Abtak Media Google News
  • જાનનો ઉતારો સ્મશાન માં અપાયો:ભુત પ્રેતનાં પરિધાનમાં નિકળ્યો વરઘોડો

કોટડા સાંગાણીનાં રામોદ ગામ માં રાઠોડ પરિવાર નાં આંગણે લગ્ન ની માંગલિક પરંપરાઓ ને બદલે અનોખા અને આશ્ચર્યજનક લગ્ન યોજાયા હતા.

રામોદ નાં મનસુખભાઇ રાઠોડ પરિવાર ની દીકરી પાયલ નાં લગ્ન કમરકોટડા નાં મુકેશભાઈ સરવૈયા નાં પુત્ર જયેશ સાથે અનોખા રીતરીવાજ થી યોજાયા હતા.

લગ્ન  માં પરંપરાગત રીવાજોને બદલે વિજ્ઞાન જાથાની વિચારધારા ને અપનાવી વરરાજાની જાન ને સ્મશાન માં ઉતારો અપાયો હતો.વરઘોડા માં ભુત પ્રેત નાં પરિધાન પહેરાયા હતા.ક્ધયાએ પણ કાળી સાડી પહેરી વરરાજાને પોખ્યા હતા.

Kotda Sangani'S Surprise Wedding In Ramod
Kotda Sangani’s surprise wedding in Ramod

લગ્ન મંડપ માં મંગળ ફેરા પણ ઉંધા ફરાયા હતા.અહી શપ્તપદી ને બદલે દેશનાં બંધારણ નું વાંચન કરાયું હતુ.લગ્ન માં મુહૂર્ત કે ચોઘડીયા ને કોઈ મહત્વ અપાયું ના હતું.

રાઠોડ પરીવારે ખોટા રીવાજો ને તિલાંજલિ આપી સદીઓ જુની માન્યતાઓ નું ખંડન કરી સમાજ માં નવો અભિગમ દાખવવા પ્રયત્ન કરાયાનું જણાવાયું હતુ.જેમા વિજ્ઞાન જાથાનાં જયંતભાઇ પંડ્યા નો વૈચારિક સહયોગ સાંપડ્યો હતો.

રામોદ માં યોજાયેલા નોખા અનોખા લગ્ન ને નિહાળવા ગ્રામજનો કુતુહલ સાથે ઉમટી પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.