Abtak Media Google News

ભારતીય રેલવે કેટરીંગ અને ટુરીઝમએ ઓનલાઈન ટિકિટા બુકીંગમાં હવે રેલવે પણ કેન્સેલેશનનો ગ્રાહક લક્ષી વિકલ્પ સુવિધા માટે અનેક નિયમો સાથે કામગીરી કરી રહ્યું છે.

બુક થયેલી ટિકિટનું કેન્સેલેશનથી કેન્સલ કરાવનારને ટિકિટના પૈસા પાછા મળી શકે છે તેમ છતા ચાર્ટ તૈયાર થઈ ગયા. ટિકિટ કેન્સલ કરાવી નહિ શકાય સામાન્ય ટિકીટ પર મુસાફરી માટે ટિકિટ ડિપોઝીટ રીશીપ્ટ અને રીફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવેના ટિકિટ અંગેના નિયમોમાં જોઈએ તો કન્ફોમ ટિકિટ ૪૮ કલાક પહેલા કેન્સલ કરાવી શકાય છે. અને ૨૪૦ રૂપીયા એક વ્યકિત દીઠ કેન્સેલેશન ચાર્જ ભરવાનાં રહેશે. ટુટાયર, ફર્સ્ટકલાસ એસી માટે ૨૦૦, થ્રીટાયર એસી ચેયર માટે ૧૮૦, ઈકોનોમીક કલાસ માટે ૧૨૦, સેકેન્ડ કલાસ માટે રૂપીયા ૬૦નો કેન્સેલેશન ચાર્જ ચૂકવવો પડશે.

કન્ફોર્મ ટિકિટ ટ્રેઈન ઉપડયા પહેલા ૧૨ થી ૪૮ કલાક પૂર્વે ૨૫%ના ચાર્જથી કેન્સલ કરાવી શકાશે.૧૨ કલાકથી ઓછાના સમય અને ટ્રેન ઉનડયા પહેલા ૪ કલાક પૂર્વે ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ ટિકિટ કેન્સલ કરવી હોય તો ૫૦%ની ખોટ ખાવી પડશે.

ઈ-ટિકિટ કેન્સલ કરવા માટે ટ્રેન ઉપડયા પહેલા ૩૦ મિનિટનો સમય રાખવામાં આવ્યો છે. ઈન્ડીયન રેલવે દ્વારા કન્ફોર્મ ટિકિટના સમય મર્યાદાનો ભંગ થવાના કિસ્સામાં કોઈપણ પ્રકારનું વળતર નહિ મળે રેલવે દ્વારા ટિકિટોમાં કેન્સેલેશનની સુવિધાઓને અલગ અલગ તબકકામા વિભાજીત કરીને ગ્રાહકોને કેન્સેલેશનની સુવિધામાં અલગ અલગ દરથી જેમ સમય ઘટતા જાય તેમ રીફંડમાં કપાતની ટકાવારી વધારવાનું આયોજન ર્ક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.