Abtak Media Google News

અહંમ યુવક સેવા ગ્રુપે 51000 લાડુનું વિતરણ

ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી”ના હજારો હૃદયમાંથી પ્રગટેલા ભક્તિભીના નાદ સાથે કચ્છના પુનડી ગામમાં ચાતુર્માસ બિરાજીત રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાયેલો ભગવાન મહાવીર જન્મોત્સવનો અવસર દેશ-પરદેશના લાખો ભાવિકોને પ્રભુના પાવન પ્રેમમાં તરબતર કરી ગયો હતો.

એસ.પી.એમ. પરિવારની ઉદાર ભાવનાથી સમગ્ર પુનડી ગામમાં તેમજ અર્હમ યુવા સેવા ગ્રુપેમુંબઈ, બરોડા, સૌરાષ્ટ્ર આદિ અનેક ક્ષેત્રોમાં ગરીબ ભાવિકોને 51000 થી વધુ બુંદીના લાડુ અર્પણ કરીને પ્રસરાવવામાં આવેલી

વિશેષમાં, ધન્યાતિધન્ય બની એ ક્ષણો જ્યારે પુનડીની ધરા પર 2600 વર્ષ પૂર્વેના ક્ષત્રિયકુંડ નગરની જીવંત અનુભૂતિ કરાવી દેનારા દ્રશ્યો સર્જાયા હતા જ્યારે માતા ત્રિશલાદેવીને આવેલા 14 મહાસ્વપનની દિવ્ય વણઝારના દર્શને લાભાર્થી ભાવિકોએ અત્યંત શ્રદ્ધાભાવથી માતા ત્રિશલા પ્રત્યે નૃત્ય-ભક્તિની પ્રદક્ષિણા કરીને મહાસ્વપ્નના વધામણા કર્યા હતા. એક ક્ષણ બની અવિસ્મરણીય જ્યારે દેશ વિદેશના લાખો ભાવિકોએ અંતરના આનંદ- ઉલ્લાસ અને અત્યંત ભક્તિ ભાવથી પ્રભુજન્મના વધામણા કરીને પ્રભુને ઉછળતી ઊર્મિના ઝૂલણે ભાવ ઝૂલામણા કરી સ્વયંને ધન્ય બનાવ્યા.

Whatsapp Image 2022 08 28 At 7.29.39 Pm

14 મહાસ્વપ્નની ઉછામણીનો અનન્ય લાભ રાજેશભાઈ કોઠારીપરિવાર(ઘાટકોપર),  રૂપાણી પરિવાર(ઘાટકોપર),  તારાબેન ચુનીલાલ મોદી-બાદશાહ પરિવાર, કાંતિભાઈ લાધાભાઈ શેઠ પરિવાર,  ચંદ્રાબેન જયંતીલાલ છત્રભૂજ મોદી,  શશિકાંતભાઈ ટોલિયા પરિવાર, જયશ્રીબેન દિનેશભાઈ પંડ્યા,  ધ્રુવીબેન મનનભાઈ શાહ,  મીલીબેન જીગરભાઈ શેઠ, સ્વપ્નીલભાઈ રમેશભાઈ મકાતી, એ.કે. પરિવાર,  અનસુયાબેન નટવરલાલ શેઠ અને એસપીએમ પરિવાર(ઘાટકોપર) દ્વારા લેવામાં આવ્યો હતો. પ્રભુના પાવનકારી પારણિયાનો લાભ માતા તારાબેન ચુનીલાલ મોદી-બાદશાહ પરિવાર-કાંદિવલી લઈને ધન્ય બન્યાં હતાં.

એ સાથે જ આ અવસરે 14 મહાસ્વપ્નના નાના પ્રતિકનો લાભ ઉદારહૃદયા અનેક ભાવિકોએ લીધો. ઉપરાંતમાં અલગ અલગ ઉગ્ર તપસ્યાના સંકલ્પ સાથે ભાવિકો દ્વારા સ્વપ્નનો લાભ, લક્કી ડ્રોના માધ્યમે પુનડી ગામના ક્ષત્રિય ભાવિકો 14 મહાસ્વપ્નના નાના પ્રતિકનો લાભ પામ્યા.

