Abtak Media Google News

મંદિરમાં દાન પેટી રખાઇ નથી, તાળા મારાવામાં આવતા નથી: અહીં માતાજીનો માંડવો, હવન ઉપરાંત વિવિધ ઉત્સવો ઉજવાય છે: મોટો ચબુતરો, પક્ષીઓનો કલરવ, મંદિર ફરતે વૃક્ષો વાતાવરણને આમલાદક બનાવે છે

લાડેહરવાળી ખોડિયાર માતાજીનું મંદિર નવાગામ આણંદપરમાં આવેલું છે. કુદરતી પ્રકૃતિના ખોળે આવેલું મંદિર અતિ સુંદર અને મનમોહક છે. અહીં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. લાડેકર વાળી ખોડિયાર માતાજીનું મંદિર જેની વાત કરીએ તો ઉગાભાઇ બાલાસરાને માઁ સ્વપ્નમાં આવ્યા હતા. માતાજીએ આવીને કહ્યું કે, હું અહીં નીચે ભેખડમાં દબાયેલી છુ ત્યાર બાદ ઉગાભાઇએ મંદિરની સ્થાપના કરેલી ત્યારે મંદિર સાવ નાનુ હતું. હવે લાડેહર વાળી ખોડિયાર ગ્રુપના સાથ અને સહકારથી મંદિરની અદભુત રચના કરવામાં આવી છે ચારેય બાપુ વૃક્ષો ઉગાડયા છે. મંદિર વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપ છેલ્લા સતર વર્ષથી કાર્યરત છે. મંદિરે માતાજીનો હવન કરવામાં આવે છે. માતાજીનો માંડવો કરવામાં આવે છે અને માંડવાના દિવસે લાપસી અને સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે. માતાજીનો તાવો પણ અહીં થાય છે. અહીં માતાજીની અખંડ જયોત ચાલુ છે, આ મંદિરમાં ચબુતરો છે જયાં રોજ એક મણ ચણ નાખવામાં આવે છે. ગાય માતાની સમાધી પણ છે. મંદિરની ખાસ વાત એ છે કે  અહી દાત પેટી રાખવામાં આવી નથી અને મંદિરને તાળા પણ મારવામાં આવતા નથી આવા સુંદર અને રડીયામણું મંદિરમાં મોટી સંખ્યામાં ભકતો માઁના ચરણે આવી પ્રકૃતિનો આહલાદક નજારો માણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.