Abtak Media Google News

નસિંગ કોર્ષના મહત્વ વિશે વિઘાર્થીઓને માહિતગાર કરાયા

પીપલ્સ વેલ્ફેર સોસાયટી વ્રજભુમિ આશ્રમ ડુમીયાણી ખાતે ચાલતા નસીંગ સ્કુલમાં જીએનએમ તથા એએનએમ ના કોર્ષમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓનો તેઓના વ્યવસાયના સોગંદ લેવા માટેનો લેમ્પ લાઇટીંગનો કાર્યક્રમ તા. ર૭ જાન્યુ. ના રોજ યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઇ મણવરે નસીંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી.

Advertisement

Photogrid 1548693688690 1

માનવ જીંદગી સાથે સંકળાયેલ આ વ્યવસાયમાં વિઘાર્થીઓ પોતાની કારકીદી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે એચ.જે. દોશી હોસ્પિટલ રાજકોટના મેડીકલ ડાયરેકટ ડો. રમાકાંત પાંડાએ વિઘાર્થીઓને નસીંગના વ્યવસાયના સોગંદ લેવડાવેલ હતાં અને પોતાની હોસ્પિટલમાં દર વર્ષની જેમ નસીંગનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ નોકરી આપવાની જાહેરાત કરી હતી.

સંસ્થાના ડાયરેકટર દિલીપભાઇ કોરડીયાએ નસીંગ કોર્ષના મહત્વ વિશે ઉડાણથી જાણકારી આપી હતી. આ પ્રસંગે નસીંગ સ્કુલના પ્રિન્સીપાલ નુતન સીંગે મહેમાનોનું સ્વાગત કરેલ. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતિ સવિતાબેન મણવર, ઇવા કોલેજ ઓફ આયુર્વેદ સુપેડીના મેનેજીંગ ટ્રસ્ટી ઉર્વશીબેન પટેલ, સવિતાબેન ડાંગર, મેટ્રન એચ.જે.દોશી હોસ્પિટલ રાજકોટ તેમજ રીટાબેન ચૌહાણ પીએચેન ડીસ્ટ્રીક હેલ્થ સેન્ટર રાજકોટ ઉ૫સ્થિત રહીને પ્રસંગને અનુરુપ વકતવ્ય આપેલ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નસીંગ સ્કુલના તમામ ટયુટર ઓએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.