Abtak Media Google News

સવારે પવનની ગતી ધીમી રહેતા પતંગ રસિકોના બાવડા દુ:ખવા માંડયા, બપોર પછી પવન ભાળતા આકાશમાં પતંગોની રંગોળી પુરાય: અગાશી પર જામી ઉંધીયુ, ચીકી, જીંજરા, શેરડીની મહેફિલો: ગામે ગામ ઉતરાયણની ઉજવણી

રાજકોટ સહિત સમગ્ર રાજયમાં રવિવારે મકરસંક્રાંતિ અને સોમવારે વાસી ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. આકાશમાં આખો દિવસ પતંગ યુદ્ધ જામ્યુ હતું. સાંજ પડતાની સાથે જ અગાશી પર રાસ-ગરબા અને આતશબાજીની જમાવટ જોવા મળી હતી. ઉતરાયણના દિવસે સવારના સમયે પવનની ગતી ઓછી હોવાના કારણે પતંગવીરોના બાવડા દુ:ખવા લાગ્યા હતા. જોકે બપોર બાદ પવન નિકળતા આકાશમાં રંગબેરંગી પતંગની મનમોહક રંગોળી પુરાય હતી. તુક્કલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં સાંજે આકાશમાં તુકકલો ઉડતા દેખાયા હતા. સોમવારે અનેક સ્થળોએ વાસી ઉતરાયણની પણ ઉજવણી કરવામાં આવી હતી.

ધોરાજી

ઉતરાયણનો દિવસ હોય ત્યારે પતંગ રસિકોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ વહેલી સવારથી પોતાની અગાસીએ તથા ધાબા પર નાના મોટા તમામ લોકો પતંગ ચગાવતા નજરે જોવા મળ્યા હતા. રંગબેરંગી પતંગો અલગ અલગ પ્રકારના દોરા લઈને પતંગ રસિકો પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. સવારે લોકો ગાયને ઘાસ અને ગરીબોને અલગ અલગ લ્હાણી દેતા જોવા મળ્યા તો મીઠાઈ અને ફરસાણ તેમજ ઉંધીયું બજારમાં લેવાતું હતી પતંગ ચગાવતી વેળાએ લોકો રાસ ગરબા તથા દાંડીયા અને સંગીતના તાલે જુમ્યા હતા તથા સાંજ પડતાની સાથે આકાશમાં તુકકલો જોવા મળ્યા હતા.

ઉપલેટા

ઉપલેટામાં પતંગ રસિયાઓ સુર્ય નારાયણે દર્શન દેતા જ ઉંધીયુ, ચીકી, રેવડી, શેરડી લઈને પોત પોતાના ધાબા-અગાશીઓ ઉપર ચડી રંગબેરંગી અવનવા ડિઝાઈનની પતંગો ઉડાડી એ..કાપ્યો, એ.. ગયો ના સંવાદ સાથે નાના-મોટા સૌએ સંક્રાંતિ નિમિતે પતંગ ઉડાડતા પોતાના મન રોકી શકયા ન હતા.

ઓખા

ઓખામાં ઉતરાયણની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. સવારથી જ લોકો ધાબા પર ચડી ગયા હતા. લોકોએ બેટરી અને જનરેટરનો સહારો લઈ મ્યુઝક સિસ્ટમ ચાલુ કર્યા હતા. સવારથી જ ઓખાનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું. ધાબા અગાસી પર જ લોકોએ ઉધીંયુ, થેપલા સાથે તલ, માંડવી, મમરાની મહેફિલો જમાવી હતી. બપોર બાદ વેપારીઓ દુકાન બંધ કરી પતંગ ચગાવી હતી.

જામનગર

જામનગરના પતંગરસિક નગરજનોએ મકર સંક્રાંતિ પર્વને મનભરીને માણ્યું. મોટાભાગના પતંગરસિયાઓએ સવારે ૯ થી રાત્રીના ૯-૧૦ વાગ્યા સુધી પતંગો તથા તુકકલો ગગનમાં ચગાવ્યા. આ વર્ષે ચાઈનીઝ દોરા-પતંગો તથા તુકકલનું વેચાણ કરતા જથ્થાબંધ-છુટક વેપારીઓ પર પોલીસ તથા મહાનગરપાલિકાના તંત્રોએ શ‚આતથી જ કડક દેખરેખ તથા માલજપ્તીના પગલા લેતા સ્થાનિક પતંગો ખુબ વેચાયા-ખુબ ચગ્યા, પતંગના શોખીન નગરજનો, ભાઈઓ તથા બહેનો ઉપરાંત બાળકો અને વૃદ્ધો પણ શહેર આખાની અગાસીઓમાં દિનભર જોવા મળ્યા. સંગીતનો સથવારો, ફાફડા-જલેબી સહિતનો નાસ્તો અને પરિવારજનોનો સંગ આ બધી બાબતોનું કોકટેલ એટલે કાઠિયાવાડી પતંગોત્સવ.

