કિંગખાનના પુત્રે કાન પકડ્યા: હું ચરસ લઉં છુ અને ક્રુઝ પાર્ટીમાં પણ….. આર્યન ખાનનો મોટો ધડાકો

ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીના કેસમાં ધરપકડ કરાયેલ આર્યન ખાન જેલમાં છે. શુક્રવારે કિલ્લા કોર્ટે તેના જામીન ફગાવી દીધા હતા.  ત્યારબાદ હવે આર્યનના વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી. NCBની પૂછપરછ દરમિયાન આર્યન અને અરબાઝ મર્ચન્ટે ડ્રગ્સ લેવાની કબૂલાત કરી છે. આર્યને કહ્યું છે કે તે ચરસ લે છે અને ક્રૂઝ પાર્ટી દરમિયાન ચરસ પણ લેવાનો હતો. NCB એ કોર્ટમાં આપેલા પંચનામામાં જણાવ્યું છે કે તલાશી લેતા સમયે અરબાઝે બુટમાંથી ડ્રગ્સનું પાઉચ કાઢ્યું હતું. તે પાઉચમાં અરબાઝ પાસેથી 6 ગ્રામ ચરસ મળી આવ્યું હતું.

કાર્યવાહી કરતા પહેલા NCBએ NDPSની કલમ વિશે જણાવ્યું 

પંચનામા મુજબ NCB અધિકારી આશિષ રંજન પ્રસાદે આર્યન અને અરબાઝને પૂછપરછ કરવાનું કારણ જણાવ્યું હતું. આ પછી પ્રસાદે બંનેને NDPS એક્ટની કલમ-50 વિશે સમજાવ્યું. એનસીબીએ આર્યન અને અરબાઝને વિકલ્પ પણ આપ્યો હતો કે જો તેઓ ઈચ્છે તો ગેઝેટેડ ઓફિસર અથવા મેજિસ્ટ્રેટ તેમની તલાશી લઈ શકે છે, પરંતુ બંનેએ ના પાડી હતી.

ડ્રગ લેતા હોવાની કબૂલાત

પંચનામા મુજબ, તપાસ અધિકારીએ આર્યન અને અરબાઝને પૂછ્યું કે શું તેમની પાસે કોઈ નાર્કોટિકસ ડ્રગ્સ છે. જવાબમાં અમારી પાસે પ્રતિબંધિત ડ્રગ્સ હતા તે વાતની બંનેએ કબૂલાત કરી હતી. અરબાઝે NCBના અધિકારીઓને કહ્યું કે તેના બુટમાં ચરસ છે. આ પછી, અરબાઝે પોતે પગરખાંમાં રાખેલ ઝિપ લોક પાઉચ કાઢીને આપી દીધું હતુ.

તે પાઉચની અંદર એક ચીકણો કાળો પદાર્થ હતો. પંચનામા મુજબ, અરબાઝે સ્વીકાર્યું કે તે આર્યન સાથે ચરસનું સેવન કરે છે અને તેઓ ક્રૂઝ પાર્ટીમાં પણ લેવાના હતા. આ પછી જ્યારે આર્યન ખાનને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે  પણ સ્વીકાર્યું કે તે ચરસ લે છે.

સોમવારે વકીલ આર્યનના જામીન અંગે નવી રણનીતિ ઘડશે

આર્યનના વકીલ સતીશ માનશિંદે કહે છે કે પહેલા તેઓ કિલ્લા કોર્ટના ઓર્ડરની નકલ જોશે અને પછી સોમવારે શું કરવું તે નક્કી કરશે. માનશિંદેએ શુક્રવારે કોર્ટમાં દલીલ કરી હતી કે આર્યન કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો નથી. તે બોલિવૂડમાંથી છે અને આમંત્રણ પર ક્રૂઝ પર ગયો હતો. તેનો મોબાઈલ ડેટા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ સિવાય તેમની પાસેથી કશું જ મળ્યું નથી.