Abtak Media Google News

સી.એસ.એ. દ્વારા લીગ ખરીદવા ૧૫૦ની યાદીમાંથી આઠ લોકો પર પસંદગી

બોલીવુડના સ્ટાર શાહરુખ ખાન કે જેણે ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ) અંતર્ગત કલકતા નાઈટ રાઈડર્સ ખરીદી હતી હવે તે સાઉથ આફ્રિકાના કેપટાઉનની ફ્રેન્ચાઈઝીની ખરીદી આગામી માટે કરી છે.

Advertisement

શાહરુખની આઈપીએલની દિલ્હી ફ્રેન્ચાઈઝી જીએમઆર સ્પોર્ટસ દ્વારા જ જહોનિસબર્ગની ગ્લોબલલીગ ખરીદી કરવામાં આવી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (સી.એસ.એ.) દ્વારા લંડનના બિવલ્ગરી ખાતે આઠ લોકોએ ખરીદી કરી હોવાની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી.

ખાન અને જીએમઆર અને બીજા ટીમ માલિકોમાં ડર્બનના રાણા ફવાદ છે કે જે કતાર લુબ્રીક્ધટ કંપનીના માલિક છે. તેમણે પણ પાકિસ્તાન સુપરલીગમાં લાહોર કેલેન્ડરની ફ્રેન્ચાઈઝી ખરીદી છે. આ ઉપરાંત જાવેદ અફીદી, બેનોની, પાકિસ્તાની બિઝનેસ, એકઝીકયુટીવ અને પીએસએલ ટીમ પેશાવર ઝાલમી, દુબઈબેઝ વેપારી અજય શેઠી (પોર્ટ એલીઝાબેથ) ચેનલ-૨ ગ્રુપના ચેરમેન મુસ્તાક ઈનુ-બ્રે (સ્ટેલેનબોસ), બ્રિમસ્ટોન ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના કો-ફાઉન્ડર અને હોંગકોંગના સુશીલકુમાર (બલોઈમફોટેઈન) અને સાઉથ આફ્રિકાના કોન્સ્ટીયમના ઓસમાન દ્વારા પણ વિવિધ ટીમોની ખરીદી કરવામાં આવી હતી. આ હરિફાઈ ખુબ જ તગડી હતી. જેમાં ૧૫૦ લોકોએ ટીમ ખરીદવા માટે તૈયારી બતાવી હતી. દુનિયાભરના લોકોએ આમા રસ દાખવ્યો હતો પરંતુ ઉંડી ચર્ચા બાદ દરેકની વ્યકિતગત તાકાતના આધારે આઠ માલિકો પર પસંદગી ઉતારવામાં આવી હતી. જેના દ્વારા ચોકકસ પ્રકારની નીતિના આધારે પ્રથમ ગ્લોબલ લીગ પૂર્ણ રીતે સફળ બનશે તેવું સીએસએના પ્રેસિડેન્ટ ક્રિસનેઝાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ટીમોના માલિકોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું સતાવાર નિવેદન અપાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.