Abtak Media Google News

મેષ

આજે આપને ઘર અને કામમાં ઘણો ભાર અનુભવાશે. ઘણા લોકો આપની સલાહ માંગશે. આપ પ્રમાણિકતાથી બધાને સલાહ આપજો અને જે કામ આપ કરી રહ્યા છો એની પુરી જવાબદારી સંભાલશો. આ ખરાબ સમય પણ જલ્દીથી વીતી જશે અને બધુંજ સામાન્ય થઈ જશે

વૃષભ

સંભાવના છે કે આજે આપ કોઈની સાથે ઝઘડો કરી બેસો ખાસ કરીને આપના મિત્રો, પરિવારજનો અથવા પછી સાથે કામ કરનારાઓ સાથે માટે જરા સાવચેત રહેજો. આજે વાતચીતજે વધુ ગંભીરતાપૂર્વક ન લેશો, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે જો કોઈ આપના સારા વહેવારનો ફાયદો ઉઠાવે તો એનો ફાયદો ઉઠાવવા દો. આજે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આપ પોતાની સમજ અને પરિપક્વતાથી વિપરિત પરિસ્થિતિઓમાં પણ સંતુલન જાળવી રાખજો.

મિથુન

આપ પોતાની ઓલખાણને લધે પોતાના વ્યાવસાયિક અને સામાજીક જીવનમાં સફળતા મેળવશો. આ સંબંધને ટકાવી રાખજો કારણકે એનાથી આપના જીવનમાં ઘણો બધો ફેરફાર થશે. આપ એમની મળેલી મદદ માટે ધન્યવાદ કહેવાનું ન ભૂલશો.

કર્ક

આજે જીંદગી પ્રત્યેનું આપનું દૃષ્ટિબિંદુ પુરી રીતે બદલાઈ જશે. આજે આપ વહેવારિક અને તર્કસંમત વાતો તરફ આપનું વલણ બદલશો. કોઈ ખાસ અનુભવ આજે આપને બદલી દે જેના પરિણામરૂપે આજે આપને લાભ થશે. લોકો પણ આપના આ પરિવર્તનની સરાહના કરશે.

સિંહ

આ પોતાના પરિવારજનોની સાથે કોઈ સમારોમમાં જવાનો વખત છે. કેમ અને ક્યારે જઈએ એ વિચારવાની વાત નથી. જો આપે આપના પરિવારની સાથે ક્યાંક બહાર જવાની તક મળી રહી છે તો એનો ફાયદો જરૂર ઉઠાવો. કારણકે આવા અવસર વારંવાર નથી આવતા. આ સમયનો લાભ ઉઠાવીને આપ ખૂબ મઝા લઈ શકો છો.

કન્યા

આજે આપ પોતાની મોટી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ શરૂ કરી દેશો. આ સમય માંદગી અને મુદ્દાઓને મન વગર ઉકેલવાનો કોઈ અર્થ નથી. આપે એને જડથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કામ જરા મુશ્કેલ છે પણ અસંતાવ નથી.

તુલા

આજે ગમે તે થઈ જાય આપ આપનાં નજીકના લોકો સાથે કોઈ બહસમાં ન પડશો. પરિસ્થિતિ ગમે તેટલી ઉશ્કેરાવે પણ આપ બહસથી દૂરજ રહેજો. આપે આપનું મગજ ઠંડુ રાખવાનું છે અને વાદવિવાદથી બસીનેજ પોતાની એને પોતાનાઓની ખુશીઓને પણ બચાવવાની છે. પોતાની ભાવનાઓને નમ્રતા અને સ્પષ્ટપૂર્વક વ્યક્ત કરો આપના પ્રિયજનો આપની વાત સાંભળશે.

વૃશ્ચિક

આપ આજે એવું કાંઈક કરશો જેથી આપ આપની આસપાસના લોકોને પ્રભાવિત કરી શકશો. આજે આપની યોગ્યતાઓ એની ચરમ સીમા પર છે. અને દરેક ક્ષેત્રમાં આપનો દેખાવ વખાણવા લાયક રહેશે. પરંતુ આ વાતનું મનમાં અભિમાન થવા ન દેશો નહિતર આપના દોસ્ત જ આપની વિરૂદ્ધ થઈ જશે.

ધન

વિદેશ સંબંધિત કોઈ કામમાં આપની સફળતા મળી શકે છે. જો આપ વિદ્યાર્થી છે તો એ સફળતા કોઈ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશના રૂપમાં મળી શકે છે. આ સફળતા વિદેશમાં નવી નોકરી જેના પ્રત્યે આપ આશાભરી મીટ માંડી રહ્યા છો એ પણ હોઈ શકે છે. અથવા પછી એ કોઈ આંતરરાષ્ટ્રીય સૌદો પણ હોઉ શકે છે.

મકર

આજે આપે બીજાઓ સાથે પોતાની છબી સુધારવામાં લાગ્યા રહેશો. આપને સલાહ આપવામાં આવે છે કે આપ બીજાઓને બદલવાને બદલે પોતાને બદલવાનો પ્રયત્ન કરો. અને આ બદલાવ માત્ર બાહરથી ન હોઈને અંદરથી થવો જોઈએ જો આપનું મન ચોકખું હશે તો આપની સારાઈ આપ મેળેજ બાહર આવી જશે. આપની સારાઈને કારણે સામેવાળો આપમેળેજ આપની સાથે સારો વહેવાર કરવા લાગશે.

કુંભ

કદાચ આપ નવા સંબંધનો પાયો નાંખો. આપનો આ દોસ્ત ખરાબ સમયમાં પણ આપનો સાથ પણ આપશે. આપને લાગશે કે આપ કેવા ભાગ્યશાળી છે કે આપને આવો દોસ્ત મળ્યો. આપ આ દોસ્ત આપની જીંદગીમાં આવવા બદલ ભગવાની કૃપાજ સમજશો.

મીન

આપની રોજની દિનચર્યા બદલાઈ જશે. એ કદાચ આપના ઘરમાં લીનનાં સમારોહના કારણે હોય. આ સમારોહમાં ખૂબ મઝા કરશો. અને એવા સગાસંબંધીઓને મળશો જેને આપ ઘણા દિવસોથી મળવ નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.