Abtak Media Google News

મારી માટી મારો દેશ અભિયાનથી  સ્વતંત્ર સેનાની થયા ભાવવિભોર

જૂનાગઢનાં રેલવે સ્ટેશન સામે  કેવડાવાડી સોસાયટીમાં જીવનનાં નવદાયકા નજર સામે પસાર થતા જોનાર સ્વાતંત્ર્ય સેનાની લાભશંકર દાદા આજેય નિરામયી જીવન જીવી રહ્યા છે. અને 8 ઓગષ્ટનાં દિવસે તેમણે 1942નાં દિવસોને યાદ કરતાં જણાવ્યુ હતુ કે, સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન અનેક ભારતનાં સપુતોએ પોતાનું મહામુલુ યોગદાન આપ્યુ છે. અનેક ક્રાંતિકારીઓ શહાદતને વ્હોરી છે ત્યારે આજે દેશ 75 વર્ષ સ્વાતંત્ર થયાને પુરા કરી રહ્યો છે. ત્યારે દેશ વાસીઓને અમૃત મહોત્સવ નિમિત્તે શુભકામના પાઠવુ છુ.

લાભશંકર દાદાએ સ્વાતંત્ર લડતનાં સંભારણા, ગાંધીજી સાથે લડત દરમ્યાન થયેલ અનુભવોની વાત કરી હતી. તેમણે મારી માટી-મારો દેશ, વીરોને નમન, શહિદોને વંદન કરી, દેશવાસીઓને સ્વાતંત્ર ભારતનાં વૈશ્વિક વિકાસમાં વિકાસ પુરૂષ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સહયોગ આપી દેશને વિશ્વ ફકલ પર નવિ ઉંચાઇઓ સર કરવા સહયોગી બની રહેવા આહવાન કર્યુ હતુ. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વખતમાં 8 મી ઓગસ્ટ, ઇ.સ. 1942ના દિને ગાંધીજી દ્વારા કરાયેલા આહ્વાન પર ભારત છોડો આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન હતું.

અત્રે નોંધનીય છે કે,  ક્રિપ્સ મિશનમાં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન ખિલાફ઼ પોતાનું ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેંસલો કર્યો હતો. ઓગસ્ટ 1942માં શરૂ થયેલા આ આંદોલનને ’અંગ્રેજો ભારત છોડો’ એવું નામ આપવામાં આવ્યું હતું. જો કે ગાંધીજીને તત્કાળ ગિરફ઼્તાર કરી લેવામાં આવ્યા હતા. આમ છતાં દેશ ભરના યુવા કાર્યકર્તાઓ હડતાળો અને તોડફ઼ોડ જેવી કારવાઇઓ કરીને આંદોલન ચલાવતા રહ્યા હતા.

જ્યારે અંગ્રેજોએ આ આંદોલનના પ્રતિરોધમાં અત્યંત સખ્ત રવૈયો અપનાવ્યો હતો. ભારત છોડો આંદોલન હકીકતમાં એક લોકાઆંદોલન હતું જેમાં લાખો સામાન્ય હિંદુસ્તાની લોકો સામેલ થયા હતા. આ આંદોલન દ્વારા યુવાઓ મોટી સંખ્યામાં આકર્ષિત થયા હતા. આ યુવાઓએ પોતાની કોલેજના અભ્યાસને છોડી દઇને જેલ જવાનો રસ્તો અપનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.