Abtak Media Google News

ચાલુ ટ્રેને એક વર્ષ પહેલા ગોળી ધરબી ઢીમ ઢાળી દીધું હતું

રાજયો ભરમાં ચકચાર મચાવનાર અબડાસાના પૂર્વ ધારાસભ્યો જયંતી ભાનુંશાળી એક વર્ષ પુર્વ ચાલુ ટ્રેનમાં સાર્પશુટરો દ્વારા ગોળી ધરબી કરપીણ હત્યા નિપજાવામાં ગુનામાં જેલ હવાલે રહેલા પૂર્વ ધારાસભ્યો છબીલ પટેલની જામીન અરજી અંજારની અદાલતે ફગાવી નામજુર કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ ભાજપ અગ્રણી અને અબડાસાના પૂર્વ ધારાસભ્યો જયંતી ભાનુશાળી ગત તા.૭.૧.૧૯ના રોજ ટ્રનમાં ભુજી અમદાવાદ જઈ રહેવલા હતા ત્યારે માળીયા નજીક ગોળીબાર કરતા જેમાં જયંતી ભાનુશાળીને લોહીલુહાણ હારતમાં માળીયાની હોસ્પિટલએ ખસેડવામા આવીયા હતા. જયાં તબીબે મુત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો

આ બનાવમાં મૃતકના ભાઈ તે આ હત્યા પાછળ પૂર્વ ધારાસભ્યો છબીલ પટેલ, મનીષા ગોસ્વામીના ઈશારે હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવતા આ મામલે સરકારે સીટની રચના કરવામાં આવી હતી અને રેલ્વે પોલીસે છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતીભાઈ ઠકકર, સીર્ધ્ધા છબીલ પટેલ અને સુરજીત ભાઉ, સહીત બાર શખ્સો સામે હત્યાનો ગુનો નોધ્યો હતો

લાંબા સમય સુધી પોલીસે છબીલ પટેલ હાથતાળી આપી રજુ થયો હતો તપાસ પુર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને અંજારની અદાલતમાં જામીન અરજી કરતા બન્ને પક્ષોની રજુઆત બાદ સ્પે. પીપી અભયભાઈ ભારદ્વાજ અને તુષાર ગોકાણીએ કાયદાકીય મદ્દે લેખિત અને મૌખીક દલીલ કરી હતી જેમાં અદલતે જે રજુઆત ગાહ્યો રાખી છબીન નારણ પટેલની જામીન અરજી ફગાવી નામજુર કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.