Abtak Media Google News

રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વભંડોળમાંથી વિકાસલક્ષી કામોનો પ્રારંભ કરાવતા જિ.પં.ના પ્રમુખ ભુપત બોદર

હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે ગામડાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજ્જ બને તેમજ દરેક ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ, માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ મળે તે માટે રાજકોટ જીલ્લાના વિવિધ ગામોના વિકાસ કાર્યોને વેગવંતા બનાવ્યા છે. ત્યારે રજોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરના સ્વભંડોળમાંથી રાજકોટ જીલ્લાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવવામાં આવેલ હતો.

આ તકે ભૂપતભાઈ બોદરની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના અણીયાળા ખાતે રામજી મંદિર થી બાકી રહેતી શેરીમાં પેવર બ્લોકના કામનો પારંભ કરવામાં આવેલ હતો. તેમજ પાડાસણ ખાતે મોહન કાના હાપલીયાના ઘરથી જીવરાજ હાપલીયાના ઘર સુધી તેમજ કેસુ નાનજી અને ભીખુ નાનજી ની ની શેરી વચ્ચેના વિસ્તારની શેરીમાં પેવર બ્લોકના કામનો પ્રારંભ  તેમજ ડેરુઈ ખાતે જીવા પાંચાના ઘરવાળી શેરી તેમજ બાકી રહેતી શેરી સુધી પેવર બ્લોકના કામનો પ્રારંભ, ડીડીઓના સ્વભંડોળમાંથી જનરલ સ્મશાનમાં સ્મશાન ગૃહ બનાવવાનું કામ, લાપાસરી ખાતે બાપા સીતારામ ના ઓટા પાસે બ્લોક, રફાળા ખાતે ભૂગર્ભ લાઈન વોકળા સુધી નિકાલનું કામ,

કાળીપાટ ખાતે મહાકાલી મંદીર વાળા ચોકમાં પેવર બ્લોકના કામ, હળમતીયા ખાતે હિંદુ સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ બાંધવાનું કામ, તેમજ વડાળી ખાતેપ્રાથમિક શાળાના મેઈન ગેઈટથી મેઈન રસ્તા સુધી પેવર બ્લોક કામ અને જીકાભાાઈ જાદવ, જીવરાજભાઈ ગાજીપરા વાળી ઘટતી શેરી તથા મેઈન રોડ માં પેવર બ્લોકના કામ, ગઢકા ખાતે ભૂગર્ભ ગટરનું કામ, મહિકા ખાતે મેઈન રોડ થી સ્મશાન સુધી બાકી રહેતા વિસ્તારમાં પેવર બ્લોકનું કામ, ફાડદંગ ખાતે ગોવિંદભાઈ આટકોટીયાવાળી શેરી તેમજ બાકી રહેતા વિસ્તારમાં પેવર બ્લોકનું કામ ભૂપતભાઈ બોદરના સ્વભંડોળમાંથી પ્રારંભ કરાવવામાં આવેલ હતા. તેમજ આગામી સમયમાં પણ મહાનગરની સાથોસાથ ગામોમાં પણ સર્વાંગી વિકાસની સાથોસાથ પુરતા પ્રમાણમાં સુવિધાઓ પ્રાપ્ત થશે

તેવો નિર્ધાર ભુપતભાઈ બોદરએ વ્યકત કરેલ હતો.આ તકે મહિકા સરપંચ બાબુભાઈ મોલિયા, રસિકભાઈ ખુંટ,  ગઢકા ઉપસરપંચ અશોકભાઈ કલોલા કાળીપાટ ગામ નરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ મકવાણા, ઉપસરપંચ યુવરાજસિંહ જાડેજા, મંદિરના પુજારી જયદેવ ગીરી, રાજુભાઈ પરમાર, મુકેશભાઈ ગોવાણી, ફાળદંગ સંદિપભાઈ કે. રામાણી, ગોવિંદભાઈ કિહલા, વિજયભાઈ રામાણી, રમેશભાઈ રામાણી, ધેલાભાઈ રામાણી, કેશુભાઈ રામાણી, પિઠાભાઈ સરપંચ,બાબુભાઈ પીઠડિયા, શામજીભાઈ રામાણી, અણિયારા સરપંચ અશ્વિનભાઈ સિંધવ,  પાડાસણ સરપંચ અશ્વિનભાઈ, મહેશભાઈ આસોદરિયા,

વિનુભાઈ આસોદરિયા, મોહનભાઈ હાપલિયા, જેન્તિભાઈ માલા, રામદેવસિંહ જાડેજા, જીવાભાઈ, અશોકભાઈ રામાણી, ઘેલાભાઈ રામાણી, રસીકભાઈ રામાણી, ગોવિંદભાઈ આટકોટિયા, લાલજીભાઈ આટકોટિયા, મુળજીભાઈ રામાણી, ગોવિંદભાઈ ખુંટ, ગટુભાઈ ખુંટ, શંભુભાઈ ખુંટ, ડેરોઈ માધાભાઈ પાનસુરિયા, ધરમશીભાઈ સખપરિયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.