રાજુલા

મકરસંક્રાંતિ પર્વ નિમિતે રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ અને જ‚રીયાતમંદ બાળકોને મકરસંક્રાંતિ નિમિતે કિટ વિતરણ કરવામાં આવી હતી અને નાના ભુલકાઓને બિસ્કીટ મમરાના લાડુ અને પતંગો અને શેરડી વિતરણ વાલ્મિકી સમાજના યુવાનો રાહુલભાઈ ચૌહાણ, પંકજભાઈ ચૌહાણ, રાહુલભાઈ જાપડિયા, આકાશભાઈ ગોહિલ તથા આશિષભાઈ ચૌહાણ દ્વારા મકરસંક્રાંતિ નિમિતે કિટ વિતરણ કરાઈ હતી અને અનોખી રીતે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જે.એ.સંઘવી હાઈસ્કૂલ રાજુલા સ્વામી વિવેકાનંદ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી. શાળાના ટ્રસ્ટી બિપીનભાઈ લહેરી અને આચાર્ય પંપાણીયા દ્વારા આ પ્રવૃતિને બિરદાવવામાં આવેલ હતી અને શાળામાં પતંગ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવેલ હતું અને શાળાના વિદ્યાર્થીઓએ અને સમગ્ર શાળા પરીવાર દ્વારા આ કાર્યક્રમને ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવેલ હતો.

દામનગર

દામનગર શહેર ના સૂર્યમુખી ધૂન મંડળ ના ગુલાબી યુનિફોર્મ માં યુવાનો ની ફૂલ ગુલાબી ગૌસેવા દાન ધર્મ પરોપકાર ના પર્વ મકરસંક્રાંતિ ના પાવન દીને શેરી એ શેરી ફરી ખોળ ગોળ નિરણ રોકડ અનાજ સહિત નું દાન મેળવતા યુવાનો દ્વારા દામનગર શહેર ની મુખ્ય બજારો રહેણાંક વિસ્તારો માં ખૂબ મોટી સંખ્યા માં જોળી ફેરવતા ગૌસેવકા મકરસંક્રાંતિ ના પવન પર્વ ને અનોખી રીતે ઉજવતા સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા જોળી માં થનાર દાન દ્રવ્ય ને દહીંથરા અલખઘણી ગૌશાળા માં અર્પણ કરાશે અબોલ જીવો માટે યાચીકા કરતા સૂર્યમુખી ધૂન મંડળ ની વંદનીય સેવા દહીંથરા અલખઘણી ગૌશાળા ના સ્વંયમ સેવકો સનાતન ધૂન મંડળ ઢસા સૂર્યમુખી ધૂન મંડળ દામનગર અલખઘણી ધૂન મંડળ દહીંથરા સહિત ગ્રામ્ય વિસ્તારો માં ખૂબ મોટી સંખ્યા માં ગૌસેવકો દ્વારા જોળી ફેરવાય રહી છે દામનગર શહેરી વિસ્તાર સહિત ત્રીસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો માં મકરસંક્રાંતિ ના પવન પર્વ નિમિતે અબોલ જીવો માટે યાચીકા કરતા ગૌસેવકો ની સુંદર સેવા કરતા નજરે પડે છે.

દામનગર લીલીયા તાલુકા ના ઢાંગલા ગામે નકળગ ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ ની પરોપકાર થી ઉજવણી કરી હતી. નાના એવા ઢાંગલા ગામ ના નકળગ ગ્રુપ ના યુવાનો એ દૂરસદુર દિવસો સુધી અબોલ જીવો ઘાસચારો મળી રહે તે રીતે લીલો ઘાસચારો પાથરતા યુવાનો ની સ્વંયમ સમજ પતંગ દોરા વગર અંતરઆત્મા ને આનંદિત મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે જીવદયા નો સુંદર સંદેશ આપ્યો હતો.

કેશોદ

મકરસંક્રાંતી નિમિતે સત્યમ સેવા યુવક મંડળ તેમજ દાતાઓનાં ઉપક્રમે મકરસંક્રાંત નિમિતે જ‚રીયાત પરિવારોને અનાજ, ચોખા, મમરાનાલાડુનું વિતરણ કરવામાં આવેલ હતુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મંડળના પ્રમુખ ઉતમભાઈ પૂરોહિત, સાજીક કાર્યકર ભીખાભાઈ ધોકીયા તથા સેવાભાવિઓ ઉપસ્થિત રહેલ અને જરૂરીયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.