Abtak Media Google News

સોમવારથી બે રૂમના આવાસના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે ૫૪૨ ૧ બીએચકેના આવાસ માટે ૨૧૦૦થી વધુ ફોર્મ પરત આવ્યા

કોર્પોરેશન દ્વારા ૩૦૭૮ આવાસ માટે અલગ અલગ કેટેગરી વાઈઝ ફોર્મ વિતરણ ગત ૧લી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે. ૧ બીએચકેના ૫૪૨ આવાસ માટે ફોર્મ વિતરણનો કાલે છેલ્લો દિવસ છે. સોમવારથી ૧૨૬૮ ૨ બીએચકેના આવાસના ફોર્મ વિતરણ કરવામાં આવશે. જ્યારે ૩ માર્ચથી ૩ બીએચકેના આવાસના ફોર્મનુ વિતરણ કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ૧ લી ફેબ્રુઆરીથી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે ૫૪૨ ૧ બીએચકેના અવાસ માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજ સુધીમાં ૧૫૦૦૦ જેટલા ફોર્મ ઉપડ્યા છે અને ૨૧૦૦ ફોર્મ ભરાઈ પરત આવી ગયા છે. કાલ સાંજ સુધીમાં ફોર્મનું વિતરણ કરવામાં આવશે. દરમિયાન સોમવાર અર્થાત ૧૭મી ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી ૨ બીએચકેના ૧૨૬૮ આવાસ માટે ફોર્મ વિતરણ શરૂ કરાશે અને ૩જી માર્ચથી ૧૨૬૮ ૩ બીએચકેના આવાસના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે. કેટેગરી વાઈઝ ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું હોય. લાભાર્થીને આવાસ યોજનાનો લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. દરમિયાન વોર્ડ નં.૧૭ના કોંગી કોર્પોરેટર જયાબેન જયંતીલાલ ટાંકે  ૧ બીએચકેના ફોર્મ જમા કરાવવાની મુદત ૧૦ દિવસ સુધી વધારવાની માંગણી મ્યુનિ.કમિશનરને લેખીતમાં કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.