Abtak Media Google News

લક્ઝરી કાર મેકર કંપની lamborghini એ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Alpho one લોન્ચ કરી દીધો છે. અલ્ફા વન એક લક્ઝરી સ્માર્ટફોન છે. અને તેની કિંમત આશરે ૧.૫૭ લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનને લક્ઝરી લુક આપવા માટે તેની બેક સાઇડ બ્લેક લેધરથી બનાવવામાં આવી છે.

કં૫નીના દાવા અનુસાર ટાઇટેનિયમ એલોયથી વધુ મજબુત હોય છે. અને સામાન્ય પણે હાઇ-એન્ડ ગોલ્ફ ક્લબમાં તેનો ઉપયોગ થાય છે.

આ ફોનને કં૫નીના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાય છે. અને દુનિયામાં ગમે તે ખુણે કોઇ વધારાના ચાર્જ વિના તેની ડિલિવરી કરવામાં આવશે.

સ્પેસિફિકેશન :

ક્વોલકોમ સ્નેપ ડ્રેગન 820પ્રોસેસર

Adreno 530 GPU

કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ

5ઇંચની 2560*1440 પિક્સલ QHDડિસ્પ્લે

4 GB RAM

64 GBઇન્ટરનલ સ્ટોરેજ

કેમેરા :

રિયરમાં F/1.8અપર્ચર

ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન(EIS)ની સાથે ૨૦ મેગા પિક્સલ કેમેરો.

બેટરી :

ફોનમાં ક્વિક ચાર્જ 3.0સપોર્ટ સાથે 3250 MAHની નોન-રિયુવેબલ બેટરી.

lamborghiniનો દાવો છે કે આ ફોનને ૧૦૦ મિનિટમાં ફુલ્લી ચાર્જ કરી શકાય છે.

અલ્ફ વન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ ૭.૦ નોગટ પર ચાલે છે. અને સિક્યોરિટી માટે તેના રિયરમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

રિપોર્ટ્સનું માનીએ તો આ લક્ઝરી ફોનને ચીની સ્માર્ટફોન મેકર ZTEએ લેમ્બોર્ગિનીને બનાવીને આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.