Abtak Media Google News

આજ નો ઉપાય : 

દેવામાથી મુક્ત થવાનો ઉપાયઃ-

નાનુ સફેદ કપડું લાવીને પોતાની સામે પાથરી દેવુ. પાંચ ગુલાબનાં ફૂલોને ગાયત્રી મંત્રનું રટણ કરતાં તેમાં બાંધી દેવાં. ત્યારબાદ તેને કોઈ મંદિરમાં મૂકી આવવાં.અને ગણપતિ અથર્વશિર્ષ ના પાઠ કરવા આ પ્રયોગ કરવાથી ઝડપથી ઋણમુક્ત થઈ જવાય છે.

મેષ :

મેષ 5
સવારના સમયમાં આરોગ્ય નબળું જણાય સ્ફૂર્તિનો અભાવ પણ વર્તાય પણ લગભગ 11 વાગ્યા પછી સારુ લાગે ધર્મિક વિધિવિધાન સાથે સંકળાયેલાને લાભ

વૃષભ :

વૃષભ 4
નાની પનોતીનો સામનો કરી રહ્યા છો કાર્યસ્થળે નિરસતા રહે પણ આજે, આનંદના સમાચાર મળે દિવસ હળવાશથી પૂર્ણ થઈ શકે છે

મિથુન :

મિથુન 4
આજે વેપાર રોજગારમાં ઉત્સાહ રહે સારા પરિણામ મળવાની આશા બંધાય પણ, સચેત તો રહેવું જ પડશે
કોઈપણ વિવાદમાં સપડાવ નહીં તે જોવું

કર્ક :

કર્ક 4
આરોગ્યની જાળવણી અવશ્ય કરજો ઠંડાપીણાથી કમસેકમ આપ દૂર રહેજો બ્લડપ્રેશરના દર્દીઓએ સાવધાન રહેવું પતિ-પત્નીએ દરગુજરની ભાવના રાખવી.

સિંહ :

સિંહ 4
મગજમાં ખૂબ ગુસ્સો રહે માથુ દુઃખવા આવી જાય એવો વિચારવાયુ રહે સાંજ પછી પરિસ્થિતિ સુધરે
પતિ-પત્નીએ સાથે મળી કાર્ય કરવું. સફળતા મળશે

કન્યા :

કન્યા 4
આરોગ્યની જાળવણી કરવી મિત્રો સાથે મન-દુખના બનાવો બને આજે ખર્ચનું પ્રમાણ પણ વધતું લાગે છે સંતાનના કાર્યમાં વ્યસ્ત રહેવાય

તુલા :

તુલા 4
આજે ધનસ્થાન બળવાન છે આ ઉપરાંત આજે એક બીજો લાભ પણ થઈ શકે અંતરમનમાં આનંદ અવશ્ય જળવાશે સ્થાનાંતરના યોગ પણ રચાયા છે

વૃશ્ચિક :

વૃશ્ચિક 4
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલાને લાભ કર્મસ્થાન આજે બળવાન છે. નવું ઘર ખરીદવા માંગતા જાતકો માટે સાનુકૂળતા ધાર્મિક સ્થળની મુલાકાત પણ સૂચવે છે

ધન :

ધન 4
જો બહારગામ જવાના હોય તો જાળવજો યાત્રા-પ્રવાસમાં અગવડ ઊભી થઈ શકે છે શક્ય છે પ્રસ્થાનના સમય પહેલા આરોગ્ય બગડેમાતાજીની ઉપાસના કરજો

મકર :મકર 4
બપોર પછીનો સમયગાળો શુભ છેસંધ્યા સમયે વિશેષ સાનુકૂળતા જયેશભાઈ કહે છે કે સંતાન દ્વારા સારા સમાચાર મળેઆપનો ઉત્સાહ બેવડાઈ જાય તેવું પણ બને

કુંભ :

કુંભ 4
આજે અટક્યું કાર્ય આગળ ધપાવજો પ્રયત્ન કરજો સફળતા મળશે જીવનસાથી સાથે વૈમનસ્ય ન સર્જાય તે જોવુંભાગ્યના બળથી નોકરી કરતા જાતકોને લાભ

મીન :

મીન 4
સંતાનને સ્થાનાંતરના યોગ છે વિદ્યાર્થી મિત્રોને સાનુકૂળતા જણાશેવાહનની દલાલી સાથે સંકળાયેલા જાતકોને લાભ લેબરવર્ક કરતા જાતકોને પણ લાભ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.