Abtak Media Google News

શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દિન પ્રતિ દિન મારામારીની ઘટનાઓ બનવા પામી છે ત્યારે હવે તો લુખ્ખા ને જાણે ખાખીનો થોડો પણ ખોફ રહ્યો ન હોય તેવું સામે આવી રહ્યું છે. જેમાં તેવી જ આજે ઘટના બનવા પામી છે એ ડિવિઝન પોલીસ મથકમાં આજે રિક્ષાચાલકો વચ્ચે છરીઓ ઉડતા સહેજમાં અટકી હતી . શાસ્ત્રી મેદાન પાસે પાંચ રિક્ષાચાલકો વચ્ચે થયેલા ડખામાં પાંચે રીક્ષા ચાલકો એક જ રિક્ષામાં બેસીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ઘસી આવ્યા હતા અને પોલીસ મથકમાં જ મારામારી કરવા લાગ્યા હતા જેમાં એક રીક્ષા ચાલક દ્વારા છરી કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો

રીક્ષા ચાલકોનો ઝઘડો પોલીસે સતર્કતા દાખવી પાંચને પકડી ગંભીર ગુનો થતા અટકાવ્યો

શાસ્ત્રીમેદાન પાસે પાંચેય રિક્ષા ચાલકે ડખ્ખો કરી પાછા એક જ રિક્ષામાં પોલીસ મથકે ઘસી આવ્યા

પરંતુ એ ડિવિઝન પોલીસ સ્ટાફની સતર્કતાથી ગંભીર ગુનો થતા અટક્યો હતો.બના અંગેની મળતી માહિતી અનુસાર શાસ્ત્રી મેદાન પાસે રિક્ષાચાલકો પેસેન્જર બેસાડવા માટે રીક્ષાની લાઈન લગાડી ઊભા હોય છે ત્યારે આજે પેસેન્જર બેસાડવા બાબતે બે રીક્ષા ચાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં પાંચ રિક્ષાચાલકો બાખડીયા હતા. અને પાંચેય રીક્ષા ચાલકો ઝઘડો કરતા કરતા સમાધાન કરવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને એક જ રિક્ષામાં ઘસી આવ્યા હતા.

જ્યાં એક રીક્ષા ચાલક દ્વારા નેફામાંથી છોરી કાઢીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સતર્કતા વાપરી હુમલાખોરના હાથમાંથી છરી ખેંચી લેવામાં આવી હતી જેથી આ બનાવવામાં ગંભીર ગુનો થતા અટક્યો હતો.પરંતુ આ પાસે રીક્ષા ચાલકોને પોલીસે બેસાડી દીધા હતા તે સાથે જ પાંચે રીક્ષા ચાલક હોય આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું. જેમાંનો એક રીક્ષા ચાલતો  કરવાના નાટક પોલીસ સ્ટેશનમાં કરી રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.