Whatsapp Image 2022 08 28 At 7.30.07 Pm

પારસધામ-ઘાટકોપરના આંગણે આ અવસરે જરૂરિયાતમંદ ગરીબ ડાયાલિસીસના દર્દીઓને સહાય ચેક અર્પણ કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો. ત્રિશલામાતા અને સિદ્ધાર્થ રાજાના ત્રણ લોકના નાથ બાળ પ્રભુ મહાવીર પર હેત વરસતા અપ્રતિમ દ્રશ્યો સાથે આ અવસર કચ્છની ધરા પર ભવ્યતા અને દિવ્યતાનો અવિસ્મરણીય ઇતિહાસ અંકિત કરી ગયો હતો.

પ્રભુ જન્મોત્સવને ઉજવવા પધારેલાં દરેકે દરેક ભાવિકોને શ્રી હિરજીભાઈ ચનાભાઇ સાવલા પરિવાર તરફથી 5 ગ્રામ ચાંદીની ગીની તેમજ લાડવાની પ્રભાવના કરવામાં આવી હતી. જેને પરમાત્માને પ્રેમ કર્યો એની પાત્રતા પ્રગટી, પાત્રતા પ્રગટી તે પરમાત્મા બન્યાં -રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

Whatsapp Image 2022 08 28 At 7.28.04 Pm

પ્રભુ જન્મોત્સવની મીઠાશ સાથે આ અવસરે પ્રસરી હતી બોધ વચનોની મીઠાશ પરમ ગુરુદેવના શ્રીમુખેથી, આ જગતમાં આપણી આસપાસના જીવો, આપણા સ્વજનો કે આપણી સાથે ઉઠતાં- બેસતાં જીવોમાંથી કોઈક જીવ કે કોઈક આત્મા સ્વયં તીર્થંકર પ્રભુનો આત્મા પણ હોઈ શકે પરંતુ આપણી સામાન્ય દ્રષ્ટિ તે આત્મામાં સમાયેલા પ્રભુ તત્ત્વવના અંશને જોઈ કે જાણી નથી શકતી. પ્રભુ કહે છે, દરેક આત્મામાં પરમાત્મા બનવાની પાત્રતા સમાયેલી હોય છે. માટે જ, દરેક આત્મામાં પરમાત્મા  સ્વરૂપના દર્શન કરીને ભાવિના ભગવાનની અશાતનાથી બચીએ. પ્રભુના પૂર્વ ભવોની પ્રેરણાત્મક ઘટનાઓને તાદ્રશ્ય કરવામાં આવતા સહુ પ્રેરિત બન્યા હતા.

જેને પરમાત્માને પ્રેમ કર્યો એની પાત્રતા પ્રગટી, પાત્રતા પ્રગટી તે પરમાત્મા બન્યાં: રાષ્ટ્રસંત નમ્રમુનિ

Whatsapp Image 2022 08 28 At 7.31.07 Pm

પ્રભુ જન્મોત્સવની મીઠાશ સાથે આ અવસરે પ્રસરી હતી બોધ વચનોની મીઠાશ પરમ ગુરુદેવના શ્રીમુખેથી, આ જગતમાં આપણી આસપાસના જીવો, આપણા સ્વજનો કે આપણી સાથે ઉઠતાં- બેસતાં જીવોમાંથી કોઈક જીવ કે કોઈક આત્મા સ્વયં તીર્થંકર પ્રભુનો આત્મા પણ હોઈ શકે પરંતુ આપણી સામાન્ય દ્રષ્ટિ તે આત્મામાં સમાયેલા પ્રભુ તત્ત્વવના અંશને જોઈ કે જાણી નથી શકતી. પ્રભુ કહે છે, દરેક આત્મામાં પરમાત્મા બનવાની પાત્રતા સમાયેલી હોય છે. માટે જ, દરેક આત્મામાં પરમાત્મા સ્વરૂપના દર્શન કરીને ભાવિના ભગવાનની અશાતનાથી બચીએ. પ્રભુના પૂર્વ ભવોની પ્રેરણાત્મક ઘટનાઓને તાદ્રશ્ય કરવામાં આવતા સહુ પ્રેરિત બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.