Abtak Media Google News

દેરાસરો, ઉપાશ્રયોમાં પૂ. ગુરુભગવંતો દ્વારા સ્વપ્ના વર્ણન: પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રનું વાંચન

પર્વાધિરાજ પર્યુષણ ના પાવન પર્વનો આજે છઠ્ઠો દિવસ છે જેનો તપ, જપ, આરાધનામાં લીન બન્યા જિનાલયો ઉપાશ્રયોમાં તપ, ત્યાગ અને ધર્મ આરાધનાનો માહોલ સર્જયો છે. જૈનોમાં કાલે કલ્પસૂત્રનું વાચન શરુ કરવામાં આવ્યું હતું. પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રની ઉછામણી બોલવામાં આવી હતી ભાગ્યવાળી શ્રાવક કાલ્પસૂત્રને વાજતે ગાજતે ઘરે લઇ ગયા હતા.

Dsc 0092

મૂર્તિપુજન જૈન સંઘોમાં કલ્પસૂત્ર મહાગ્ંરથનો ઘરે લઇ જવા, વહોરાવ્યા તથા પુજા વગુેરેનો લાભ લેનાર લાભાર્થી પરિવારે પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથ પૂ. ગુરુ ભગવંતોને વહોરાવ્યા હતા.પવિત્ર કલ્પસૂત્ર  ગ્રંથની શરુઆતમાં આ એલકથ આદીદશ આચારનું વર્ણન કરવામાં આવ્યું હતું. આચારનું વર્ણન કરાયું છે. આજથી સાધના આચાર અને ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામીના જીવનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. 23 તીર્થકર ભગવંતોનું સંક્ષીપ્ત વર્ણન અને ત્યાર પછી પ્રભુવીરની પરંપરાનું  વર્ણન છે. જયારે અંતમાં સાધુ તીર્થકર ભગવંતોનું સંક્ષીપ્ત વર્પન કરવામાં આવે છે.

પૂ.ગુરુ ભગવંતોએ પવિત્ર કલ્પસૂત્ર વાંચનના પ્રથમ વ્યાખ્યાનનો ધર્મસાથી તરીકે નવાજેલા પ્રભુ મહાવીર સ્વામીએ ઉન માર્ગે ગયેલા મેધકુમાર મુનિને કઇ રીતે સન્માર્ગે વાવ્યા તેનું વર્ણન કર્યુ હતું. બપોરે બીજા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીના 27 ભવનનું વર્ણન કરાવામાં આવે છે.

પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે સવારે પૂ. ગુરુભગવંતો પવિત્ર કલ્પસૂત્રના વાંચન દરમિયાન દસ સ્વપ્નાનું વર્ણન કરશે આજે ચાર સ્વપ્ન ગજવર વૃષભ, સિંહ તથા લક્ષ્મીદેવીનું વર્ણન કર્યા હતા. અને માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્ન ઉતારવામાં આવ્યા હતા.

પ્રભુવીરના જન્મનું વાંચન શરુ કરવામાં આવ્યું હતું. પ્રભુ વધામણા કરવામાં આવ્યા હતા. દેરાસરોમાં સવારે 14 સ્વપ્નાની ઉછામણી દ્વારા ભાગ્યશાળી પરિવાર લાભ લઇ અક્ષતથી વધાવી ઢોલ નાગરા સાથે પવિત્ર ગ્રંથને ધરે લઇ જવામાં  આવેલ જયાં શણગારેલા સ્થાન ઉપર પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથને રાખવામાં આવેલ લાભાર્થી પરિવાર દ્વારા આખો દિવસ પ્રભુભકિત કરવામાં આવે છે. અને સવારે પૂ. ગુરુભગવંતોને વહોરવામાં આવે છે.  દેરાસરો ઉપાશ્રયોમાં ધર્મોલ્લાસ સાથે પર્વાધિરાજ પર્યુષણ તપ, જપ આરાધના તેમજ આંગીના વિવિધ શણગારથી ગમગી ઉઠાય છે.

 

  • શ્રી ઉવસગ્ગહરં સાધના ભવનના આંગણે ભગવાન મહાવીર જન્મોત્સવ: ટ્રસ્ટી પ્રવીણભાઇ કોઠારી

શ્રી ઉવસગ્યગહરં સાધના ભવનના ટ્રસ્ટી પ્રવિણભાઇ કોઠારીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં ભગવાન મહાવીરના અવતરણ સમયે માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નોના દર્શન વિશે વિશિષ્ટ જાણકારી આપી હતી. આ સાથે તેમણે ભાજપ એડવોકેટ સેલના સહસંયોજક તરીકે ચૂંટાયેલા જૈન સમાજના અગ્રણી અનિલભાઇ દેસાઇએ શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.