Abtak Media Google News

ગ્રામજનોએ પોલીસ સામે રોષ વ્યકત કરી અડધો દિવસ જડબેસલાક બંધ પાળ્યું રોષપૂર્ણ રેલી સાથે મામલતદારને આવેદન

માણાવદરમાં ઘર પરિવાર સાથે તીનપતીનો જુગાર રમતી મહિલા ઓપર પોલીસે કાયદેસર તુટી પડી રાત્રીનાં એક વાગ્યાના સુમારે વોરંટ કે અધિકારી વગર ઘરમાં ઘૂસી જઈ કાયદેસર ગુંડા ચલાવે તે રીતે લૂંટ ચલાવી આટલેથી ધરાયા વગર બીજાદિવસે પોલીસ સ્ટેશન બોલાવી એક પછી એક મહિલાઓને ઢોર મારમારતા મહિલાઓને જૂનાગઢ ખાતે સારવારમાં ખસેડવી પડેલ ઘરના ત્રણ જેટલા પૂરૂષ સભ્યોને પથારીમાંસુતેલી હાલતમાંથી ઉઠાડી છત્રીસ કલાક જેટલો સમય લોકઅપમાં ગોંધી રાખી અમાનુષી અત્યાચાર ગુજારતા સ્થાનિક પ્રજાજનોમાં રીતસર હાહાકાર મચી જવા પામ્યો છે. પોલીસના અત્યાચાર સામે ફફડતી પ્રજાએ ગઈકાલે રોષપૂર્ણ ગામ બંધ રાખ્યું મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતુ. Img 20180810 Wa0064આ અંગે ભોગ બનનાર પાસેથી મળેલી માહિતી મુજબ ગત તા.૭ના રાત્રીનાં સુમારે માણાવદરના પટેલ ચોક વિસ્તારમાં રહેતા દિવાળીબેન હિતેષભાઈ લાડવા ઉર્ફે કાંતાબેન પોતાના ઘરે આવેલા મહેમાન સાથે ઘર ઘરનાજ જુગાર રમતા હતા. ત્યારે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો માનસીંગ અને નગો વગર ડ્રેસે આ લોકોના ઘરમાં ઘૂસી જઈ રીતસરનો આતંક મચાવ્યો હતો. ઘરના મુખ્ય પુરૂષ હિતેષભાઈ લાડવા ઘસઘસાટ ઉંઘમાં હતા ત્યાંથી તેમના સહિત અન્ય બે પુરૂષોને ઉપાડી જઈ પોલીસ સ્ટેશને લઈ આવેલ મહિલાઓને નિયમ મુજબ જામીન આપ્યા બાદ બીજા દિવસે બુટલેગરોના પાસે મીંયાની મીંદડી થઈ જતો ફોજદાર મહિલાઓ પાસે સુરાતન બતાવવા મહિલાઓને ફરીથી પોલીસ સ્ટેશન બોલાવી એક એક વ્યકતી દીઠ પાચ પાંચ હજાર આપવા પડશે તેવી માંગણી કરેલ આ ઉપરાંત એક એક મહિલાને વારાફરતી રૂમમાં બોલાવી ચામડાના પટા અને પ્લાસ્ટીકના પાઈપથી ન મારવાની જગ્યાએ અમાનુષક્ષ મારમારતા દિવાળીબેન સહિત ના હંસાબે, પ્રવિણાબેન, જમનાબેન અને અરૂણાબેન સહિતનાઓને ગંભીર ઈજાઓ પહોચતા જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવા પડેલ.Img 20180810 Wa0102

માણાવદરની પ્રજામાં આ સમાચારો વાયુવેગે પ્રસરી જતા આ ઘટનાને લઈને રીતસર હાહાકાર મચી જવા પામ્યો હતો. ગામના વેપારી વર્ગ સહિતના અનેક રાજકીય અને સામાજીક આગેવાનો એકઠા થઈ ગઈકાલે બપોરે પછી પોલીસના અમાનુષી અત્યાચારના વિરોધમાં ગામ ઝડબેસલાક બંધ રાખવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ રોષપૂર્ણ રેલી સાથે માણાવદર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતુ આ ઘટનામાં સંડોવાયેલા માણાવદરના પએસઆઈ એચઆર. હેરભા સહિત કોન્સ્ટેબલ માનસીંગ અને નગ સહિત કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતુ આવદેનની નકલ ડીવાયએસપી કેશોદ, જિલ્લા પોલીસ વડા મહિલા આયોગ માનવ અધિકાર પંચ તેમજ મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ શાખા ગાંધીનગર સુધી રવાના કરાઈ હતી.

ગ્રામજનોના કહેવા મુજબ તાજેતરમાં આ ઘટના જેવીજ એક અન્ય ઘટના માણાવદરના ચુડવા ગામે બનવા પામી હતી જેમાં પણ આ ડંડાધારી પીએસઆઈએ પોતાનો મિજાજ બતાયો હતો જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ પીએસઆઈનો નજીકનો કોઈ સગો મુખ્ય મંત્રીનો ખાસમખાસ હોય આપીએસઆઈ તેનો વાવડો રાખીને ફરી રહ્યો છે. આની સામે કોઈ કાર્યવાહી નહિ થાય તો આગામી સમયમાં ગ્રામજનોએ હીજરત તેમજ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.