Abtak Media Google News

હવાઈ મથકોની સુરક્ષા પ્રણાલીમાં સીસીટીવી કેમેરા, ઈન્ફ્રા રેડ ડિવાઈસ, મોશન ડિટેકટર, એન્ટી એન્ટ્રી, થર્મલ અને સેન્સર ડ્રોન દ્વારા સર્વિલન્સ સ્માર્ટ બોર્ડ સામેલ કરવામાં આવશે

 

નૌસેના પોતાની મુલ્યવાન સંપતિઓની સુરક્ષા માટે દેશભરના વાયુ સ્ટેશનોની સુરક્ષા અને વ્યાપક શક્તિ વધારવા જઈ રહ્યું છે. જેમાં મિગ-૨૯ કે ફાઈટર જેટ, લડાકુ વિમાન પેશીડોન-૮, મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફટ જેવા વિમાનોની સુરક્ષા કરવામાં આવશે. પઠાનકોટ એરબેઈઝમાં આતંકી હુમલા બાદ નેવીએ પોતાની સંપતિ સુરક્ષીત કરવાનો નિર્ણય લીધો હતો. નૌસેનાએ ગત વર્ષે રક્ષા પીએસયુ ભારત ઈલેકટ્રોનીકસ સાથે એરફીલ્ડની સુરક્ષા વધારવા માટે રૂ.૭૦૦ કરોડના ખર્ચે પ્રોજેકટ બહાર પાડયો હતો પરંતુ ભારતીય વાયુ સેનાના ૫૪ મુખ્ય હવાઈ મથકો ઉપર સુરક્ષા વધારવા માટે મોટા પ્રોજેકટની જરૂરીયાત હતી.નૌસેનાની સુરક્ષા પ્રણાલીમાં સીસીટીવી કેમેરા, ઈન્ફ્રા રેડ ડિવાઈસ, મોશન ડિટેકટર, એન્ટી એન્ટ્રી, થર્મલ અને અન્ય સેન્સર, ડ્રોન અને અન્ય સર્વિલન્સ ઉપકરણો સાથે સ્માર્ટ બોર્ડનો સમાવેશ કરવામાં આવશે. જેનું સંપૂર્ણ સંચાલન અત્યાધુનિક કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રોના માધ્યમથી વાસ્તવિક સમયની સર્વિલન્સ નૌસેનાના હવાઈ સ્ટેશનોમાં જાણી શકાશે અને આતંકી હુમલાથી ભારતના હવાઈ મથકનું રક્ષણ સરળ બનશે.નૌસેના વાયુ સ્ટેશનોમાં વિવિધ પ્રકારના હેલીકોપ્ટર, ડ્રોન, ડોર્નીયર અને ૨૨૮ નાના વિમાનો છે. જયારે આઈએનએસ હંસામા ૪૫ મિગ-૨૯ કે જેટ વિમાનો છે તો આઈએલ પાસે ૩૮ નાના વિમાનોનું નિયંત્રણ છે. દૂશ્મન દેશો હવાઈ મથકો પર હુમલા કરવા માટે સેન્સરવાળા ઉપકરણોનો ઉપયોગ કરે છે માટે વાયુ મથકની સુરક્ષા વધારવી જરૂરી છે.જાન્યુઆરી ૨૦૧૬માં પઠાણકોટ બેઝ પર આતંકી હુમલામાં સેનાના ૭ જવાન શહિદ થયા હતા ત્યારબાદ લેફટર્નન જનરલ કેમ્પસ સમીતીની સ્થાપના કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.