ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે. પહેલા આ મેળામાં બત્રીસીના શુકન પણ જોવાતા હતા. તે ગામમાં આવતા નાયક ભાઈઓ તથા ગામની મોટી ઉંમરના વડીલો અને બહાર ગામથી આવતા વડીલોના મુખેથી બોલવામાં આવતા શબ્દો પરથી તેનું અર્થઘટન કરવામાં આવતું. પરંઅને શુકન પ્રમાણે તલાટી શુકન લખતા જાય છે. ઉપરાંત રાત્રે ભવાઈમાં ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલ શબ્દોનું મંતવ્ય એકઠા કરીને આખા વર્ષનું વર્ષફળ એટલેકે વરતાળો કાઢવામાં આવે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.